ગાંધીનગરઃ ચાલુ વિદ્યાસહાયક ભરતીની ફાઇનલ યાદી 28 માર્ચે જાહેર થશે, જાણો જીતુ વાઘાણીએ શું કહ્યું
ગાંધીનગરઃ આજે વિધાનસભા ગૃહમાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ વિદ્યાસહાયકની ભરતી મુદ્દે માહિતી આપી હતી
ગાંધીનગરઃ આજે વિધાનસભા ગૃહમાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ વિદ્યાસહાયકની ભરતી મુદ્દે માહિતી આપી હતી. હાલ વિદ્યાસહાયકની ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે આજે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરી હતી કે, આ ભરતીની ફાઈનલ યાદી 28 માર્ચના રોજ જાહેર થશે. આ સાથે તેમણે આ ભરતી પ્રક્રિયાની કામગીરી વિશે માહિતી આપતાં જણાવ્યું કે, હાલ કામ ચલાઉ યાદીના આધારે કામ ચાલી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, 3300 વિધાસહાયકની ભરતી પ્રક્રિયા હાલ ચાલું છે જેનું કામચલાઉ મેરીટ લીસ્ટ આ પહેલાં બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં ઉમેદવારોના નામ, લાયકાત, કેટેગરી અને મેરીટ ગુણમાં જો કોઈ ક્ષતિ હોય તો તા.૧૭/૦૩/૨૦૨૨ થી તા.૨૩/૦૩/૨૦૨૨ દરમ્યાન ઓનલાઈન સુધારા કરી સુધારા સ્વીકાર કેન્દ્ર પર રૂબરૂ જમા કરાવવાના હતા. હવે ઉમેદવારોની ફાઈનલ મેરીટ યાદી અને મેરીટમાં આવતાં ઉમેદવારો માટે કોલ લેટર માટેતી સૂચનાઓ 28 માર્ચના રોજ પ્રસિદ્ધ કરાશે.
વિદ્યાસહાયક ભરતીને લઈને વિરોધઃ
ગાંધીનગરમાં વિદ્યાસહાયક ભરતીની જગ્યા વધારવાની માંગને લઈ ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિદ્યાસહાયકોએ 3300 જગ્યાઓની ભરતીના બદલે ખાલી પડેલી 19 હજાર જગ્યાઓ પર વિદ્યાસહાયકોની ભરતી માટે માંગ કરી હતી. આ વિરોધ પ્રદર્શન દરમ્યાન સોમવારે વિદ્યાસહાયકનો અટકાયાત પણ કરાઈ હતી. વિદ્યાસહાયકોએ પોતાની માંગ પુરી ના થાય ત્યાં સુધી આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.
પાટીદારો સામેના વધુ કયા બે કેસ સરકાર ખેંચશે પરત?
રાજકોટઃ પાટીદારો પર થયેલા વધુ બે કેસ પરત ખેંચવામાં આવશે. જિલ્લામાં 2 કેસ થયા છે. પડધરી અને જામકંડોરણા ખાતે કેસ નોંધાયા છે.બંને કેસ પાછા ખેંચવા હિલચાલ ચાલી રહી છે. ટુંક સમયમાં સત્તાવાર જાહેરાત થઈ શકે છે. જિલ્લી વહીવટી તંત્રના સૂત્રો તરફથી આ માહિતી સામે આવી છે.
પાટીદાર અનામનત આંદોલન સમયે પાટીદારો પર થયેલા કેસોને લઇ રાજ્ય સરકારે એક નિર્ણય લીધો છે. જેમા સરકારે તોફાનોના 10 કેસ પરત ખેંચ્યા છે. આ સાથે જ હાર્દિક પટેલ સામેના કેસને પરત ખેંચવાની કામગીરી પણ ચાલી રહી છે. હાર્દિક પટેલના 2 કેસ પરત ખેંચવા મુદ્દે કાર્યવાહી શરૂ કરાઈ છે. સરકારે પરત ખેંચેલા 10 કેસમાંથી અમદાવાદ સેશન્સ કોર્ટમાંથી 7 કેસ પરત જ્યારે મેટ્રો પોલિટન કોર્ટમાંથી 3 કેસ પરત ખેંચાયા છે. નરોડા, રામોલ, બાપુનગર અને ક્રાઈમ બ્રાંચ, સાબરમતી, નવરંપુરા અને શહેરકોટડામાં 1-1 જ્યારે કૃષ્ણનગરના 2 કેસ છે જે પરત ખેંચવામાં આવ્યા છે. આ સિવાય અન્ય કેસોને પરત લેવા મેટ્રો કૉર્ટમાં 15 એપ્રિલે પરત ખેચવા હાથ ધરાશે.