શોધખોળ કરો

Surendranagar: શિલ્પકલા ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા શિલ્પકારોને ગુજરાતની આ સંસ્થા નિ:શુલ્ક આપે છે શૈક્ષણિક તાલીમ

સુરેન્દ્રનગર: શું આપ જાણો છો કે ગુજરાતમાં એવી પણ સંસ્થાઓ છે કે જ્યાં શિલ્પકલા ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા શિલ્પકારોને નિ:શુલ્ક શૈક્ષણિક તાલીમ આપવામાં આવે છે.

સુરેન્દ્રનગર: શું આપ જાણો છો કે ગુજરાતમાં એવી પણ સંસ્થાઓ છે કે જ્યાં શિલ્પકલા ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા શિલ્પકારોને નિ:શુલ્ક શૈક્ષણિક તાલીમ આપવામાં આવે છે.  આ સંસ્થાનું નામ છે - સ્ટોન આર્ટિઝન પાર્ક ટ્રેનિંગ  ઈન્સ્ટીટ્યૂટ (સાપ્તી). આ સંસ્થામાંથી ગુજરાત સહિત દેશભરમાંથી 1200થી વધુ વિદ્યાર્થીઓ તાલીમબદ્ધ થઈ ચૂક્યા છે.

ધાંગધ્રા ખાતે આવેલ સ્ટોન આર્ટીઝન પાર્ક ટ્રેનિંગ ઇન્સ્ટિટયૂટ. એટલે કે "સાપ્તી". જ્યાં પથ્થરમાંથી પારસમણી બનાવે એવા શિલ્પકારોનું ઘડતર કરવામાં આવે છે. અહિં ભારતભરમાંથી આવેલા વિદ્યાર્થીઓ પથ્થર કંડારવાની તાલીમ લઈને પોતાનું ઘડતર કરી રહ્યા છે. સાપ્તી ધાંગધ્રા અને અંબાજી ખાતે સેન્ડ સ્ટોન, માર્લબ, ગ્રેનાઈડ ઉપરાંત અન્ય સ્થાનિક પથ્થરોને કંડારવાની રોજગારલક્ષી તાલીમ  આપવામાં આવી રહી છે. જેમાં થિયરી ડિઝાઈનથી લઈને પથ્થરને કંડારવાની વિધિવત તાલીમ આપવામાં આવી રહી છે.

વર્ષ 2009થી શરુ થયેલી આ સંસ્થામાં ગુજરાતની સાથે અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓના પણ તેમની કારકિર્દીને બહેતર બનાવવા કૌશલ્યવર્ધન કરી ચૂક્યા છે. ઉત્તરપ્રદેશનાં ભદોહી જિલ્લાનાં ગોપીગંજથી આવેલા આર્યન વિશ્વકર્મા આવા જ એક લાભાર્થી છે. તેમણે કહ્યું કે, "યહાં પે સ્ટોનકાર્વિંગ શિખાઈ જાતી હૈ, જો હમે કુછ કામ કરને કે લીયે, યા બહાર જાકે  રોજગાર બીસ-પચીસ હજાર મેં કર શકતે હૈ, હમારે યહાં જો કોલેજીસ હૈ વહાં પે યે સબ શિખાઈ નહીં જાતી ક્યોંકી વહાં પે ફિસ જ્યાદા હૈ, આમ બચ્ચે વહાં પે શિખ નહીં શકતે જો કે યહાં પે આમ બચ્ચે જિનકે પાસ પૈસૈ નહીં હૈ વો આકે અચ્છે સે શિખ સકતે હૈ ... યહાં પૈ ખાને પીને કી અચ્છી સુવિધા હૈ ઓર અચ્છે ટીચર હૈ જો કે હમે અચ્છી પ્રેરણા દેતૈ હૈ".

 આ "સાપ્તી" સંસ્થા ખાતે આધુનિક સુવિધાથી સજ્જ વર્ગખંડો, વર્કશોપ્સ, કોતરકામ માટે ખુલ્લી જગ્યા, હોસ્ટેલ, ભોજનાલય-આહારગૃહ, કોન્ફરન્સ રૂમ, કોમ્પ્યુટર લેબ, લાયબ્રેરી, ડિસ્પ્લે ગેલેરી સહિતની માળખાકીય સુવિધાઓ ઉભી કરવામાં આવી છે, જેનો લાભ વિદ્યાર્થીઓને મળી રહ્યો છે.   અહિંયા જુદી જુદી સ્ટોનકાર્વિંગ ડિઝાઈન, બધા પથ્થર વિશે જાણવા મળે છે, પથ્થરમાં કાર્વિંગ કેવી રીતે કરવું તે બધી તાલીમ અહિંયા આપે છે. તમે અંદાજે બહાર કોઈ કોલેજમાં જાઓ તો 20થી 25 હજાર ફી હોય છે અહીંયા તમને મફત કોઈ ફીસ નથી, હોસ્ટેલ છે, કેન્ટીન છે, ખાવાનું રેવાનું મફત જ છે.

ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા તાલીમાર્થીઓને સાપ્તી કેન્દ્ર ખાતે રહેવા-જમવાની વ્યવસ્થા, જરૂરી સાધનો, સ્ટેશનરી કીટ, શૈક્ષણિક કીટ, યુનિફોર્મ સહિતની સામગ્રી વિનામુલ્યે આપવામાં આવે છે. સંસ્થામાં શિલ્પકળા ક્ષેત્રે રોજગારી આપતા 3 મહિના, 6 મહિના અને બે વર્ષના સર્ટિફિકેટ કોર્ષ ચાલે છે. જેમાં પ્રવેશ મેળવવા માટે લધુતમ લાયકાત ધોરણ 8 પાસ અને ધોરણ 10 પાસ છે અને જેમાં સ્ટોન ક્રાફ્ટ અને લેથ ઓપરેશન અને સ્ટોન પ્રોડક્ટ ડિઝાઈન કોર્સ ચલાવવામાં આવે છે. 

સંસ્થામાં મિનિમમ ક્વોલીફીકેશન  મેટ્રિક્યુલેશન પાસ હોવું જરુરી છે. સંસ્થામાં એકવાર બાળક એડમિશન લે પછી તેના રહેવાનું તેનું ખાવા-પીવાનું, શિક્ષણ રાજ્ય સરકાર તરફથી નિ:શુલ્ક આપવામાં આવે છે.  "સાપ્તી"નો ઉદ્દેશ ગુજરાતની સ્ટોન ઈન્ડસ્ટ્રીઝની ક્ષમતા-વર્ધન કરવાનો તો છે, જ સાથે સાથે તે ગુજરાતની કળા અને સ્થાપત્યના સમૃદ્ધ વારસાને વિસ્તારવાનો પણ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
BKC મેટ્રો સ્ટેશનના ગેટની બહાર લાગી ભીષણ આગ,ટ્રેન સેવાઓ કરવામાં આવી બંધ,મચી અફરાતફરી
BKC મેટ્રો સ્ટેશનના ગેટની બહાર લાગી ભીષણ આગ,ટ્રેન સેવાઓ કરવામાં આવી બંધ,મચી અફરાતફરી
સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ
સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Porbandar Drugs Case: NCB, ATSનું મોટું ઓપરેશન, 500 કિલો ડ્રગ્સ ઝડપાયું | Abp AsmitaKhyati Hospital Scam:વધુ એક કાંડનો પર્દાફાશ, 10 લોકોના કરી નાંખ્યા ઓપરેશન | Abp AsmitaDakor : દેવદિવાળી નીમિત્તે મંદિર પર ધજા ચઢાવવાને લઈને મંદિર ટ્રસ્ટે શું લીધો મોટો નિર્ણય?Maharashtra Vote Jehad:મહારાષ્ટ્રમાં વોટ જેહાદને લઈને ગુજરાતમાં મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
BKC મેટ્રો સ્ટેશનના ગેટની બહાર લાગી ભીષણ આગ,ટ્રેન સેવાઓ કરવામાં આવી બંધ,મચી અફરાતફરી
BKC મેટ્રો સ્ટેશનના ગેટની બહાર લાગી ભીષણ આગ,ટ્રેન સેવાઓ કરવામાં આવી બંધ,મચી અફરાતફરી
સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ
સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ
આધાર કાર્ડમાં જન્મતારીખ કેટલી વખત બદલી શકાય છે? જાણો આ નિયમ
આધાર કાર્ડમાં જન્મતારીખ કેટલી વખત બદલી શકાય છે? જાણો આ નિયમ
Smartphone Under Rs 30000: 30,000 રૂપિયાના બજેટમાં ઘરે લઇ જાવ આ સ્માર્ટફોન, જાણો તમામ ફીચર્સ?
Smartphone Under Rs 30000: 30,000 રૂપિયાના બજેટમાં ઘરે લઇ જાવ આ સ્માર્ટફોન, જાણો તમામ ફીચર્સ?
Ahmedabad: ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, હવે કઇ હોસ્પિટલો નહી યોજી શકે મેડિકલ કેમ્પ
Ahmedabad: ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, હવે કઇ હોસ્પિટલો નહી યોજી શકે મેડિકલ કેમ્પ
The Sabarmati Report Review: વિક્રાંત મેસીનું વધુ એક શાનદાર પરફોર્મન્સ, ફિલ્મ જોતા અગાઉ વાંચી લો રિવ્યૂ
The Sabarmati Report Review: વિક્રાંત મેસીનું વધુ એક શાનદાર પરફોર્મન્સ, ફિલ્મ જોતા અગાઉ વાંચી લો રિવ્યૂ
Embed widget