શોધખોળ કરો

આ વર્ષે નવરાત્રીમાં નહીં વાગે ઢોલ, જાહેર કે શેરી ગરબાને મંજૂરી નહીં, સરકારે જાહેર કરી માર્ગદર્શિકા

રાજય સરકારે નવરાત્રી ઉપરાંત દશેરા, દિવાળી, નૂતનવર્ષનું સ્નેહમિલન સહિતના તહેવારોની ઉજવણીને લઈ પણ માર્ગદર્શિકા જાહેર કરી છે.

અમદાવાદઃ નવરાત્રી દરમિયાન ઢોલની ગૂંજ આ વર્ષે નહીં સંભળાય. કોરોના મહામારી વચ્ચે નવરાત્રીના તહેવારનો લઈ રાજય સરકારે માર્ગદર્શિકા જાહેર કરી છે. માર્ગદર્શિકા મુજબ આ વર્ષે રાજયમાં નવરાત્રી દરમિયાન જાહેરમાં ગરબાનું આયોજન કરી શકાશે નહીં. એટલે કે રાજ્યમાં જાહેર કે શેરી ગરબા સહિત કોઈપણ પ્રકારના ગરબા યોજી શકાશે નહીં. નવરાત્રી દરમિયાન જાહેરમાં ખુલ્લી જગ્યાએ ગરબી/મૂર્તિની સ્થાપના અને પૂજા-આરતી કરી શકાશે, પરંતુ ફોટા કે મૂર્તિને ચરણ સ્પર્શ નહીં કરી શકાય કે પ્રસાદ વિતરણ પણ નહીં કરી શકાય. આ માટે સ્થાનિક વહીવટીતંત્રની મંજૂરી લેવી જરૂરી રહેશે. 200થી વધુ વ્યક્તિ એકત્રિત થઈ શકશે નહીં તેમજ આ કાર્યક્રમનો સમય એક કલાકનો જ રહેશે. કાર્યક્રમ દરમિયાન તમામ એસઓપીનું પાલન અવશ્ય કરવાનું રહેશે. રાજય સરકારે નવરાત્રી ઉપરાંત દશેરા, દિવાળી, નૂતનવર્ષનું સ્નેહમિલન સહિતના તહેવારોની ઉજવણીને લઈ પણ માર્ગદર્શિકા જાહેર કરી છે. સરકારે કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં સામાજિક, શૈક્ષણિક, રમતગમત, મનોરંજન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ધાર્મિક સમારોહનાં આયોજનમાં પણ કેટલીક ચોક્ક્સ શરતોને આધીન પરવાનગી આપવાનો નિર્ણય કર્યો છે. જેમાં છ ફૂટની દૂરી સાથેનું ફિઝિકલ ડિસ્ટન્સ અને એ માટે ફ્લોર માર્કિંગ કરવાનું રહેશે. સમગ્ર સમારંભ દરમિયાન ચહેરાને યોગ્ય રીતે તમામ સમયે ઢાંકી રાખવો પડશે. થર્મલ સ્કેનર, સેનિટાઇઝર સાથે ઓકસી મીટરની સુવિધા તેમજ સ્ટેજ, માઇક, ખુરશીને સમયાંતરે સેનિટાઇઝ કરવાનાં રહેશે. 65થી વધુ વયના વયસ્ક નાગરિકો, 10 વર્ષથી નીચેની વયનાં બાળકો, સગર્ભા માતાઓ તેમ જ અન્ય બીમારીથી પીડિત વ્યક્તિઓ આવા સમારંભોમાં ભાગ ના લેવા સલાહ આપવામા આવી છે. જો કે આવા સમારંભો હોલ, હોટલ, બેન્ક્વેટ હોલ, ઓડિટોરિયમ, જ્ઞાતિ સમાજોની લગ્નવાડી, ટાઉન હોલ કે અન્ય બંધ સ્થળે યોજવામાં આવે ત્યારે આવા સ્થળની કેપેસિટીના 50 ટકા કે વધુમાં વધુ 200 વ્યક્તિની મર્યાદામાં જ યોજી શકાશે. લગ્ન-સત્કાર સમારંભ જેવી ઉજવણીમાં 100 વ્યક્તિ ભાગ લઈ શકશે. મૃત્યુ બાદની અંતિમક્રિયા-ધાર્મિક વિધિમાં મહત્તમ 100 વ્યક્તિની મર્યાદા રહેશે. રાજય સરકારે મેળા, રેલી, પ્રદર્શનો, રાવણદહન, રામલીલા, શોભાયાત્રા જેવા સામૂહિક કાર્યક્રમો કે જ્યાં મોટા પ્રમાણમાં લોકો એકઠા થતા હોય એના પર પ્રતિબંધ મૂક્યો છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે

Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો

IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા

IPL 2026 મીની ઓક્શન લિસ્ટમાં  BCCI એ અચાનક 9 ખેલાડીઓને કેમ કર્યા સામેલ, જાણો કારણ 

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IPL 2026 મીની ઓક્શન લિસ્ટમાં  BCCI એ અચાનક 9 ખેલાડીઓને કેમ કર્યા સામેલ, જાણો કારણ 
IPL 2026 મીની ઓક્શન લિસ્ટમાં  BCCI એ અચાનક 9 ખેલાડીઓને કેમ કર્યા સામેલ, જાણો કારણ 
એલોન મસ્કની ટેસ્લાને મોટો ફટકો; ભારતમાં નથી વેચાઈ રહી કાર, આ વિદેશી કંપનીએ EV માર્કેટમાં મારી બાજી!

'ધુરંધર' માં અક્ષય ખન્નાના એન્ટ્રી સોંગે સોશિયલ મીડિયામાં તહેલકો મચાવ્યો, અહી જુઓ ગીતનો શાનદાર VIDEO 

Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત

Ahmedabad: મનપાની કડક કાર્યવાહીઃ અમદાવાદમાં BU પરમિશન વિનાની 13 સ્કૂલોને કરી દીધી સીલ

Embed widget