ભાણવડના રૂપામોરા ગામમાં રખડતાં શ્વાને 11 વર્ષની બાળકીને ફાડી ખાતા મોત
ગુજરાતમાં રખડતા શ્વાન દ્વારા અવારનવાર બાળકો પર હુમલાઓની ઘટનાઓ બનતી છે. ત્યારે ફરી એક વખત દ્વારકા જિલ્લામાં રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો છે.
![ભાણવડના રૂપામોરા ગામમાં રખડતાં શ્વાને 11 વર્ષની બાળકીને ફાડી ખાતા મોત Girl dies after being attacked by a dog ભાણવડના રૂપામોરા ગામમાં રખડતાં શ્વાને 11 વર્ષની બાળકીને ફાડી ખાતા મોત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/08/ed730feb67dbf2fb609a44c4f5a58eeb171257521240278_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
દેવભૂમિ દ્વારકા: ગુજરાતમાં રખડતા શ્વાન દ્વારા અવારનવાર બાળકો પર હુમલાઓની ઘટનાઓ બનતી છે. સ્ટ્રીટ ડોગ અવારનવાર બાળકો પર હુમલાઓ કરે છે. ત્યારે ફરી એક વખત દ્વારકા જિલ્લામાં રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો છે. રખડતા શ્વાને એક બાળકી પર હુમલો કરતા તેનુ મોત થયું છે. શ્વાને એટેક કરતા 11 વર્ષની બાળકીએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં શ્વાને બાળકીને બચકા ભરતા તેનું મોત થયું છે. રૂપામોરા વિસ્તારમાં રહેતા હીરાભાઈ પીપરોતરની 11 વર્ષની પુત્રી પુરીબેન પર રખડતા શ્વાને હુમલો કર્યો હતો. આ હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં 11 વર્ષની બાળકીનું મોત નીપજ્યું છે. હાલ તો આ ઘટનાને લઈ પરિવારમાં કલ્પાંત જોવા મળી રહ્યો છે.
શ્વાને બાળકીને બચકા ભરતા તેનું મૃત્યું થયું છે. શ્વાને બાળકી પર હુમલો કરી શરીર પર બચકા ભરી ફાડી ખાતા મોત થયું છે. આ હુમલામાં બાળકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. ત્યારબાદ બાળકીને હોસ્પિટલ માટે સારવાર ખેસડવામાં આવી હતી પરંતુ તે પહેલા તેના શ્વાસ બંધ થઈ ગયા હતાં. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી બાળકો પર શ્વાનના એટેકના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.
થોડા સમય પહેલા રાજકોટમાં શ્વાને હુમલો કરતા મોત થયું હતું
રાજ્યમાં શ્વાન દ્વારા હુમલો કરવાની ઘટનાઓ સતત વધી રહી છે. રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં 4 વર્ષની બાળકી પર 7 કરતા વધારે શ્વાને જીવલેણ હુમલો કરતા મોત થયું હતું. ક્યારેક રખડતા ઢોરની અડફેટે મોત થયાની ઘટના સામે આવે છે તો ક્યાંક શ્વાનનો જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવે છે. સૌરાષ્ટ્રના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં રખડતા શ્વાનનો ત્રાસ ખરેખર ગંભીર બની રહ્યો છે. રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ઘરની નજીક રમતી એક ચાર વર્ષની બાળકી પર સાત જેટલા શ્વાન એકસાથે તૂટી પડ્યા હતા. આ ઘટનામાં બાળકીનું મોત થયું હતું.
શ્વાનના ટોળાએ બાળકીના ગળા, મોં, હાથ, પગ અને પીઠના ભાગે બચકા ભર્યા હતા. જંગલી પશુની જેમ શ્વાનની ટોળકીએ ખતરનાક હુમલો કર્યો હતો. આસપાસના લોકો બચાવે તે પહેલા તો શ્વાને બાળકીનો જીવ લઈ લીધો હતો. ફૂલ જેવી માસૂમ 4 વર્ષીય બાળકીએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો છે.આ દુર્ઘટનાને પગલે બાળકીના પરિવારજનો સહિત આસપાસના લોકોમાં આક્રોશ ફેલાયો હતો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)