શોધખોળ કરો

ગુજરાતી સાહિત્ય જગતના દિગ્ગજ સર્જક રજનીકુમાર પંડ્યાનું નિધન

86 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, સાહિત્ય અને પત્રકારત્વ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન અને અનેક પુરસ્કારોથી સન્માનિત.

ગુજરાતી સાહિત્ય જગતે આજે એક અમૂલ્ય રત્ન ગુમાવ્યું છે. જાણીતા પત્રકાર, વાર્તાકાર, નવલકથાકાર અને ચરિત્રનિબંધોના લેખક રજનીકુમાર પંડ્યાનું 86 વર્ષની વયે નિધન થયું છે. તેમના નિધનથી સાહિત્ય અને પત્રકારત્વ જગતમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

રજનીકુમાર પંડ્યા ગ્રામપત્રકારત્વ ક્ષેત્રે તેમના નોંધપાત્ર યોગદાન માટે જાણીતા હતા અને આ માટે તેમને રાજ્ય સરકાર દ્વારા વિશેષ પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, તેમને સ્ટેટ્સમૅન ઍવૉર્ડ, ટૂંકી વાર્તા માટે સરોજ પાઠક ઍવૉર્ડ અને ધૂમકેતુ ઍવૉર્ડ જેવા પ્રતિષ્ઠિત પુરસ્કારોથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. વર્ષ 2003માં તેમને કુમાર સુવર્ણચંદ્રક પણ પ્રાપ્ત થયો હતો. તેમની સાહિત્યિક કારકિર્દી દરમિયાન તેમને ગુજરાતી સાહિત્ય અકાદમીના પાંચ એવોર્ડ, ગુજરાતી સાહિત્ય પરિષદના એવોર્ડ, પત્રકારત્વમાં ગુજરાત સરકારનો ઉત્તમ એવોર્ડ, હરિ ઓમ આશ્રમ એવોર્ડ, કલકત્તાના સ્ટેટ્સમેન અખબારનો રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ અને દૈનિક અખબાર સંઘ એવોર્ડ જેવા અનેક સન્માનો મળ્યા હતા.

રજનીકુમાર પંડ્યાનો જન્મ જેતપુરમાં થયો હતો અને તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.કોમની ડિગ્રી મેળવી હતી. તેમનું બાળપણ બીલખામાં વીત્યું હતું, જ્યાં તેમના પિતાજી બીલખા સ્ટેટના સગીર રાજવી વતી કારભાર સંભાળતા હતા. તેમણે પોતાનું પ્રાથમિક શિક્ષણ બીલખા, ચરખા, ગોપાલગ્રામ, ઢસા અને જેતપુરમાં પૂર્ણ કર્યું હતું. તેમના માતા શિક્ષિત હોવાથી તેમને બાળપણથી જ વાંચન અને લેખનનો શોખ હતો. તેમણે 1959માં બી.કોમ અને ત્યારબાદ 1966માં બી.એ.ની પદવી પ્રાપ્ત કરી હતી. વ્યવસાયિક રીતે તેમણે 1959થી 1966 સુધી સરકારી ઓડિટર તરીકે અને 1966થી 1989 સુધી બેંક મેનેજર તરીકે સેવાઓ આપી હતી.

તેમણે 1959માં લેખનની શરૂઆત કરી હતી અને ટૂંકી વાર્તામાં તેમની વિશેષ રુચિ રહી હતી. તેમનો પ્રથમ વાર્તાસંગ્રહ ‘ખલેલ’ 1977માં પ્રકાશિત થયો હતો. 1980થી તેમણે કટારલેખનની શરૂઆત કરી હતી અને તેમની ‘ઝબકાર’ શ્રેણી ખૂબ જ લોકપ્રિય બની હતી. આ ઉપરાંત, તેમના દૈનિકપત્રોમાં પ્રકાશિત થયેલા લેખો ‘મનબિલોરી’ અને રેખાચિત્રો ‘ગુલમહોર’ પણ વાચકોમાં ખૂબ જ પ્રિય રહ્યા હતા.

1985માં તેમણે નવલકથા લેખન ક્ષેત્રે પ્રવેશ કર્યો અને ‘કોઈ પૂછે તો કહેજો’, ‘ચંદ્રદાહ’, ‘પરભવના પિતરાઈ’ અને ‘કુંતી’ જેવી તેમની નોંધપાત્ર નવલકથાઓએ તેમને અપાર ખ્યાતિ અપાવી હતી. તેમની નવલકથા ‘કુંતી’ પરથી રાષ્ટ્રીય દૂરદર્શન પર હિન્દીમાં ટીવી સિરીયલો પણ બની હતી. તેમની અન્ય મહત્વની નવલકથાઓમાં ‘અવતાર’ અને ‘પુષ્પદાહ’નો સમાવેશ થાય છે. તેમણે ‘હંસ પ્રકાશ’ નામનું જીવનચરિત્ર પણ લખ્યું હતું, જે મલાવીના ઉદ્યોગપતિ હંસરાજ કાલરીયાના જીવન પર આધારિત હતું.

