શોધખોળ કરો

ABP-CVoter Opinion Poll: જાણો PM મોદીની કામગીરીથી કેટલા ટકા ખુશ છે ગુજરાતના મતદારો?

ABP-CVoter Opinion Poll: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને પીએમ મોદી એક બાદ એક સભા ગજવી રહ્યા છે. પીએમ મોદીએ ગઈ કાલે ત્રણ સભાઓ ગજવી હતી. આજે પીએમ મોદીએ કચ્છમાં સભા ગજવી છે.

ABP-CVoter Opinion Poll: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને પીએમ મોદી એક બાદ એક સભા ગજવી રહ્યા છે. પીએમ મોદીએ ગઈ કાલે ત્રણ સભાઓ ગજવી હતી. આજે પીએમ મોદીએ કચ્છમાં સભા ગજવી છે. ભલે ગુજરાતમાં ચૂંટણી વિધાનસભાની હોય પરંતુ ચહેરો તો પીએમ મોદી જ છે. ભારતીય જનતા પાર્ટી પણ પીએમ મોદીના ચહેરા પર જ ચૂંટણી લડી રહી છે. આમ પણ ગુજરાત પીએમ મોદીનું હોમ ટાઉન છે અને તેઓએ વર્ષો સુધી ગુજરાતમાં સીએમ તરીકે રહ્યા હતા. તો હવે આપણે એ જાણીશું કે પીએમ મોદીના કાર્યકાળને લોકો કઈ રીતે જોઈ રહ્યા છે. ABP-CVoter દ્વારા એક ઓપિનિયન પોલ કરવામાં આવ્યો હતો. જેમાં ગુજરાતના મતદારો પીએમ મોદીને કેટલા ટકા આપ્યા તે જોઈશું.

ABP-CVoter Opinion Poll: જાણો PM મોદીની કામગીરીથી કેટલા ટકા ખુશ છે ગુજરાતના મતદારો?

પ્રધાનમંત્રી મોદીના પર્ફોમન્સને કેટલા ટકા આપશો?

સારી= 65.3%
સરેરાશ= 14.6%
ખરાબ= 20.1%
ટોટલ= 100%

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના મતદાનમાં હવે માત્ર બે દિવસ બાકી છે. પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બરે રાજ્યની 182 બેઠકોમાંથી 89 બેઠકો પર મતદાન થશે. રાજ્ય આ વખતે ત્રિપાંખીયો જંગ જોવા મળી રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તમામ બેઠકો પર ચૂંટણી લડી રહી છે. પરંતુ ઘણા સર્વેક્ષણોમાં તે સામે આવ્યું છે કે રાજ્યમાં AAPને હળવાશથી ન લેવી જોઈએ.

ગુજરાત વિધાનસભાની 182 બેઠકોમાંથી 89 બેઠકો માટે 1 ડિસેમ્બરે મતદાન છે. તો બાકીની બેઠકો પર 5 ડિસેમ્બરે મતદાન થશે. રાજ્યની તમામ 182 બેઠકોના પરિણામ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. ગુજરાતની સાથે હિમાચલની 68 વિધાનસભા બેઠકોના પરિણામ પણ 8 ડિસેમ્બરે જ આવશે. હાલમાં બંને રાજ્યોમાં ભાજપની સરકાર છે. 

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ પાર્ટીઓ પુરજોશમાં પ્રચાર પ્રસાર કરી રહી છે. પ્રથમ તબક્કાના મતદાનને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે સૌના મનમાં એ જ સવાલ છે કે આ વખતે ક્યા મુદ્દાઓને લઈને ગુજરાતના મતદારો મતદાન કરશે. આ વખતે ચૂંટણીનો સૌથી મોટો મુદ્દો ક્યો છે તેને લઈને પણ ચર્ચાઓ થઈ રહી છે. પેપર ફુટવાથી લઈને મોંઘવારી સુધીના મુદ્દાઓ આ સમયે હાવી જોવા મળી રહ્યા છે. હવે આ કડીમાં ABP-CVoter દ્વારા લોકોનો મિજાજ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. લોકો પાસે જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો કે, તેઓ ક્યા મુદ્દાને ચૂંટણીનો સૌથી મોટો મુદ્દો માને છે. 

આ સમયે ક્યો મુદ્દો સૌથી મહત્વનો છે?

બેરોજગારી= 37.5%
વીજળી/ પાણી/રોડ= 18.2 %
કોરોના સમયે સરકારની કામગીરી= 4.2%
ખેડૂતોના પ્રશ્નો= 13.0%
કાયદો અને વ્યવસ્થા= 2.8%
સરકારી કામમાં ભ્રષ્ટાચાર= 4.5%
રાષ્ટ્રીય મુદ્દા= 2.3%
મોંઘવારી= 4.3%
બીજા મુદ્દા= 13.4%
ટોટલ= 100%

