Gir Somnath : વિદ્યાર્થિનીને ધોરણ-10ની પરીક્ષામાં પાસ કરાવવાની લાલચ આપીને ગેસ્ટ હાઉસમાં પરાણે માણ્યું શરીર સુખ ને પછી.....
ઉનાના ખાણ ગામે સરકારી શાળામાં ફરજ બજાવતા અને ગીર સોમનાથ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ બાબુ પરમાર વિરુદ્ધ ગુન્હો નોંધાયો છે. પીડિતાને ધોરણ 10 ની પરીક્ષામાં પાસ કરાવી દેવાની લાલચ આપી હતી. તારીખ 24ના બપોરે દેલવાડા રોડ પરના શિવમ ગેસ્ટ હાઉસમાં બોલાવી હતી. તેમજ ગેસ્ટ હાઉસના રૂમ નંબર 103માં બળજબરીથી દુષ્કર્મની પીડિતાની કેફિયત છે.
ઉનાઃ ગીર સોમનાથ(Gir Somnath)જિલ્લાના ઉના(Una)માં સરકારી શાળાના શિક્ષકે વિદ્યાર્થિનીને ધોરણ-10ની પરીક્ષા (ssc Board exam)માં પાસ કરાવવાની લાલચ આપીને ગેસ્ટ હાઉસમાં મળવા બોલાવી પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ અંગે વિદ્યાર્થિનીએ ઉના પોલીસ (Una Police)માં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનૌો નોંધીને આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. બીજી તરફ આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
ઉનાના ખાણ ગામે સરકારી શાળામાં ફરજ બજાવતા અને ગીર સોમનાથ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ બાબુ પરમાર વિરુદ્ધ ગુન્હો નોંધાયો છે. પીડિતાને ધોરણ 10 ની પરીક્ષામાં પાસ કરાવી દેવાની લાલચ આપી હતી. તારીખ 24ના બપોરે દેલવાડા રોડ પરના શિવમ ગેસ્ટ હાઉસમાં બોલાવી હતી. તેમજ ગેસ્ટ હાઉસના રૂમ નંબર 103માં બળજબરીથી દુષ્કર્મની પીડિતાની કેફિયત છે.
ઉના પોલીસે પીડિતાની ફરિયાદ આધારે ગુન્હો નોંધ્યો છે. આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. આરોપી ગીર સોમનાથ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનો પ્રમુખ હોવાનું સામે આવ્યું છે. શિક્ષણ જગતને લાંછન લગાડતી ધૃણાસ્પદ ઘટનાથી ચકચાર મચી ગઈ છે. ભોગ બનનાર વિદ્યાર્થિનીની ફરીયાદ છે કે, તેણી ઘો.10 ની પરીક્ષા આપવાની હોવાથી તેની તૈયારી કરવા માટે કલાસીસ કરવા માટે ઉનામાં જ કલાસ ચલાવતા બાબુભાઇ પરમાર નામના શિક્ષકનો ચાર મહિના પહેલા કોન્ટેક કરી તેના કલાસીસે મળવા ગઈ હતી. ત્યારે તેમણે તારે કલાસીસ કરવાની જરૂર નથી મારો કોન્ટેક છે હું તને પાસ કરાવી દઇશ, તેમ જણાવ્યું હતું.
આ પછી શિક્ષકે વિદ્યાર્થિનીના મોબાઇલમાં મેસેજ કરતા બંન્ને પરીચયમાં આવતા ફોનમાં વાતચીત કરતા હતા. ગત 24મી માર્ચના રોજ બપોરે પીડિતાને રસ્તામાં મળેલા શિક્ષક બાબુભાઇએ કહેલ કે, કાલે બહારથી સાહેબ આવવાના છે તને ફોન કરૂ એટલે આવી જજે તેમ કહયુ હતુ.
આ પછી શિક્ષક બાબુભાઇનો ફોન આવતા બપોરે દેલવાડાના શિવમ ગેસ્ટ હાઉસ પહોંચેલ જયાં રૂમ નં.103માં બોલાવી બાબુભાઇએ જબરજસ્તીથી ઘમકાવી બળજબરીપુર્વક દુષ્કર્મ આચરી આ અંગે કોઈને કહેશે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. તેમજ પોતાના ખૂબ મોટા કોન્ટેક્ટ હોવાની પણ ધમકી આપી હતી. વાસનાઅંઘ શિક્ષકના પરક્રામથી લોકો ફીટકારની લાગણી વરસાવી રહયા છે.