શોધખોળ કરો

અમરેલીમાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું-વિકસીત ભારત સંકલ્પ માટે ગુજરાત જ લીડ લેશે

Independence Day 2026: દેશ આજે અત્યંત ઉત્સાહ અને ઉમંગ સાથે 80મો સ્વતંત્રતા પર્વ ઉજવી રહ્યો છે, ત્યારે રાજ્યકક્ષાની મુખ્ય ઉજવણી અમરેલી ખાતે કરવામાં આવી હતી.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • અમરેલીમાં મુખ્યમંત્રીએ 80મા સ્વાતંત્ર્ય પર્વે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો.
  • મુખ્યમંત્રીએ ગુજરાતને દેશનું 'ગ્રોથ એન્જિન' ગણાવ્યું, વિકસિત ભારતનો સંકલ્પ.
  • ખેડૂતોને દિવસની વીજળી, 16 લાખ ગરીબોને ઘર મળ્યા.
  • પોલીસ પરેડ, રાઇફલ ડ્રીલ, ડોગ-શોએ સૌનું ધ્યાન ખેંચ્યું.

Independence Day 2026: દેશ આજે અત્યંત ઉત્સાહ અને ઉમંગ સાથે 80મો સ્વતંત્રતા પર્વ ઉજવી રહ્યો છે, ત્યારે રાજ્યકક્ષાની મુખ્ય ઉજવણી અમરેલી ખાતે કરવામાં આવી હતી. અમરેલીના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આયોજિત આ ભવ્ય સમારોહમાં મુખ્‍યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરાવ્યું હતું અને રાજ્યના નાગરિકોને સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.

'ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું'

ધ્વજવંદન બાદ રાજ્યજોગ સંબોધનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત આજે દેશનું ‘ગ્રોથ એન્જિન’ બન્યું છે અને 'વિકસિત ભારત'ના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાત જ અગ્રસર રહીને લીડ લેશે. તેમણે ઉમેર્યું કે, રાજ્ય સરકારે આધુનિકતા અને આધ્યાત્મિકતાની સાથે વિકાસ અને વિરાસતના સંગમને વિકસિત ગુજરાતનો મુખ્ય આધાર બનાવ્યો છે. આજે સમગ્ર વિશ્વ એક નવી આશા સાથે ભારત તરફ જોઈ રહ્યું છે.

આ પણ વાંચો...ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો

રાજ્ય સરકારની મુખ્ય સિદ્ધિઓ અને કટિબદ્ધતા

પોતાના સંબોધનમાં મુખ્યમંત્રીએ ગરીબો, યુવાનો, અન્નદાતા (ખેડૂતો) અને નારી શક્તિને વિકસિત ભારતના મજબૂત સ્તંભ ગણાવ્યા હતા:

  • ખેડૂત કલ્યાણ: ખેડૂતોને સમૃદ્ધ બનાવવા માટે હવે દિવસે પણ વીજળી ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
  • જળ સંચય અને પર્યાવરણ: વિકાસની સાથે પર્યાવરણ જાળવણીનો અભિગમ અપનાવાયો છે. વરસાદી પાણીના સંચયથી ભૂગર્ભ જળસ્તર ઉંચા આવ્યા છે.
  • દરિયાશક્તિ અને પોર્ટ્સ: ગુજરાતના બંદરો સમગ્ર દેશની સમૃદ્ધિના પ્રવેશદ્વાર બન્યા છે, અને દરિયાશક્તિને વધુ સશક્ત બનાવવાનો સંકલ્પ લેવાયો છે.
  • આવાસ અને આરોગ્ય: રાજ્યમાં 16 લાખથી વધુ ગરીબ પરિવારોને પોતાના ઘરનું ઘર મળ્યું છે, જ્યારે 10,300 થી વધુ 'આરોગ્ય મંદિરો' કાર્યરત કરવામાં આવ્યા છે.

આકર્ષક પરેડ, રાઇફલ ડ્રીલ અને સાહસિક શૉ

ધ્વજવંદન બાદ અમરેલીના પરેડ ગ્રાઉન્ડ ખાતે પોલીસ જવાનો દ્વારા શિસ્તબદ્ધ પરેડ યોજાઈ હતી. આ કાર્યક્રમમાં મહિલા જવાનોની અદભુત રાઇફલ ડ્રીલે ઉપસ્થિત સૌ કોઈના દિલ જીતી લીધા હતા. આ ઉપરાંત દેશભક્તિના રંગે રંગાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમો અને યોગ પ્રદર્શન, સાહસિક બાઈક સ્ટંટ શૉ અને શ્વાન દળ દ્વારા 'ડોગ-શૉ', અશ્વદળ દ્વારા યોજાયેલ આકર્ષક 'માઉન્ટેડ અશ્વ-શૉ' એ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. અમરેલી ખાતેના મુખ્ય કાર્યક્રમ ઉપરાંત, રાજ્યના અન્ય તમામ જિલ્લા મથકોએ પણ રાજ્ય સરકારના મંત્રીઓ, પદાધિકારીઓ અને વરિષ્ઠ અધિકારીઓની અધ્યક્ષતામાં ઉત્સાહભેર ધ્વજવંદન કાર્યક્રમો યોજાયા હતા.

Frequently Asked Questions

80મા સ્વતંત્રતા પર્વની રાજ્યકક્ષાની મુખ્ય ઉજવણી ક્યાં કરવામાં આવી હતી અને ધ્વજવંદન કોણે કરાવ્યું?

80મા સ્વતંત્રતા પર્વની રાજ્યકક્ષાની મુખ્ય ઉજવણી અમરેલીના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરાવ્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતને કયા સ્વરૂપે વર્ણવ્યું?

મુખ્યમંત્રીએ જણાવ્યું કે ગુજરાત આજે દેશનું 'ગ્રોથ એન્જિન' બન્યું છે. 'વિકસિત ભારત'ના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાત અગ્રસર રહીને લીડ લેશે.

રાજ્ય સરકારે કયા મુખ્ય સામાજિક કલ્યાણ ક્ષેત્રોમાં સિદ્ધિઓ હાંસલ કરી છે?

રાજ્યમાં 16 લાખથી વધુ ગરીબ પરિવારોને ઘર મળ્યા છે. આ ઉપરાંત, 10,300 થી વધુ 'આરોગ્ય મંદિરો' કાર્યરત કરવામાં આવ્યા છે. ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી પણ ઉપલબ્ધ કરાઈ રહી છે.

અમરેલી ખાતેના મુખ્ય કાર્યક્રમમાં કયા આકર્ષક પ્રદર્શનો યોજાયા હતા?

આ કાર્યક્રમમાં પોલીસ જવાનોની શિસ્તબદ્ધ પરેડ, મહિલા જવાનોની રાઇફલ ડ્રીલ, સાહસિક બાઈક સ્ટંટ શો, શ્વાન દળનો 'ડોગ-શો' અને અશ્વદળનો આકર્ષક 'માઉન્ટેડ અશ્વ-શો' જેવા પ્રદર્શનો યોજાયા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

અમરેલીમાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું-વિકસીત ભારત સંકલ્પ માટે ગુજરાત જ લીડ લેશે
અમરેલીમાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું-વિકસીત ભારત સંકલ્પ માટે ગુજરાત જ લીડ લેશે
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
પૂજ્ય સંત શ્રી લાલબાપુનું અમદાવાદમાં સફળતાપૂર્વક ઓપરેશન પૂર્ણ
પૂજ્ય સંત શ્રી લાલબાપુનું અમદાવાદમાં સફળતાપૂર્વક ઓપરેશન પૂર્ણ
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Advertisement

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Embed widget