શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાત પેટા ચૂંટણી: આવતીકાલે આઠ બેઠકોના પરિણામ, જાણો ક્યાં યોજાશે મતગણતરી ?
ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટા ચૂંટણીના પરિણામ આવતી કાલે જાહેર થશે. 7 વિધાનસભા બેઠકો માટે 2 - 2 મતગણતરી મથકો, જ્યારે લીંબડી બેઠક માટે 3 મતગણતરી મથકો રહેશે.
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટા ચૂંટણીના પરિણામ આવતી કાલે જાહેર થશે. 7 વિધાનસભા બેઠકો માટે 2 - 2 મતગણતરી મથકો, જ્યારે લીંબડી બેઠક માટે 3 મતગણતરી મથકો રહેશે.
વિધાનસભાની આઠ બેઠક દીઠ એક મતગણતરી મથક પર બેલેટ પેપરની ગણતરી થશે. 8 વિધાનસભા માટે કુલ 97 ટેબલ પર મત ગણતરી હાથ ધરાશે.
આઠ બેઠક પૈકી 4બેઠકોની મત ગણતરી સ્થાનિક કક્ષાએ થશે, જ્યારે બાકીની 4 બેઠકોની મત ગણતરી હેડ કવાર્ટરમાં થશે. ગઢડા, ધારી, કપરાડા અને ડાંગની મતગણતરી સ્થાનિક કક્ષાએ થશે. જયારે અબડાસા અને લીંબડીનું કાઉન્ટિંગ જિલ્લા હેડ કવાર્ટરમાં થશે. કરજણ અને મોરબીની મતગણતરી પણ હેડ કવાર્ટરમાં થશે.
દરેક મતદાન મથક પર થર્મલ સ્કેનિંગ, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સથી મત ગણતરી થશે. ટેબલ દીઠ સોશિયલ ડિસ્ટન્સના કારણે એજન્ટને મુશ્કેલી ન પડે માટે મોનીટર ડિસ્પ્લે મુકાશે. દરેક મતદાન ગણતરી સેન્ટર પર મેડિકલ ટીમ ઉપલબ્ધ હશે. મતગણતરી મથકો ઉપર 320નો સ્ટાફ ઉપસ્થિત રહેશે.
ચૂંટણી પંચની ગાઇડ લાઇન્સ મુજબ પ્રત્યેક વિધાનસભા મત વિભાગ માટે દરેક હોલમાં ટેબલની સંખ્યા મર્યાદિત રાખવામાં આવેલ છે અને એક કરતાં વધુ હોલમાં મતગણતરીનું આયોજન કરવામાં આવેલ છે. આ માટે વધારાના મદદનીશ ચૂંટણી અધિકારીઓની પણ નિયુકિત કરવામાં આવેલ છે.
મતગણતરી કેન્દ્રો ખાતે સુરક્ષા વ્યવસ્થા ગોઠવેલ છે અને અનધિકૃત વ્યકિતઓ મતગણતરી કેંદ્ર અંદર પ્રવેશ ન કરે તેની સંપૂર્ણ તકેદારી રાખવામાં આવેલ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ગુજરાત
ઓટો
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion