Gujarat Board Class 12 Result Live: ધોરણ 12 બોર્ડનું પરિણામ જાહેર, સામાન્ય પ્રવાહનું 93.7 ટકા તો વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા
Gseb Hsc Result 2025: આજે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરાયું હતું

Background
Gseb Hsc Result 2025: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલી ધોરણ 12ની બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર થવાની વિદ્યાર્થીઓ અને વાલીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. હવે પરિણામને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. 5 મે એટલે કે આજે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે.
શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે, ફેબ્રુઆરી-માર્ચ 2025 માં યોજાયેલ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, ગુજકેટ-2025 અને સંસ્કૃત મધ્યમની પરીક્ષાનું પરિણામ તા.05/05/2025 ના રોજ સવારે 10:30 કલાકે જાહેર કરવામાં આવશે.
વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ બોર્ડની વેબસાઇટ http://gseb.org પર પોતાનો બેઠક ક્રમાંક(Seat Number) Enter કરી મેળવી શકશે તથા WhatsApp Number 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે. આ વર્ષે ધોરણ 10ના 989 તો ધોરણ 12ના 672 કેન્દ્ર પર પરીક્ષા લેવાઈ હતી. રાજ્યમાં ધોરણ 10ની પરીક્ષા 8.92 લાખ વિદ્યાર્થીઓ આપી હતી. 4.23 લાખ વિદ્યાર્થીઓ ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા આપી હતી.
આ પહેલા શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે, 'ધોરણ 10-12ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા વહેલી લેવામાં આવી હોવાથી પરિણામ પણ વહેલા જાહેર થવાની શક્યતા છે. આ માટે બોર્ડનો સ્ટાફ મહેનત કરી રહ્યો છે, ત્યારે આગામી મે મહિનાના પહેલા અઠવાડિયામાં ધોરણ 10-12 બોર્ડની પરીક્ષાના પરિણામ જાહેર થવાની શક્યતા છે.'
પરિણામ ઓનલાઇન ક્યાં જોવા મળશે
ધોરણ 12 સાયન્સના પરીક્ષા પરિણામ ઓનલાઇન જોવા મળશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર પરિણામ જાહેર થયા બાદ અહીં ઓનલાઇન જાણી શકાય છે. વિદ્યાર્થીઓ તેમનો બેઠક કમાંક દાખલ કરીને પરીક્ષાનું પરિણામ જોઇ શકે છે.
ધોરણ 12ના વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર 6357300971 પર પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર અને SR શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે. આજે વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ જોઈ શકશે.
શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસરિયાએ વિદ્યાર્થીઓને સંદેશ આપ્યો
બોર્ડની પરીક્ષાના પરિણામને લઈ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસરિયાએ વિદ્યાર્થીઓને સંદેશ આપ્યો હતો. પરીક્ષામાં સફળ થનારા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. અસફળ થનારા વિદ્યાર્થીઓને એક મહિના પછી ફરીથી પરીક્ષાનો ચાન્સ મળશે. તેથી હતાશ ન થવા અપીલ કરી હતી.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ.પ્રવાહ, GUJCET-2025 અને સંસ્કૃત મધ્યમાની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા તમામ વિદ્યાર્થીમિત્રોને ખુબ ખુબ અભિનંદન સહ ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ.#BoardExams2025 pic.twitter.com/68ZNt2OKl6
— Praful Pansheriya (@prafulpbjp) May 5, 2025
જે વિધાર્થીઓ પરીક્ષામાં સફળ થયા છે તે બધા વિધાર્થીઓને અભિનંદનને પાઠવું છું પરંતુ જે વિધાર્થીઓ સફળ નથી થયા એ વિધાર્થીઓ એની પરીક્ષા ફરી આપી પોતાનું પરિણામ સુધારી શકશે.
— Praful Pansheriya (@prafulpbjp) May 5, 2025
વિજ્ઞાન પ્રવાહનું ગત વર્ષ કરતા 1.0 % વધુ જ્યારે સામાન્ય પ્રવાહનું ગત વર્ષ કરતા 1.14 % પરિણામ વધુ જાહેર થયું છે.
ધોરણ-12 બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર તમામ વિદ્યાર્થીમિત્રોને હ્રદયપૂર્વકની શુભકામનાઓ.
— Praful Pansheriya (@prafulpbjp) May 5, 2025
આ પરીક્ષામાં 3,62,506 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહેલ, જેનું પરિણામ 93.07 % આવેલ છે.
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 83.51 % અને સામાન્ય પ્રવાહનું 93.07 % પરિણામ જાહેર થયુ છે.https://t.co/ggTPbjVtiv
ધોરણ 12 સાયન્સમાં સુરતના વિદ્યાર્થીઓનો ડંકો વાગ્યો હતો
આજે ધોરણ 12 બોર્ડનું પરિણામ જાહેર કરાયું હતું. ધોરણ 12 સાયન્સમાં સુરતના વિદ્યાર્થીઓનો ડંકો વાગ્યો હતો. 247 વિદ્યાર્થીઓએ A - 1 ગ્રેડ પ્રાપ્ત કર્યો હતો. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 1672 વિદ્યાર્થીઓ A-1 ગ્રેડ પ્રાપ્ત થયા હતા જ્યારે જ્યારે A - 2 ગ્રેડ મેળવનારા 6669 વિધાર્થીઓ નોંધાયા હતા.
સુરતમાં રત્ન કલાકારની દીકરીએ A-ગ્રેડ પ્રાપ્ત કર્યો હતો. A-ગ્રેડ પ્રાપ્ત કરી પરિવાર અને શાળાનું ગૌરવ વધાર્યું હતું. રત્ન કલાકારની દીકરીએ UPSCની તૈયારી કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. સુરતમાં A - ગ્રેડ પ્રાપ્ત કરનારા સૌથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. સરથાણાની આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલના 500થી વધુ વિદ્યાર્થીઓએ એ-ગ્રેડ પ્રાપ્ત કર્યો હતો. ફટાકડા ફોડી વિદ્યાર્થીઓએ ઉજવણી કરી હતી. વિદ્યાર્થીઓ ગરબા અને ડી.જે.ના તાલે ઝૂમી ઉઠ્યા હતા.





















