શોધખોળ કરો

ગેનીબેનનો ધડાકો! બનાસકાંઠા બોર્ડર બની દારૂની ગંગોત્રી? મુખ્યમંત્રીને પત્ર લખીને કરી આ માંગ

રાજસ્થાન-મધ્યપ્રદેશથી ગુજરાતમાં દારૂ ઠલવાતો હોવાનો સાંસદનો આરોપ, હજારો મહિલાઓ વિધવા બની, મહિલા અધિકારી જ વેદના સમજી શકશે.

Geniben Thakor letter: બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખીને ગુજરાતમાં દારૂના દૂષણને લઈને ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે પત્રમાં જણાવ્યું છે કે બનાસકાંઠાની બોર્ડર મારફતે રાજસ્થાન અને મધ્યપ્રદેશથી મોટી માત્રામાં દારૂ ગુજરાતમાં ઠાલવવામાં આવી રહ્યો છે. આ દારૂના દૂષણના કારણે હજારો મહિલાઓ વિધવા બની રહી છે અને યુવાનોના મોત થઈ રહ્યા છે.

ગેનીબેન ઠાકોરે પત્રમાં વધુમાં જણાવ્યું છે કે ઝેરી અને ખરાબ દારૂના કારણે અનેક યુવાનો મૃત્યુ પામ્યા છે, જેના લીધે હજારો મહિલાઓ વિધવા બની છે અને બાળકો અનાથ થઈ રહ્યા છે. તેમણે બેન-દીકરીઓની જિંદગી સલામત ન હોવાનું જણાવીને તેમની વેદના માત્ર મહિલા અધિકારી જ સમજી શકશે તેમ જણાવ્યું હતું. આથી, ગેનીબેન ઠાકોરે બનાસકાંઠા જિલ્લાના પોલીસ અધિક્ષક (SP) તરીકે મહિલા IPS અધિકારીને મૂકવાની માંગણી કરી છે.

બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર અને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ સંયુક્ત રીતે મુખ્યમંત્રીને આ પત્ર લખ્યો છે. પત્રમાં બનાસકાંઠા જિલ્લાની બોર્ડર થકી રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ગુજરાતમાં ઘૂસાડવામાં આવતો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

પત્રમાં એવી પણ માંગણી કરવામાં આવી છે કે ગુજરાતમાં ફરજ બજાવતી કોઈ પણ મહિલા IPS અધિકારીને બનાસકાંઠા જિલ્લાના SP તરીકે નિયુક્ત કરવામાં આવે, જેથી મહિલાઓની વેદનાને યોગ્ય રીતે સમજી શકાય અને દારૂના દૂષણને નાથવા માટે અસરકારક પગલાં લઈ શકાય. ગેનીબેન ઠાકોરના આ પત્રથી રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને હવે સરકાર આ મામલે શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહેશે.

નોંધનીય છે કે આ પહેલા ગુજરાત વિધાનસભામાં તાજેતરમાં કલાકારોને લઈને ચાલી રહેલા વિવાદમાં હવે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર પણ મેદાનમાં આવ્યા હતા. તેમણે આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે નિર્ણય લેનારા અને આમંત્રણ આપનારા લોકો દ્વારા કલાકારોને સમકક્ષનો ભાવ ઓછો આપવામાં આવી રહ્યો હતો.

ગેનીબેન ઠાકોરે પોતાના નિવેદનમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે દેશના બંધારણ પ્રમાણે દરેક વ્યક્તિને સમાન અધિકારો મળેલા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે તેમને એવું લાગી રહ્યું હતું કે કોઈ એક ચોક્કસ સમાજ માટે ભાવ અને પ્રેમ ઓછો દેખાતો હતો.

