શોધખોળ કરો

Gujarat Election 2022: CM ભૂપેન્દ્ર પટેલ અને સી. આર. પાટીલ કાલે દિલ્હી જશે,જાણો ક્યારે આવશે ભાજપની પ્રથમ યાદી

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપ-કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. આમ આદમી પાર્ટી દ્વારા આજે ઉમેદવારોની નવમી યાદી બહાર પાડવામાં આવી છે.

Gujarat Election 2022: રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપ-કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. આમ આદમી પાર્ટી દ્વારા આજે ઉમેદવારોની નવમી યાદી બહાર પાડવામાં આવી છે. કૉંગ્રેસે 43 ઉમેદવારોથી પ્રથમ યાદી જાહેર કરી દિધી છે. ભાજપે એક પણ બેઠક પર હજુ સુધી ઉમેદવાર જાહેર કર્યા નથી. ત્યારે હવે સમાચાર આવ્યા છે કે  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ આવતીકાલે દિલ્હી જશે. ભાજપના  ઉમેદવારોના નામ નક્કી કરવા અંગે હાઈકમાંડ સાથે બે દિવસ સુધી ચર્ચા ચાલશે. બે દિવસ બાદ પ્રથમ તબક્કાના ઉમેદવારોના નામની જાહેરાત થઈ શકે છે. મીડિયા રિપોર્ટ અનુસાર અંદાજે બે દિવસ બાદ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થઈ શકે છે. 

ગુજરાતમાં પક્ષ અને ઉમેદવારોના નામ પર કેટલા કરોડનો રમાશે સટ્ટો

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થતા રાજકીય માહોલમાં ગરમાવો આવી ગયો છે. આ સાથે કેટલાક બુકીઓએ પોલિટીકલ સટ્ટાની લાઇન ઓપન કરી છે. જેમાં આજથી ક્યા ઉમેદવારને ટિકિટ મળી શકે છે ? તેને લઇ સટ્ટોડિયાઓ પાસે સટ્ટો બુક કરવાનું શરૂ કર્યું છે. આ સટ્ટામાં હાલના મંત્રી મંડળમાં રહેલા ધારાસભ્યોને રિપીટ કરાશે કે નહી? તેમજ ક્યાં સંભવિત નવા ચહેરાને તક મળી શકે છે? તે બાબતો પર સટ્ટો રમાઇ રહ્યો છે.

ગુજરાત વિધાનસભાના જંગમાં પ્રથમવાર ઝંપલાવી રહેલી આમ આદમી પાર્ટીને કારણે ગુજરાતમાં રાજકીય ગરમાવો છે. માત્ર કોંગ્રેસને જ નહી પણ ભાજપને પણ આમ આદમી પાર્ટીને મળી રહેલા લોકોના પ્રતિભાવને લીધે ચિંતા છે. ત્યારે આ વિધાનસભાની ચૂંટણીમાં ક્યા પક્ષને કેટલી બેઠકો મળશે? કઇ બેઠકો ગુમાવવી પડશે? હાલના ધારાસભ્યોમાંથી કોની ટિકિટ કપાશે ? જેવી બાબતોની ચર્ચા સૌથી વધારે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને અમદાવાદ, સુરત, રાજકોટ, ગાંધીધામ, પાલનપુર, મહેસાણાના ઉંઝાના બુકીઓએ રાજકીય સટ્ટાની નવી લાઇન ખોલી છે. જેમા સટ્ટોડિયાઓ માટે સટ્ટાના પ્રથમ રાઉન્ડમાં ક્યા ઉમેદવારની ટિકિટ કપાઇ શકે છે? ક્યા નવા ઉમેદવારને તક મળી શકે છે? તેને લઇને સટ્ટો શરૂ કર્યો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સટ્ટોડિયાઓ રૂપિયા ૧૦૦ કરોડથી વધારેનો સટ્ટો રમી શકે છે. બુકીઓ માને છે કે ક્રિકેટના ટ્રેડીશનલ સટ્ટાથી આ સટ્ટો અલગ છે અને તેને રમનારો વર્ગ અલગ છે.

