ગૃહિણીઓ માટે રાહતના સમાચાર, સીંગતેલના ભાવમાં જાણો કેટલા રુપિયાનો થયો ઘટાડો
ગૃહિણીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. સીંગતેલના ભાવમાં 50 રુપિયાનો ઘટાડો નોંધાયો છે. રાજકોટમાં સીંગતેલના 5 કિલો ડબ્બાનો ભાવ રુ. 2750થી 2850 પર પહોંચ્યો છે.
અમદાવાદ: ગૃહિણીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. સીંગતેલના ભાવમાં 50 રુપિયાનો ઘટાડો નોંધાયો છે. રાજકોટમાં સીંગતેલના 5 કિલો ડબ્બાનો ભાવ રુ. 2750થી 2850 પર પહોંચ્યો છે. જ્યારે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ રૂ. 1520થી 1600 સુધી થયા છે. ગત વર્ષે પણ આ સિઝનમાં સિંગતેલ અને કપાસિયા તેલના ભાવ સરખાં હતા. જ્યારે આ વર્ષે કપાસિયા તેલ કરતાં સિંગતેલના ભાવમાં એક હજાર રૂપિયાનો વધારો થયો છે. સતત ભાવ વધારા બાદ હવે સિંગતેલના ભાવમાં ઘટાડો થયો છે. એક અઠવાડીયામાં 50 રૂપિયાનો ઘટાડો થયો છે. સિંગતેલના 15 કિલોના ડબ્બાનો આજનો ભાવ 2750-2850 રૂપિયા છે. બજારમાં મંદી અને સાથે જ અન્ય તેલીબિયાના ભાવમાં ઘટાડો થયા હોવાના કારણે વેપારીઓએ તેલના ભાવમાં ઘટાડો થયો હોવાનું સામે આવ્યું છે.
9 મેના રોજ સતત ત્રીજા દિવસે સિંગતેલના ભાવમાં વધારો નોંધાયો હતો. 3 દિવસમાં સિંગતેલના ડબ્બાના ભાવમાં 100 રૂપિયાનો વધારો થયો હતો. જે બાદ સિંગતેલના ડબ્બાનો ભાવ 2 હજાર 860થી વધીને 2 હજાર 960 રૂપિયા હતા. વેપારીઓએ લગ્નની સિઝનને કારણે ભાવ વધ્યો હોવાનું અનુમાન લગાવ્યું હતું.
Gujarat: રાજ્યમાં આગામી પાંચ દિવસ કેવુ રહેશે હવામાન, જાણો શું છે આગાહી ?
ગુજરાતમાં આગામી પાંચ દિવસ હવામાન મોટાભાગે સૂકું રહેવાની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ વરસાદ થવાની શક્યતા નથી. આ સિવાય આગામી પાંચ દિવસ તાપમાનમાં પણ મોટા ફેરફાર થવાની સંભાવનાઓ નથી. હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ મનોરમા મોહંતીએ જણાવ્યું કે ત્રણ દિવસ પછી તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના છે.
આગામી પાંચ દિવસ સુધી વરસાદની કોઈ જ આગાહી નથી. તાપમાન પણ યથાવત રહેશે. અરબી સમુદ્રમાંથી પવન ફુકાવાના કારણે રાજ્યમાં તાપમાનમાં એકાદ ડિગ્રી વધઘટ રહેશે. અમદાવાદ શહેરનું તાપમાન 41 ડિગ્રીને આસપાસ રહેશે ત્યારે અમદાવાદને યલો કલર હવામાન વિભાગે આપ્યું છે.
આ સાથે તેમણે રાજ્યમાં પડી રહેલી ગરમી અંગે વાત કરીને જણાવ્યું છે કે 1-2 ડિગ્રીનો ઘટાડો તાપમાનમાં થવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. હવામાન વિભાગે ગરમી ઘટવાની આગાહી કરી છે પરંતુ ભેજનું પ્રમાણ વધુ હોવાથી અકળામણ યથાવત રહી શકે છે. રાજ્યનું સૌથી ગરમ શહેર અમદાવાદ રહ્યું છે જ્યાં 42.8 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.