સાંસદ ગેનીબેન ઠાકોરે આશા વ્યક્ત કરી હતી કે કોઈપણ ક્ષેત્રના લોકોને સરખું સન્માન મળવું જોઈએ. તેમનું આ નિવેદન વિધાનસભામાં કલાકારો સાથે થયેલા કથિત ભેદભાવના સંદર્ભમાં આવ્યું હતું, જ્યાં કેટલાક કલાકારોને યોગ્ય સન્માન ન મળ્યું હોવાની ચર્ચાઓ ચાલી રહી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

North Macedonia Video: નાઇટ ક્લબમાં આગનું તાંડવ, જીવતા સળગ્યા 51 લોકો, 100થી વધુ ઘાયલ

World News: ટ્રેન હાઇજેક બાદ હવે બલુચિસ્તાનમાં સેનાના વાહન પર હુમલો, BLAનો દાવો- પાકિસ્તાની સેનાના 90 સૈનિકો ઠાર

અંબાલાલની ભયંકર આગાહી... માર્ચમાં અસહ્ય ગરમી તો જૂનમાં વાવાઝોડાની આફત માટે રહેવું પડશે તૈયાર

Sunita Williams: ગુડ ન્યૂઝ! મસ્કનું અવકાશયાન પહોંચ્યું સ્પેસ સ્ટેશને, સાથી સભ્યોને જોઈ અંતરીક્ષમાં ઝુમી ઉઠી સુનિતા વિલિયમ્સ

ABP Premium

વિડિઓઝ

Hafiz Saeed News: આતંકી હાફિઝ સઇદને વાગી ગોળી, પાક. સેના સલામત સ્થળે છૂપાવ્યોઃ સૂત્રોનો દાવોAnjar lake drowning: અંજારમાં તળાવમાં ડૂબી જતાં 5 બાળકોના મોત, સમગ્ર વિસ્તારમાં ગમગીનીPakistan News: પાકિસ્તાનમાં આતંકી અબુ કતાલની હત્યા, જુઓ અહેવાલGold Price All Time High : સોનાનો ભાવ ઐતિહાસિક 90,700 રૂપિયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
North Macedonia Video: નાઇટ ક્લબમાં આગનું તાંડવ, જીવતા સળગ્યા 51 લોકો, 100થી વધુ ઘાયલ
North Macedonia Video: નાઇટ ક્લબમાં આગનું તાંડવ, જીવતા સળગ્યા 51 લોકો, 100થી વધુ ઘાયલ
World News: ટ્રેન હાઇજેક બાદ હવે બલુચિસ્તાનમાં સેનાના વાહન પર હુમલો, BLAનો દાવો- પાકિસ્તાની સેનાના 90 સૈનિકો ઠાર
World News: ટ્રેન હાઇજેક બાદ હવે બલુચિસ્તાનમાં સેનાના વાહન પર હુમલો, BLAનો દાવો- પાકિસ્તાની સેનાના 90 સૈનિકો ઠાર
અંબાલાલની ભયંકર આગાહી... માર્ચમાં અસહ્ય ગરમી તો જૂનમાં વાવાઝોડાની આફત માટે રહેવું પડશે તૈયાર
અંબાલાલની ભયંકર આગાહી... માર્ચમાં અસહ્ય ગરમી તો જૂનમાં વાવાઝોડાની આફત માટે રહેવું પડશે તૈયાર
Sunita Williams: ગુડ ન્યૂઝ! મસ્કનું અવકાશયાન પહોંચ્યું સ્પેસ સ્ટેશને, સાથી સભ્યોને જોઈ અંતરીક્ષમાં ઝુમી ઉઠી સુનિતા વિલિયમ્સ
Sunita Williams: ગુડ ન્યૂઝ! મસ્કનું અવકાશયાન પહોંચ્યું સ્પેસ સ્ટેશને, સાથી સભ્યોને જોઈ અંતરીક્ષમાં ઝુમી ઉઠી સુનિતા વિલિયમ્સ
ભારતનો દુશ્મન, હાફિઝ સઇદનો ખાસ... પાકિસ્તાનમાં ઠાર મરાયો લશ્કરનો આતંકી અબુ કતાલ

Hurricanes in America: અમેરિકામાં વાવાઝોડાએ મચાવી તબાહી, 32 લોકોના મોત

weather :રાજ્યમાં ફરી આકરા તાપની આગાહી, આ શહેરોમાં કાળઝાળ ગરમીનો વધશે પ્રકોપ, હવામાન વિભાગની ચેતાવણી

'હવે હું કદાચ ઓસ્ટ્રેલિયા...', વિરાટ કોહલીએ જલદી સન્યાસ લેવાના આપ્યા સંકેત

Embed widget