નોંધઃ સી-વોટરે ઓક્ટોબરમાં abp ન્યૂઝ માટે આ સર્વે કર્યો છે. સર્વેના પરિણામો સંપૂર્ણપણે લોકો સાથેની વાતચીત અને તેમના દ્વારા વ્યક્ત કરાયેલા અભિપ્રાય પર આધારિત છે. એબીપી ન્યૂઝ આ માટે જવાબદાર નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'સીઝફાયર નહીં થવા પાછળ રશિયા જવાબદાર...' હવે પુતિન પર ભડક્યા ટ્રમ્પ
'સીઝફાયર નહીં થવા પાછળ રશિયા જવાબદાર...' હવે પુતિન પર ભડક્યા ટ્રમ્પ
JEE Mains સેશન-2નું એડમિટ કાર્ડ જાહેર, એક ક્લિકમાં જાણો ડાઉનલોડ કરવાની પ્રક્રિયા
JEE Mains સેશન-2નું એડમિટ કાર્ડ જાહેર, એક ક્લિકમાં જાણો ડાઉનલોડ કરવાની પ્રક્રિયા
IPL 2025: રાજસ્થાને ચેન્નાઈને રોમાંચક મુકાબલામાં હરાવ્યું, CSKની સતત બીજી હાર
IPL 2025: રાજસ્થાને ચેન્નાઈને રોમાંચક મુકાબલામાં હરાવ્યું, CSKની સતત બીજી હાર
ગુજરાતમાં વાહનચાલકોને મોંઘવારીનો વધુ એક ફટકો, 1લી એપ્રિલથી અનેક ટોલ પ્લાઝા પર ભાવ વધી જશે, જાણો નવા રેટ
ગુજરાતમાં વાહનચાલકોને મોંઘવારીનો વધુ એક ફટકો, 1લી એપ્રિલથી અનેક ટોલ પ્લાઝા પર ભાવ વધી જશે, જાણો નવા રેટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Video: લાલ કપડુ એટલે ખતરાનું નિશાન..રાજકોટ ગોંડલ ચોકડી બ્રિજનો વીડિયો વાયરલHun To Bolish : હું તો બોલીશ : શિકારની શોધમાં વનપ્રાણીHun To Bolish : હું તો બોલીશ : મારે નથી ઘસવા હીરા!Dwarka Video: દ્વારકાના ખંભાળિયામાં હોટેલમાં 2 યુવક અને 2 યુવતીઓ વચ્ચે બબાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'સીઝફાયર નહીં થવા પાછળ રશિયા જવાબદાર...' હવે પુતિન પર ભડક્યા ટ્રમ્પ
'સીઝફાયર નહીં થવા પાછળ રશિયા જવાબદાર...' હવે પુતિન પર ભડક્યા ટ્રમ્પ
JEE Mains સેશન-2નું એડમિટ કાર્ડ જાહેર, એક ક્લિકમાં જાણો ડાઉનલોડ કરવાની પ્રક્રિયા
JEE Mains સેશન-2નું એડમિટ કાર્ડ જાહેર, એક ક્લિકમાં જાણો ડાઉનલોડ કરવાની પ્રક્રિયા
IPL 2025: રાજસ્થાને ચેન્નાઈને રોમાંચક મુકાબલામાં હરાવ્યું, CSKની સતત બીજી હાર
IPL 2025: રાજસ્થાને ચેન્નાઈને રોમાંચક મુકાબલામાં હરાવ્યું, CSKની સતત બીજી હાર
ગુજરાતમાં વાહનચાલકોને મોંઘવારીનો વધુ એક ફટકો, 1લી એપ્રિલથી અનેક ટોલ પ્લાઝા પર ભાવ વધી જશે, જાણો નવા રેટ
ગુજરાતમાં વાહનચાલકોને મોંઘવારીનો વધુ એક ફટકો, 1લી એપ્રિલથી અનેક ટોલ પ્લાઝા પર ભાવ વધી જશે, જાણો નવા રેટ
સ્વામિનારાયણ મંદિરના સ્વામીનો વધુ બફાટઃ બધા ભગવાન સ્વામિનારાયણ ભગવાનના મેનેજર છે...
સ્વામિનારાયણ મંદિરના સ્વામીનો વધુ બફાટઃ બધા ભગવાન સ્વામિનારાયણ ભગવાનના મેનેજર છે...
40 સેકન્ડમાં જમીન પર પડ્યું રોકેટ, યુરોપના સ્પેસ પ્રોજેક્ટને ઝટકો, વીડિયો વાયરલ
40 સેકન્ડમાં જમીન પર પડ્યું રોકેટ, યુરોપના સ્પેસ પ્રોજેક્ટને ઝટકો, વીડિયો વાયરલ
ગેરકાયદેસર લોકો બાદ હેવ વિદ્યાર્થીઓ પર ડોનાલ્ડ ટ્રમ્પની તવાઈ, ધડાધડ વિઝા રદ થઈ રહ્યા છે, ભારતીયો પણ લિસ્ટમાં....
ગેરકાયદેસર લોકો બાદ હેવ વિદ્યાર્થીઓ પર ડોનાલ્ડ ટ્રમ્પની તવાઈ, ધડાધડ વિઝા રદ થઈ રહ્યા છે, ભારતીયો પણ લિસ્ટમાં....
હિમાચલ પ્રદેશમાં ભારે પવનના કારણે મોટી દુર્ઘટના, ઝાડ ગાડી પર પડતા 6 લોકોના મોત    
હિમાચલ પ્રદેશમાં ભારે પવનના કારણે મોટી દુર્ઘટના, ઝાડ ગાડી પર પડતા 6 લોકોના મોત    
Embed widget