Gujarat Election 2022 Live : અમરેલી આવું એટલે એમ લાગે કે, જાણે ઘરે આવ્યો છું: PM મોદી
Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાત પર વિજય મેળવવા ત્રણેય પાર્ટી એડી ચોટીનું જોર લગાવી રહી છે.
LIVE
Background
Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાત પર વિજય મેળવવા ત્રણેય પાર્ટી એડી ચોટીનું જોર લગાવી રહી છે. PM મોદી આજે સોમનાથ મહાદેવના દર્શન કર્યાં બાદ સૌરાષ્ટ્રમાં 4 જનસભાને સંબોધશે.
આજે PM મોદી અહીં ગજવશે સભા
- PM મોદી બીજા દિવસે રવિવારે સોમનાથ મંદિરમાં પૂજા કરશે.
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી વેરાવળ, ધોરાજી, અમરેલી અને બોટાદમાં ચાર રેલીઓને સંબોધશે.
- PM મોદી સવારે 11 વાગ્યે વેરાવળમાં, 12:45 વાગ્યે ધોરાજીમાં, બપોરે 2:30 વાગ્યે અમરેલીમાં અને 6:15 વાગ્યે બોટાદમાં રહેશે.
- આ પછી પીએમ મોદી ગાંધીનગર પરત ફરશે અને રાજભવનમાં રાત્રી રોકાણ કરશે.'
- 21 નવેમ્બરે સોમવારે બપોરે 12 વાગ્યે સુરેન્દ્રનગરમાં, બપોરે 2 વાગ્યે જંબુસર અને 4 વાગ્યે નવસારીમાં જનસભા સંબોધશે
- 21 નવેમ્બર, 2022
23 નવેમ્બર, 2022
23 નવેમ્બરે મહેસાણા અને દાહોદમાં જનસભા, વડોદરા અને ભાવનગરમાં જનસભાને સંબોધિત કરશે.
24 નવેમ્બર, 2022
24 નવેમ્બરે પાલનપુરમાં જનસભા કરશે ઉપરાંત, દહેગામ,માતરમાં જનસભા અને અમદાવાદમાં જનસભાને સંબોધિત કરશે.
PM મોદીને આવકારવા માટે આજે વલસાડ જિલ્લા ભાજપના કાર્યકરો અને સંગઠને ખાસ તૈયારીઓ કરી છે. વલસાડની પારડી વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર કનુ દેસાઈએ આજે યોજાનાર રોડ શોના રૂટનું નિરીક્ષણ કર્યું હતું. સાથે જ પીએમ મોદીના રોડ શોને લઈને સુરક્ષા વ્યવસ્થા પર પણ ખાસ ધ્યાન રાખવામાં આવી છે. PM મોદીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને 9 SP, 17 DSP, 40 PI, 90 PSI સહિત 15000 પોલીસ જવાનો તૈનાત રહેશે.
ગુજરાતનો કૃષિ વિકાસ ડબલ ડિજિટમાંઃ પીએમ મોદી
ગુજરાતમાં કૃષિ વિકાસ દર જે માઇનસમાં હતો એ આપણી મહેનતનું પરિણામ આવ્યું કે, આજે ડબલ ડિજિટમાં ગુજરાતનો કૃષિ વિકાસ દર થયો. PM કિસાન સમ્માનનિધિ પાછળ દેશમાં સવા બે લાખ કરોડ રૂપિયાથી વધારે રકમ ખેડૂતોના ખાતામાં જમા છે.
અમરેલી જિલ્લો સમુદ્રી વ્યાપારની અંદર ધમધમતું કેન્દ્ર બનશેઃ પીએમ મોદી
અમરેલી જિલ્લો સમુદ્રી વ્યાપારની અંદર ધમધમતું કેન્દ્ર બનવાનું છે જે ઈતિહાસમાં એક નવું પ્રકરણ તરીકે ઉમેરાશે એનો વિશ્વાસ તમે કરજો.
અમરેલીએ ઉદ્યોગમાં નવી છબી બનાવીઃ પીએમ મોદી
પીપાવાવ પોર્ટ આંતરરાષ્ટ્રીય વેપાર કેન્દ્ર બન્યું છે. અમરેલીએ ઉદ્યોગમાં નવી છબી બનાવી છે.
વિકાસ બોલો એટલે ગુજરાત દેખાય અને ગુજરાત બોલો એટલે વિકાસ દેખાયઃ અમરેલીમાં પીએમ મોદી
ગયા વીસ વર્ષમાં અહીંયાં જે પ્રગતિ થઈ છે એની જે સિદ્ધિઓના આંકડા છે, અહીંના જીવનમાં જે બદલાવ આવ્યો છે એના કારણે તમે વિકાસ બોલો એટલે ગુજરાત દેખાય અને ગુજરાત બોલો એટલે વિકાસ દેખાય...
અમરેલીમાં શું કહ્યું પીએમ મોદીએ
વેરાવળ, ધોરાજી બાજ પીએમ મોદી અમરેલી પહોંચ્યા. જયાં તેમણે કહ્યું અમરેલી આવું એટલે એમ લાગે કે, જાણે ઘરે આવ્યો છું. જીવરાજ મહેતા એવા મુખ્યમંત્રી હતા કે જે અમરેલીના હતા પણ આ મોદી એવો મુખ્યમંત્રી હતો કે અમરેલી જેનું હતું..
અમરેલી આવું એટલે એમ લાગે કે, જાણે ઘરે આવ્યો છું.
— BJP Gujarat (@BJP4Gujarat) November 20, 2022
- પ્રધાનમંત્રી શ્રી @narendramodi જી #કાઠિયાવાડમાં_માત્ર_કમળ pic.twitter.com/KbOdroSZHt