શોધખોળ કરો

રાજ્યની 224 APMCના 3000થી વધુ કર્મચારીઓ માટે ખુશખબર: સરકારે બોનસ આપવાની મંજૂરી આપી, જાણો શરતો

સહકાર મંત્રી જીતુભાઈ વાઘાણીની મોટી જાહેરાત: 40 ટકા ખર્ચની મર્યાદાવાળી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ પોતાના કર્મચારીઓને વધુમાં વધુ 2 પગાર સુધીનું બોનસ કે રહેમ ભથ્થું ચૂકવી શકશે.

gujarat apmc bonus rules: રાજ્યની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ (APMC)માં કામ કરતા કર્મચારીઓ માટે રાજ્ય સરકારે એક બહુ મોટો અને સંવેદનશીલ નિર્ણય લીધો છે. કૃષિ અને સહકાર મંત્રી જીતુભાઈ વાઘાણીએ જાહેરાત કરી છે કે હવેથી APMCના કર્મચારીઓને પણ નિયત શરતોને આધીન બોનસ અને રહેમ ભથ્થું ચૂકવવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ લેવાયેલા આ નિર્ણયથી ગુજરાતની કુલ 224 APMCના 3000થી પણ વધારે કર્મચારીઓને સીધો ફાયદો થવાનો છે. લાંબા સમયથી બોનસ અને ભથ્થાની રાહ જોતા કર્મચારીઓ માટે આ ખરેખર એક મોટા આનંદના સમાચાર છે.

આ બોનસ અને ભથ્થું આપવા માટે સરકારે કેટલીક ચોક્કસ શરતો પણ રાખી છે. મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ અંગે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું કે, જે APMCનો કુલ મહેકમ ખર્ચ 'બજારના નિયમો' પ્રમાણે 40 ટકાની લિમિટમાં રહેતો હશે, માત્ર તે જ APMC પોતાના કર્મચારીઓને બોનસ આપી શકશે. બજાર સમિતિઓમાં નાણાકીય શિસ્ત જળવાઈ રહે તે માટે આ મર્યાદા નક્કી કરવામાં આવી છે. આ શરત પૂરી કરતી સંસ્થાઓ પોતાના કર્મચારીઓને વધુમાં વધુ 2 મહિનાના પગાર જેટલું બોનસ અથવા રહેમ ભથ્થું ચૂકવી શકશે.

નોંધનીય છે કે, ગુજરાત રાજ્ય બજાર સમિતિ કર્મચારી સંઘ (ગાંધીનગર) દ્વારા લાંબા સમયથી સરકારમાં આ અંગે રજૂઆતો કરવામાં આવી રહી હતી. કર્મચારી સંઘે કરેલી આ રજૂઆતો પર મુખ્યમંત્રી સાથે ઉચ્ચ સ્તરે ચર્ચા-વિચારણા કર્યા બાદ આખરે મંજૂરીની મહોર મારવામાં આવી છે. APMCનો વહીવટ અને નાણાકીય સ્થિતિ નબળી ન પડે અને સાથે જ કર્મચારીઓનું પણ ભલું થાય તેવા હેતુથી સરકારે વચગાળાનો એક સકારાત્મક રસ્તો કાઢ્યો છે અને કાયદેસર રીતે બોનસ આપવાની છૂટછાટ આપી છે. જોકે, સરકારે સ્પષ્ટ કર્યું છે કે બોનસ સિવાયની અન્ય વહીવટી શરતો અગાઉ હતી તેવી જ રહેશે, તેમાં કોઈ ફેરફાર કરાયો નથી.

આ પણ વાંચોઃ રાજ્યની 09 APMCમાં ચૂંટણી યોજવાનો રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, જાણો કયા જિલ્લામાં યોજાશે ચૂંટણી?

સરકારની પ્રાથમિકતા હંમેશા APMCના નાણાકીય હિતોની રક્ષા કરવાની સાથે તેમાં કામ કરતા કર્મયોગીઓનું કલ્યાણ કરવાની રહી છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી 3000 જેટલા કર્મચારીઓ અને તેમના પરિવારોમાં ખુશી અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો છે. કર્મચારી સંઘના હોદ્દેદારોએ સરકારના આ કલ્યાણકારી નિર્ણયને ખુલ્લા મને આવકારીને રાજ્ય સરકારનો હૃદયપૂર્વક આભાર માન્યો છે.

આ પણ વાંચોઃ જીતુ વાઘાણીની મોટી જાહેરાત: રાજ્યની 224 APMC ની કાયાપલટ થશે; સરકારે સહાયમાં 100% નો વધારો કર્યો

Frequently Asked Questions

રાજ્ય સરકારે APMC કર્મચારીઓ માટે કયો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે?

રાજ્ય સરકારે APMC કર્મચારીઓને નિયત શરતોને આધીન બોનસ અને રહેમ ભથ્થું ચૂકવવાનો નિર્ણય લીધો છે. આનાથી રાજ્યની 224 APMCના 3000થી વધુ કર્મચારીઓને ફાયદો થશે.

APMC કર્મચારીઓને બોનસ મેળવવા માટેની મુખ્ય શરત શું છે?

APMCનો કુલ મહેકમ ખર્ચ 'બજારના નિયમો' પ્રમાણે 40 ટકાની લિમિટમાં રહેતો હોય, માત્ર તે જ APMC પોતાના કર્મચારીઓને બોનસ આપી શકશે. આનાથી નાણાકીય શિસ્ત જળવાઈ રહેશે.

APMC કર્મચારીઓને વધુમાં વધુ કેટલું બોનસ મળી શકશે?

શરત પૂરી કરતી સંસ્થાઓ પોતાના કર્મચારીઓને વધુમાં વધુ 2 મહિનાના પગાર જેટલું બોનસ અથવા રહેમ ભથ્થું ચૂકવી શકશે.

APMC કર્મચારીઓને બોનસ આપવાનો નિર્ણય કઈ રજૂઆતો બાદ લેવાયો છે?

ગુજરાત રાજ્ય બજાર સમિતિ કર્મચારી સંઘ (ગાંધીનગર) દ્વારા લાંબા સમયથી સરકારમાં આ અંગે રજૂઆતો કરવામાં આવી રહી હતી. આ રજૂઆતો પર ઉચ્ચ સ્તરે ચર્ચા બાદ મંજૂરી અપાઈ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Gujarat Rain: સુરેન્દ્રનગર અને અમદાવાદ-રાજકોટ હાઈવે પર વરસાદી ઝાપટાં, વાતાવરણમાં ઠંડક પ્રસરી
Gujarat Rain: સુરેન્દ્રનગર અને અમદાવાદ-રાજકોટ હાઈવે પર વરસાદી ઝાપટાં, વાતાવરણમાં ઠંડક પ્રસરી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Advertisement

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Embed widget