રજનીકુમાર પંડ્યાની ષષ્ઠિપૂર્તિ વખતે તેમના સન્માનમાં ‘રજની કુમાર- આપણા સૌના’ નામનું પુસ્તક પણ પ્રકાશિત થયું હતું. તેમણે 1920માં બંધ પડેલ સામયિક ‘વીસમી સદી’નું ડિજિટલાઇઝેશન કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.

તેમની સાહિત્યિક કૃતિઓનો હિન્દી, મરાઠી, તમિળ અને જર્મન જેવી અનેક ભાષાઓમાં અનુવાદ થયો છે, જે તેમની લોકપ્રિયતાનો પુરાવો છે. તેમના નિધનથી ગુજરાતી સાહિત્ય જગતને એક મોટી ખોટ પડી છે, જે ક્યારેય પુરી નહીં શકાય.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

બિહારમાં નવી સરકારની શપથગ્રહણની તૈયારીઓ શરૂ, CM નીતિશે બોલાવી કેબિનેટ બેઠક
બિહારમાં નવી સરકારની શપથગ્રહણની તૈયારીઓ શરૂ, CM નીતિશે બોલાવી કેબિનેટ બેઠક
Saudi arabia: સાઉદી અરેબિયામાં મોટી દુર્ઘટના, ઉમરાહ માટે ગયેલા 42 ભારતીયોનું મોત
Saudi arabia: સાઉદી અરેબિયામાં મોટી દુર્ઘટના, ઉમરાહ માટે ગયેલા 42 ભારતીયોનું મોત
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ પર NIAનો મોટો ખુલાસો, i20 કાર માલિકની પણ ધરપકડ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ પર NIAનો મોટો ખુલાસો, i20 કાર માલિકની પણ ધરપકડ
IND vs PAK: એશિયા કપમાં ભારતનો કારમો પરાજય, પાકિસ્તાને 8 વિકેટે હરાવ્યું, વૈભવ સૂર્યવંશીની લડત કામ ન આવી
IND vs PAK: એશિયા કપમાં ભારતનો કારમો પરાજય, પાકિસ્તાને 8 વિકેટે હરાવ્યું, વૈભવ સૂર્યવંશીની લડત કામ ન આવી
Advertisement

વિડિઓઝ

Rushi Bharti Bapu : અલ્પેશને Dycm બનાવવાના નિવેદન પર ઋષિભારતી બાપુનો ખુલાસો
Geniben Thakor : અલ્પેશ ઠાકોરને અન્યાય થયા? ગેનીબેન ઠાકોરે શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને કોનો મળ્યો સાથ?
Hun To Bolish : હું તો બોલીશ : જોખમમાં જિંદગી !
Hun To Bolish : હું તો બોલીશ : સરકારમાં 'ઠાકોર' કોણ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારમાં નવી સરકારની શપથગ્રહણની તૈયારીઓ શરૂ, CM નીતિશે બોલાવી કેબિનેટ બેઠક
બિહારમાં નવી સરકારની શપથગ્રહણની તૈયારીઓ શરૂ, CM નીતિશે બોલાવી કેબિનેટ બેઠક
Saudi arabia: સાઉદી અરેબિયામાં મોટી દુર્ઘટના, ઉમરાહ માટે ગયેલા 42 ભારતીયોનું મોત
Saudi arabia: સાઉદી અરેબિયામાં મોટી દુર્ઘટના, ઉમરાહ માટે ગયેલા 42 ભારતીયોનું મોત
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ પર NIAનો મોટો ખુલાસો, i20 કાર માલિકની પણ ધરપકડ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ પર NIAનો મોટો ખુલાસો, i20 કાર માલિકની પણ ધરપકડ
IND vs PAK: એશિયા કપમાં ભારતનો કારમો પરાજય, પાકિસ્તાને 8 વિકેટે હરાવ્યું, વૈભવ સૂર્યવંશીની લડત કામ ન આવી
IND vs PAK: એશિયા કપમાં ભારતનો કારમો પરાજય, પાકિસ્તાને 8 વિકેટે હરાવ્યું, વૈભવ સૂર્યવંશીની લડત કામ ન આવી
સારા સમાચાર! હવે રેલવે સ્ટેશન પર પણ મળશે McDonald’s, KFC, Pizza Hutનું ખાવાનું
સારા સમાચાર! હવે રેલવે સ્ટેશન પર પણ મળશે McDonald’s, KFC, Pizza Hutનું ખાવાનું
દીકરો-દીકરી અને પત્નીની હત્યા કરી લાશ ખાડામાં દાટી, પોલીસે હત્યારા અધિકારીની ધરપકડ 
દીકરો-દીકરી અને પત્નીની હત્યા કરી લાશ ખાડામાં દાટી, પોલીસે હત્યારા અધિકારીની ધરપકડ 
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
‘ભગવાન કોઈ દીકરી સાથે આવું ન કરે...’ - લાલુ પરિવારમાં એવું તે શું થયું કે રોહિણીએ રડતાં રડતાં આ વાત કહી?
‘ભગવાન કોઈ દીકરી સાથે આવું ન કરે...’ - લાલુ પરિવારમાં એવું તે શું થયું કે રોહિણીએ રડતાં રડતાં આ વાત કહી?
Embed widget