Godhara : પિયર આવેલી યુવતીએ માસુમ દીકરા સાથે કૂવામાં ઝંપલાવ્યું, બંનેના મોતથી અરેરાટી
ગોધરા તાલુકા એરંડી ગામની યુવતીએ પોતાના બાળક સાથે કુવામાં ઝંપલાવી આપઘાત કર્યો છે. પરણિત યુવતી અને બાળકનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. સ્થાનિકોની મદદથી પોલીસે માતા-પુત્રનો મૃતદેહ બહાર કાઢ્યો.
ગોધરાઃ પંચમહાલમાં પિયર આવેલી યુવતીએ પોતાના વ્હાલસોયા દીકરા સાથે કૂવામાં કૂદીને આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ગોધરા તાલુકા એરંડી ગામની યુવતીએ પોતાના બાળક સાથે કુવામાં ઝંપલાવી આપઘાત કર્યો છે.
પરણિત યુવતી અને બાળકનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. સ્થાનિકોની મદદ લઇ પોલીસે માતા-પુત્રનો મૃતદેહ કુવામાંથી બહાર કાઢ્યો હતો. પોતાના પિયરમાં આવેલ પરણિત યુવતીના આ પગલાંનું રહસ્ય અકબંધ છે. પોલીસે ઘટના સંદર્ભે ગુન્હો નોંધી બંનેના મૃતદેહ પીએમ માટે મોકલાવી ઘટનાની તપાસ હાથ ધરી છે.
Mahisagar : યુવતીએ પ્રેમીને ઘરે મજા માણવા બોલાવ્યો ને પછી જે થયું તે જાણીને ચોંકી જશો
સંતરામપુરઃ મહીસાગરમાં પ્રેમપ્રકરણમાં યુવકની હત્યા થઈ હોવાનું સામે આવતાં ચકચાર મચી ગઈ છે. યુવાનની હત્યા કરીને લાશને ઘરના ખાળકૂવામાં નાંખી દીધી હતી. ગત તા.૧૯ જૂનના રોજ થયેલી હત્યાનો ભેદ આત્મહત્યાના બનાવની તપાસમાં ખૂલ્યો છે.
આ અંગેની વિગતો એવી છે કે, સંતરામપુર તાલુકાના એક ગામમાં મૃતક યુવકને પરણીત યુવતી સાથે પ્રેમસંબંધ હતા. આ અંગે પરિણીતાના પતિને ખબર પડી જતા હોબાળો મચી ગયો હતો અને તેણે પ્રેમીના પિતાને ધમકી આપી હતી અને તેમના દીકારને ગામમાં નહીં આવવા દેવાની ચિમકી આપી હતી.
બીજી તરફ પતિએ પત્ની સાથે મળીને યુવકની હત્યાનું કાવતરું ઘડી કાઢ્યું હતું. ગત 19મી જૂને યુવતીએ ફોન કરીને પ્રેમીને ઘરે બોલાવ્યો હતો. પ્રેમી પ્રેમિકા સાથે મજા માણવાના ઇરાદે પહોંચ્યો હતો. જોકે, અગાઉથી કાવતરા પ્રમાણે ઘરે છૂપાયેલા પતિએ પ્રેમીને લોખંડની કોસ મારીને તેમજ વીજ કરંટ આપીને હત્યા કરી નાંખી હતી. તેમજ આ પછી લાશ ખાળકૂવામાં દાટી દીધી હતી.
બીજી તરફ દીકરો ઘરે પરત ન ફરતાં માતાએ સંતરામપુર પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. બીજી તરફ બનાવના 12 દિવસ બાદ પતિએ પોતાનો ભાંડો ફૂટી જવાના ડરથી પહેલી જુલાઇએ આપઘાત કરી લીધો હતો. આ અંગે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો.
પોલીસ આપઘાત પ્રકરણમાં તપાસ કરવા આવેલી પોલીસને હત્યા પ્રકરણમાં પરિણીતાની સંડોવણી પર શંકા જતાં તેમણે વધુ પુછપરછ કરતાં તે ભાંગી પડી હતી અને તેણે પતિ સાથે મળીને પ્રેમીની હત્યા કરી હોવાનું જણાવ્યું હતું. એટલું જ નહીં, હત્યાના ડરથી પતિએ આત્મહત્યા કરી હોવાની કબૂલાત આપી હતી.
પરિણીતાની કબૂલાતને આધારે પોલીસે જેસીબીથી ખાળકૂવો ખોદીને યુવકની લાશ બહાર કાઢી હતી. પોલીસે આ કેસમાં યુવકની પ્રેમિકાની ધરપકડ કરી છે. આમ, આડાસંબંધમાં ત્રણ લોકોની જીંદગી બરબાદ થઈ ગઈ છે.