Gujarat ABP-CVoter Opinion Poll: ગુજરાત ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી સહિત કયા પરિબળો રહેશે અસરકારક ?
Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના મતદાનમાં હવે માત્ર બે દિવસ બાકી છે. પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બરે રાજ્યની 182 બેઠકોમાંથી 89 બેઠકો પર મતદાન થશે.
![Gujarat ABP-CVoter Opinion Poll: ગુજરાત ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી સહિત કયા પરિબળો રહેશે અસરકારક ? Gujarat ABP-CVoter Opinion Poll: Which of these factors do you think will significantly affect the upcoming assembly election in Gujarat Gujarat ABP-CVoter Opinion Poll: ગુજરાત ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી સહિત કયા પરિબળો રહેશે અસરકારક ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/28/679d303ecfc9480de5cb289f9b820c39166963455917076_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના મતદાનમાં હવે માત્ર બે દિવસ બાકી છે. પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બરે રાજ્યની 182 બેઠકોમાંથી 89 બેઠકો પર મતદાન થશે. રાજ્ય આ વખતે ત્રિપાંખીયો જંગ જોવા મળી રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તમામ બેઠકો પર ચૂંટણી લડી રહી છે. પરંતુ ઘણા સર્વેક્ષણોમાં તે સામે આવ્યું છે કે રાજ્યમાં AAPને હળવાશથી ન લેવી જોઈએ.
શું તમે બીજેપીની આગેવાની હેઠળની રાજ્ય સરકારથી નારાજ છો અને તમે તેને બદલવા માંગો છો?
- નારાજ છીએ અને સરકાર બદલવા માંગીએ છીએ - 43.3ટકા
- નારાજ છીએ પણ સરકાર બદલવા નથી માંગતા – 34.8 ટકા
- નારાજ નથી અને સરકાર નથી બદલવા માંગતા – 21. 9 ટકા
ચૂંટણીમાં તમે કોને મત આપશો
ભાજપ- 54.5 ટકા
- કોંગ્રેસ- 22.4 ટકા
- આપ – 15.2 ટકા
- અન્ય 2.9 ટકા
- કહી ન શકાય – 3.4 ટકા
ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકેના સૌથી પ્રબળ દાવેદાર કોણ ?
- ભુપન્દ્ર પટેલ (ભાજપ) – 38.6 ટકા
- ઈસુદાન ગઢવી (આપ) – 23.6 ટકા
- સી.આર. પાટીલ (ભાજપ) 2.3 ટકા
- હાર્દિક પટેલ 2 ટકા
- અર્જુન મોઢવાડિયા (કોંગ્રેસ) 4.7 ટકા
જાણો PM મોદીની કામગીરીથી કેટલા ટકા ખુશ છે ગુજરાતના મતદારો?
ભલે ગુજરાતમાં ચૂંટણી વિધાનસભાની હોય પરંતુ ચહેરો તો પીએમ મોદી જ છે. ભારતીય જનતા પાર્ટી પણ પીએમ મોદીના ચહેરા પર જ ચૂંટણી લડી રહી છે. આમ પણ ગુજરાત પીએમ મોદીનું હોમ ટાઉન છે અને તેઓએ વર્ષો સુધી ગુજરાતમાં સીએમ તરીકે રહ્યા હતા. તો હવે આપણે એ જાણીશું કે પીએમ મોદીના કાર્યકાળને લોકો કઈ રીતે જોઈ રહ્યા છે. ABP-CVoter દ્વારા એક ઓપિનિયન પોલ કરવામાં આવ્યો હતો. જેમાં ગુજરાતના મતદારો પીએમ મોદીને કેટલા ટકા આપ્યા તે જોઈશું.
પ્રધાનમંત્રી મોદીના પર્ફોમન્સને કેટલા ટકા આપશો?
- સારી= 65.3%
- સરેરાશ= 14.6%
- ખરાબ= 20.1%
ગુજરાત વિધાનસભાની 182 બેઠકોમાંથી 89 બેઠકો માટે 1 ડિસેમ્બરે મતદાન છે. તો બાકીની બેઠકો પર 5 ડિસેમ્બરે મતદાન થશે. રાજ્યની તમામ 182 બેઠકોના પરિણામ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. ગુજરાતની સાથે હિમાચલની 68 વિધાનસભા બેઠકોના પરિણામ 8 ડિસેમ્બરે જ આવશે. બંને રાજ્યોમાં ભાજપની સરકાર છે.
નોંધઃ સી-વોટરે abp ન્યૂઝ માટે આ સર્વે કર્યો છે. સર્વેના પરિણામો સંપૂર્ણપણે લોકો સાથેની વાતચીત અને તેમના દ્વારા વ્યક્ત કરાયેલા અભિપ્રાય પર આધારિત છે. એબીપી ન્યૂઝ આ માટે જવાબદાર નથી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)