શોધખોળ કરો

Gujarat Election 2022: અરવિંદ કેજરીવાલે ગુજરાતના સરકારી કર્મચારીઓને શું આપ્યો સંદેશ ?

Gujarat Electin 2022: હું ગુજરાતના તમામ સરકારી કર્મચારીઓને ગેરંટી આપું છું કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યાના 1 મહિનાની અંદર જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવશે.

Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. આ દરમિયાન આજે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ગુજરાતના સરકારી કર્મચારીઓને સંદેશ આપ્યો. તેમણે કહ્યું, થોડા સમય પહેલા ગુજરાતના તમામ સરકારી કર્મચારીઓએ જોરદાર આંદોલન કર્યું હતું. ગુજરાતના ઈતિહાસમાં સરકારી કર્મચારીઓનું આવું આંદોલન ક્યારેય બન્યું નથી કે સરકારી કર્મચારીઓને આ રીતે રસ્તા પર આવવાની ફરજ પડી હોય. સરકારી કર્મચારીઓની એક જ માંગ હતી કે જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે.

પરિવર્તન માટે અને આમ આદમી પાર્ટીની સરકાર બનાવવા માટે પ્રેરિત કરોઃ કેજરીવાલ

હું ગુજરાતના તમામ સરકારી કર્મચારીઓને ગેરંટી આપું છું કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યાના 1 મહિનાની અંદર જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવશે. જૂની પેન્શન યોજનાનું નોટિફિકેશન 31મી જાન્યુઆરી પહેલા બહાર પાડવામાં આવશે. અમે પંજાબમાં જૂની પેન્શન યોજના લાગુ કરીને બતાવી છે. ઘણા કામદારો કામચલાઉ ધોરણે કોન્ટ્રાક્ટ પર કાચા કામદારો તરીકે કામ કરી રહ્યા છે. રાજ્યના વાહનવ્યવહાર વિભાગના કર્મચારીઓ, ડ્રાઈવર, કંડક્ટર, પોલીસકર્મીઓ, હોમગાર્ડ, ગ્રામરક્ષક, વીસી, આંગણવાડી કાર્યકરો, આશા વર્કરોને ઓછો પગાર મળે છે. હું તમામ કર્મચારીઓને મળ્યો છું અને તેમની સમસ્યાઓ જાણું છું. મારી તમામ કર્મચારીઓને વિનંતી છે કે તમે અમારી સરકાર બનાવો, હું ખાતરી આપું છું કે હું તમારી બધી સમસ્યાઓનું નિરાકરણ લાવીશ. ચૂંટણીને આડે 5 દિવસ બાકી છે, આ 5 દિવસમાં ફોન કરીને કે વોટ્સએપ દ્વારા કે ઘરે ઘરે જઈને વધુને વધુ લોકોને બદલાવ માટે, પરિવર્તન માટે અને આમ આદમી પાર્ટીની સરકાર બનાવવા માટે પ્રેરિત કરો.

લવિંગજી ઠાકોરે સંતવાણીમાં કર્યો નોટોનો વરસાદ

રાધનપુર ભાજપના ઉમેદવાર લવિંગજી ઠોકોરે સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તેઓ સંતવાણી કાર્યક્રમમાં નોટોનો વરસાદ કરતાં જોવા મળી રહ્યા છે. આમ તેમણે આચાર સંહિતાનો ભંગ કર્યો છે. વારાહી ખાતે બારોટ હસમુખભાઈ મોહનભાઈના માતૃશ્રીના બેસણા પ્રસંગે યોજાયેલા ભજન સંતવાણીના કાર્યક્રમમાં તેમણે આમ કર્યુ હતું. રાધનપુરથી ભાજપે લવિંગજી ઠાકોર, કોંગ્રેસે રઘુભાઈ દેસાઈ અને આમ આદમી પાર્ટીએ લાલજી ઠાકોરને ટિકિટ આપી છે. રાધનપુરમાં ત્રિપાંખીયો જંગ જામશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Love Jihad : સુરતમાં હિન્દુ નામ ધારણ કરી યુવતીને પ્રેમમાં ફસાવી, કરી દીધી પ્રેગ્નન્ટAhmedabad Ambedkar Statue Damage : આંબેડકરની પ્રતિમા ખંડિત | લોકોના ટોળેટોળા ઉમટ્યા, લોકોમાં રોષPMJAY New SOP : ખ્યાતિ હોસ્પિટલકાંડ બાદ સરકારે જાહેર કરી PMJAY માટે નવી SOPRajkot Accident : રાજકોટમાં સિટી બસે માતા-પુત્રને લીધા અડફેટે, બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે
શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે
Embed widget