શોધખોળ કરો
Advertisement
રાજ્યના CNG ચાલકો આનંદો, લાંબીલાઈનમાં ઉભા રહેવાથી મળશે છુટકારો, જાણો વિગતે
2020 સુધીમાં સમગ્ર રાજ્યમાં 1 હજાર જેટલા CNG ફિલીંગ સ્ટેશન્સ પંપ શરૂ કરવામાં આવશે. નવા CNG ફિલીંગ સ્ટેશન્સ-પંપ શરૂ થતાં વાહનચાલકોને લાંબી લાઇનમાં ઊભા રહેવાથી પણ મુકિત મળશે.
અમદાવાદઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતને પર્યાવરણપ્રિય પ્રદૂષણ રહિત પરિવહન સેવામાં અગ્રેસર બનાવવા CNGનો વ્યાપક ઉપયોગ કરવાની નેમ વ્યકત કરી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, CNGના ઉપયોગથી પેટ્રોલ-ડિઝલ જેવા ઇંધણથી થતા ધૂમાડા પ્રદૂષણથી મુકિત મેળવવા સાથે નવા CNG ફિલીંગ સ્ટેશન્સ-પંપ શરૂ થતાં વાહનચાલકોને લાંબી લાઇનમાં ઊભા રહેવાથી પણ મુકિત મળશે.
CNG સહભાગી યોજના અન્વયે રાજ્યમાં ગુજરાત ગેસ લિમીટેડ અને સાબરમતી ગેસ લિમીટેડના સંચાલનીય ક્ષેત્રોમાં વધુ 214 CNG સ્ટેશન્સ શરૂ કરવા માટેના ફાળવણી પત્રો અર્પણ સમારોહમાં સંબોધન કરતાં રૂપાણીએ જણાવ્યું કે, ગુજરાતે CNGના ઉપયોગમાં પણ દેશમાં લીડ લીધી છે. સમગ્ર દેશમાં 1800 જેટલા CNG સ્ટેશનમાંથી 31 ટકા એકલા ગુજરાતમાં એટલે કે 558 CNG સ્ટેશન સ્થપાયા છે. નવા CNG સ્ટેશન્સ શરૂ થવાથી ઊપભોકતા- CNG વપરાશકારો, ગુજરાત ગેસ લિમીટેડ અને પંપ સંચાલકો ત્રણેય માટે વિન-વિન સીચ્યુએશનનું નિર્માણ થશે તેવો વિશ્વાસ દર્શાવતાં કહ્યું કે, આ નવા CNG સ્ટેશન્સથી સ્થાનિક કક્ષાએ અંદાજે 15 હજાર લોકોને રોજગારી પણ મળતી થશે.
રૂપાણીએ જણાવ્યું કે, ગુજરાતમાં ‘‘સ્વચ્છ ગુજરાત ગ્રીન-કલીન ગુજરાત’’ની સંકલ્પના સાથે જૂન-2019માં CNG સહભાગી યોજનાની શરૂઆત કરીને ૩00 જેટલા નવા CNG સ્ટેશન્સ ઊભા કરવા માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી હતી. માત્ર ત્રણ જ માસમાં સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરી આજે 214 સ્ટેશન્સ શરૂ કરવા માટેના ફાળવણી પત્રો અર્પણ થયા છે તે પારદર્શીતા, નિર્ણાયકતા સાથે ત્વરિત ઝડપી પ્રશાસનની પ્રતીતિ કરાવનારી ઘટના છે.
મુખ્યમંત્રીએ 2020 સુધીમાં સમગ્ર રાજ્યમાં 1 હજાર જેટલા CNG ફિલીંગ સ્ટેશન્સ પંપ શરૂ કરવાના રાજ્ય સરકારના લક્ષ્યાંકની વિગતો આપતાં ઉમેર્યુ કે, પર્યાવરણની ચિંતા કરીને પ્રદૂષણ રહિત વિકાસની પ્રતિબધ્ધતા પાર પાડવી છે.
ગુજરાતમાંથી ચોમાસાની વિદાયનો પ્રારંભ, જાણો ક્યારથી શરૂ થશે શિયાળો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દુનિયા
દુનિયા
Advertisement