GSSSB દ્વારા લેવાયેલ વર્ગ 3ની પ્રાથમિક પરીક્ષાનું પરિણામ આ તારીખે થશે જાહેર, હસમુખ પટેલે કરી મોટી જાહેરાત
હસમુખ પટેલે જણાવ્યું કે, ગ્રુપ A અને ગ્રુપ B માટેની સયુંકત પ્રિલિમ પરીક્ષાઓ 20મેનાં રોજ પૂર્ણ થઈ હતી.
GSSSB Class 3 Result: રાજ્યના વર્ગ 3 ની 5554 જગ્યાઓ માટે 3.40 લાખ વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી. અલગ અલગ 21 કેડરની 5554 જગ્યાઓ માટે ગૌણ સેવા પસંદગી મંડળ પરીક્ષા લેવાઈ હતી. આ પરીક્ષાનું પ્રાથમિક પરિણામ 30 જૂન આસપાસ જાહેર થશે. ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલે આ માહિતી આપી છે.
હસમુખ પટેલે જણાવ્યું કે, ગ્રુપ A અને ગ્રુપ B માટેની સયુંકત પ્રિલિમ પરીક્ષાઓ 20મેનાં રોજ પૂર્ણ થઈ હતી. 1 એપ્રિલથી 20મે સુધી 19 દિવસોમાં 71 શિફ્ટમાં પરીક્ષા લેવાઈ હતી. 30 જૂન આસપાસ પ્રાથમિક પરીક્ષાનું પરિણામ જાહેર કરાશે. પરિણામ બાદ મેરીટમાં આવનાર ઉમેદવારોની મુખ્ય પરીક્ષાનું આયોજન કરાશે.
5 લાખ 819 ઉમેદવાર પૈકી 66 ટકા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જે ઉમેદવારોએ પરીક્ષામાં હજાર રહ્યા નથી તેમના એકાઉન્ટમાં ફી પરત ઓનલાઇન ખાતામાં જમાં કરવામાં આવશે. ગ્રુપ B ની 30 સપ્ટેમ્બર સુધીમાં મુખ્ય પરીક્ષા માટે આયોજન છે. ગ્રુપ A ની મુખ્ય પરીક્ષા ઓકટોબર માસમાં યોજવા માટે આયોજન છે. ગ્રુપ A ની 1926 જગ્યાઓ માટે 13,482 ઉમેદવારો મુખ્ય પરીક્ષા આપશે. ગ્રુપ B ની 3628 જગ્યાઓ માટે 25,396 હજારથી વધુ ઉમેદવારો મુખ્ય પરીક્ષા આપશે.
પરીક્ષા 11 મે થી 20 મે સુધી ચાલી હતી. 5,553 જેટલી વર્ગ 3 ની જુનિયર ક્લાર્ક,સિનિયર કલાર્ક સહિત 21 જેટલા સંવર્ગોની લેવાઈ રહી છે પરીક્ષા. ઉમેદવારોની ઓનલાઇન પરીક્ષા માટે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષા લેવાઈ હતી.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી
આ સરકારી નોકરી માટે ઉમેદવાર માન્ય શૈક્ષણિક સંસ્થામાંથી સ્નાતકની ડિગ્રી એટલે કે ગ્રેજ્યુશન કરેલું હોવું જરૂરી છે. ઉપરાંત જે-તે પદ માટે આવશ્યક શૈક્ષણિક લાયકાત હોવી જરૂરી છે. ઉમેરવારને ગુજરાતી અને હિન્દી ભાષાનું પુરતું જ્ઞાન હોવું જોઇએ. અરજદાર પાસે કોમ્પ્યુટરના બેઝિક નોલેજની ડિગ્રી સર્ટિફિકેટ કે પ્રમાણપત્ર હોવું જરૂરી છે.
પગાર ધોરણ
સરકારી નોકરી માટેના પગાર ધોરણ પોસ્ટ અને વિભાગ અનુસાર અલગ-અલગ છે. સૌથી ઓછો પગાર માસિક 26000 રૂપિયા સિનિયર ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ અને કલેક્ટર કચેરી ક્લાર્કનો છે. તો કાર્યાલય અધિક્ષક, કચેરી અધિક્ષક, સબ – રજિસ્ટ્રાર ગ્રેડ-1, મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી, મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી પદ પસંદગી પામનાર ઉમેદવારને 49600 રૂપિયા માસિક પગાર મળશે. નિમણુંક થનાર ઉમેદવારને પ્રથમ પાંચ વર્ષ સુધી ફિક્સ પગાર મળશે.