શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Gir-Somnath: દરિયાઈ માર્ગે નશાનો સામાન ઘુસાડવાના રેકેટનો પર્દાફાશ, વેરાવળમાંથી 300 કરોડનું હેરોઈન ઝડપાયું, 9ની અટકાયત
જો કે ડ્રગ્સ ક્યાંથી મોકલવામાં આવ્યું હતુ. ડ્રગ્સના સપ્લાયર કોણ હતા તે મુદ્દે તપાસ એજન્સીઓએ હજુ સુધી કોઈ ફોડ પાડ્યો નથી.
![Gir-Somnath: દરિયાઈ માર્ગે નશાનો સામાન ઘુસાડવાના રેકેટનો પર્દાફાશ, વેરાવળમાંથી 300 કરોડનું હેરોઈન ઝડપાયું, 9ની અટકાયત Gir-Somnath: Heroin worth 300 crore seized from Veraval, 9 arrested Gir-Somnath: દરિયાઈ માર્ગે નશાનો સામાન ઘુસાડવાના રેકેટનો પર્દાફાશ, વેરાવળમાંથી 300 કરોડનું હેરોઈન ઝડપાયું, 9ની અટકાયત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/23/f2ef77f2a9baa855252be7732551d68f170866583844375_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
દરિયાઈ માર્ગે નશાનો સામાન ઘુસાડવાના રેકેટનો પર્દાફાશ
Source : abp live
Gir-Somnath: દરિયાઈ માર્ગેથી રાજ્યમાં નશાનો સામાન ઘુસાડવાના વધુ એક રેકેટનો પર્દાફાશ ગીર સોમનાથ જિલ્લામાં થયો છે. વેરાવળ બંદર પરથી બોટમાંથી 50 કિલો હેરોઈનનો જથ્થો ઝડપાયો. પોલીસે ડ્રગ્સ સાથે 9 લોકોની અટકાયત કરી લીધી છે. સૂત્રોનું માનીએ તો એક સેટેલાઈટ ફોન, એક રીસીવર અને એક બોટ પણ કબ્જે કરવામાં આવી છે. ગીર સોમનાથ એલસીબી અને એસઓજીની ટીમે કરેલી કાર્યવાહીમાં અંદાજિત 300 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે.
જો કે ડ્રગ્સ ક્યાંથી મોકલવામાં આવ્યું હતુ. ડ્રગ્સના સપ્લાયર કોણ હતા તે મુદ્દે તપાસ એજન્સીઓએ હજુ સુધી કોઈ ફોડ પાડ્યો નથી. છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સ માફિયાઓની નજર ગુજરાત અને ગુજરાતના દરિયાકિનારા પર છે. કદાચ એ જ કારણ છે કે છેલ્લા બે વર્ષમાં રાજ્યની અલગ અલગ એજન્સીઓએ 5338 કરોડનું ડ્રગ્સ ઝડપ્યું છે.
https://events.abpverse.com/
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)