શોધખોળ કરો
રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, એપ્રિલની શરુઆતમાં જ કમોસમી વરસાદની આગાહી
રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, એપ્રિલની શરુઆતમાં જ ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી

પ્રતિકાત્મક તસવીર
1/6

અમદાવાદ: રાજ્યના ખેડૂતો માટે ખૂબ જ માઠા સમાચાર સામે આવ્યા છે. એક એપ્રિલથી ત્રણ દિવસ કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે આગામી 1 એપ્રિલથી રાજ્યના વાતાવરણમાં ફેરફાર આવી શકે છે.
2/6

હવામાન વિભાગની આગાહી મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 1 એપ્રિલથી દક્ષિણ ભારતમાં કેરળથી કર્ણાટક મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વરસાદની પ્રબળ શક્યતા છે જેની અસર ગુજરાતમાં પણ થઇ શકે છે. જેથી ગુજરાતના કેટલાક જિલ્લામાં વાદળછાયા વાતાવરણ સાથે કેટલાક વિસ્તારમાં વરસાદ વરસી શકે છે.
3/6

ગુજરાતના વલસાડ, નવસારી, સુરત, નર્મદા,તાપી, અમરેલી,ભાવનગર, છોટા ઉદેપુર, ડાંગ,વલસાડમાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.
4/6

જ્યારે 2 એપ્રિલના રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ,ખેડા,પંચમહાલ,આણંદ,વડોદરા,બોટાદ,અમરેલી,ભાવનગર,ગીર સોમનાથ,છોટા ઉદેપુર,ભરૂચ,નર્મદા,સુરત,તાપી,નવસારી,સંગ,વલસાડ,દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.
5/6

હવામાન વિભાગે 1થી 4 એપ્રિલ સુધી રાજ્યના કેટલાક જિલ્લામાં વાદળછાયા વાતાવરણનું અનુમાન વ્યક્ત કર્યું છે. જેમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાતનો સમાવેશ થાય છે. હવામાન વિભાગના અનુમાન મુજબ 1 એપ્રિલથી 5 તારીખ સુધી વાતાવરણમાં પલટાના કારણે એક કે બે ડિગ્રી તાપમાનમાં ઘટાડો થતાં ગરમીથી રાહત મળી શકે તેમ છે.
6/6

8 એપ્રિલ બાદ રાજ્યમાં ફરી ગરમી જોર પકડતાં રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર અને અમદાવાદમાં તાપમાનનો પાર 40 ડિગ્રીને પાર પહોંચે તેવુ અનુમાન હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે.
Published at : 29 Mar 2025 05:49 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
ગુજરાત
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