આમ આદમી પાર્ટીએ 11મી યાદી જાહેર કરી

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીએ 11મી યાદી જાહેર કરી છે. જેમાં 12 ઉમેદવારો જાહેર કરાયા છે. અલ્પેશ કથીરિયાને વરાછાથી ટિકિટ આપવામાં આવી છે. ઓલપાડથી ધાર્મિક માલવિયાને ટિકિટ ફાળવવામાં આવી છે. ગાંધીધામથી બીટી મહેશ્વરી, દાંતાથી એમકે બોંબાડીયા, પાલનપુરનથી રમેશ નાભાણી, કાંકરેજથી મુકેશ ઠક્કર, રાધનપુરથી લાલજી ઠાકોર, મોડાસાથી રાજેન્દ્રસિંગ પરમાર, રાજકોટ ઈસ્ટથી રાહુલ ભુવા, રાજકોટ વેસ્ટથી દિનેશ જોષી, કુતિયાણાથી ભીમાભાઈ મકવાણા, બોટાદથી ઉમેશ મકવાણા, ઓલપાડથી ધાર્મિક માલવિયાને ટિકિટ મળી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Winter Alert: આગામી 3 દિવસ રહેશે કાતિલ ઠંડીનો ચમકારો, રાજ્યના આ વિસ્તારો બનશે ઠંડાગાર
Winter Alert: આગામી 3 દિવસ રહેશે કાતિલ ઠંડીનો ચમકારો, રાજ્યના આ વિસ્તારો બનશે ઠંડાગાર
Mehsana: મહેસાણામાં ઠંડીના કારણે એકનું મોત, રીક્ષામાંથી મળ્યો મૃતદેહ
Mehsana: મહેસાણામાં ઠંડીના કારણે એકનું મોત, રીક્ષામાંથી મળ્યો મૃતદેહ
Cold Wave:રાજ્યમાં આ તારીખ બાદ પડશે કડકડતી ઠંડી,  અંબાલાલ પટેલે કરી આગાહી, કોલ્ડવેવનું એલર્ટ
Cold Wave:રાજ્યમાં આ તારીખ બાદ પડશે કડકડતી ઠંડી, અંબાલાલ પટેલે કરી આગાહી, કોલ્ડવેવનું એલર્ટ
FIFA World Cup : સાઉદી અરેબિયામાં યોજાશે ફૂટબોલનો મહાકુંભ, મળી ફિફા વર્લ્ડકપની યજમાની
FIFA World Cup : સાઉદી અરેબિયામાં યોજાશે ફૂટબોલનો મહાકુંભ, મળી ફિફા વર્લ્ડકપની યજમાની
Advertisement
ABP Premium

વિડિઓઝ

Delhi Winter :છેલ્લા 14 વર્ષમાં પહેલી વાર ડિસેમ્બર મહિનામાં ઠંડીનું તાપમાન ગયું 5 ડિગ્રી નીચેAmbalal Patel: 22મી ડિસેમ્બર પછી ઠંડી બોલાવી દેશે ભુક્કા, જુઓ અંબાલાલ પટેલની આગાહી| Abp AsmitaGir Somnath : દીપડાની લટકતી હાલતમાં જોવા મળી લાશ, જુઓ વીડિયોમાંHun To Bolish : હું તો બોલીશ : કેમ રઝળ્યા રત્નકલાકાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Winter Alert: આગામી 3 દિવસ રહેશે કાતિલ ઠંડીનો ચમકારો, રાજ્યના આ વિસ્તારો બનશે ઠંડાગાર
Winter Alert: આગામી 3 દિવસ રહેશે કાતિલ ઠંડીનો ચમકારો, રાજ્યના આ વિસ્તારો બનશે ઠંડાગાર
Mehsana: મહેસાણામાં ઠંડીના કારણે એકનું મોત, રીક્ષામાંથી મળ્યો મૃતદેહ
Mehsana: મહેસાણામાં ઠંડીના કારણે એકનું મોત, રીક્ષામાંથી મળ્યો મૃતદેહ
Cold Wave:રાજ્યમાં આ તારીખ બાદ પડશે કડકડતી ઠંડી,  અંબાલાલ પટેલે કરી આગાહી, કોલ્ડવેવનું એલર્ટ
Cold Wave:રાજ્યમાં આ તારીખ બાદ પડશે કડકડતી ઠંડી, અંબાલાલ પટેલે કરી આગાહી, કોલ્ડવેવનું એલર્ટ
FIFA World Cup : સાઉદી અરેબિયામાં યોજાશે ફૂટબોલનો મહાકુંભ, મળી ફિફા વર્લ્ડકપની યજમાની
FIFA World Cup : સાઉદી અરેબિયામાં યોજાશે ફૂટબોલનો મહાકુંભ, મળી ફિફા વર્લ્ડકપની યજમાની
મહેસાણાના વડનગરમાં દીપડો દેખાતા ડરનો માહોલ, જંગલ વિસ્તારમાં મુકાયા પાંજરા
મહેસાણાના વડનગરમાં દીપડો દેખાતા ડરનો માહોલ, જંગલ વિસ્તારમાં મુકાયા પાંજરા
'માફી માંગીએ છીએ કે તમને...', WhatsApp, Facebook, Instagram ડાઉન થવા પર Metaએ શું કહ્યું?
'માફી માંગીએ છીએ કે તમને...', WhatsApp, Facebook, Instagram ડાઉન થવા પર Metaએ શું કહ્યું?
7th Pay Commission: નવા વર્ષે વધશે પગાર, કર્મચારીઓ અને પેન્શનરોને મળશે DAમાં વધારાનો ફાયદો
7th Pay Commission: નવા વર્ષે વધશે પગાર, કર્મચારીઓ અને પેન્શનરોને મળશે DAમાં વધારાનો ફાયદો
મગજ માટે ખતરનાક છે રૂમ હીટર અને બ્લોઅરનો વધુ પડતો ઉપયોગ, આ અંગોને થઇ શકે છે નુકસાન
મગજ માટે ખતરનાક છે રૂમ હીટર અને બ્લોઅરનો વધુ પડતો ઉપયોગ, આ અંગોને થઇ શકે છે નુકસાન
Embed widget