Gujarat Election 2022 LIVE Update: ભાવનગરમાં 551 દિકરીઓના ભવ્ય લગ્નોત્સવમાં પહોંચ્યા PM મોદી
Gujarat Election 2022 LIVE Update: વલસાડમાં PM મોદીએ જંગી જનસભા સંબોધી, બોલ્યા- હું મારો રેકોર્ડ તોડવા માંગુ છું
LIVE
Background
Gujarat Election 2022: પ્રધાનમંત્રી મોદી ગુજરાત પ્રવાસે છે. આ દરમયાન પીએમ મોદીએ વલસાડના નાનાપોંઢા ખાતે જનસભાને સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રીનો ભવ્ય રોડ યોજાયો હતો. બાદમાં ભાવનગરમાં સમુહલગ્નોત્સવમાં હાજરી આપશે. વડાપ્રધાનના રોડ શોમાં લોકોનો પ્રચંડ ઉત્સાહ જોવા મળ્યો હતો. મોદીએ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.
PM મોદીએ સમુહ લગ્નમાં હાજરી આપી
પ્રધાનમંત્રી મોદીએ ભાવનગરમાં યોજાયેલા સમુહ લગ્નમાં હાજરી આપી હતી. મારૂતિ ઈમ્પેક્સ ફાઉન્ડેશને પિતાની છત્રછાયા ગુમાવનાર 551 દિકરીઓ માટે સમુહ લગ્ન યોજ્યા હતા. જવાહર મેદાનમાં યોજાયેલા ભવ્ય સમુહ લગ્ન કાર્યક્રમમાં હાજર રહીને પ્રધાનમંત્રીએ દિકરીઓને આપ્યા આશિર્વાદ.
સમૂહ લગ્નમાં પ્રધાનમંત્રી હાજરી આપશે
ભાવનગરમાં યોજાનાર ભવ્ય સમૂહ લગ્ન સમારોહમાં પ્રધાનમંત્રી મોદી થોડા સયમમાં હાજરી આપશે. પાપાની પરીના નામથી પિતાની છત્રછાયા ગુમાવનાર સર્વજ્ઞાતિય 551 દિકરીઓના ભવ્ય લગ્નોત્સવ 2022નું આયોજન ભાવેણાના આંગણે મારૂતી ઇમ્પેક્ષ ફાઉન્ડેશને કર્યુ છે. જેમા જાનૈયા, કન્યા પક્ષવાળા અને દેશ, વિદેશના ખુણે ખુણેથી લોકો આ પ્રસંગમાં હાજરી આપશે. 551 દીકરીના પિતા બનવાનુ મહાન કાર્ય કરવામાં આવશે તેની સાથે લોકોની સુરક્ષા માટે 20 કરોડનું સુરક્ષા કવચ પણ લેવાયું છે. સભાસ્થળ ફરતાં રસ્તાઓ ઉપર ટ્રાફિક નિયમન જળવાઈ રહે અને ટ્રાફિક સમસ્યા ઉભી ન થાય તે માટે બપોરના 3 વાગ્યાથી રાતના રાતના 8 વાગ્યા સુધી કેટલાક રસ્તાઓ પર વાહન પ્રવેશબંધી જાહેર કરાઇ છે.
નફરત ફેલાવનાર લોકોને ગુજરાત ક્યારેય સ્વીકારતું નથી
નફરત ફેલાવનાર લોકોને ગુજરાત ક્યારેય સ્વીકારતું નથી. વલસાડમાં પ્રધાનમંત્રી મોદીએ વિરોધીઓને આડે હાથ લીધા હતા.
A ફોર આદિવાસી
PM મોદીએજનસભા સંબોધી કહ્યું, મારા માટે A ફોર આદિવાસી, મારી ABCD જ શરૂ થાય A FOR આદિવાસી. સાંજે જમવાના ટાઈમે પણ વીજળી નહોતી આવતી તેના બદલે આજે ગુજરાતમાં 24 કલાક વીજળી આવે છે. ગુજરાતના આદિવાસી વિસ્તારમાં અમે દિકરીઓને ભણાવવાનું બીડું ઉઠાવ્યું છે.
PM મોદીએ જંગી જનસભા સંબોધી
PM મોદીએ જંગી જનસભા સંબોધી કહ્યું, ચૂંટણી જાહેર થયા બાદ પ્રથમ કાર્યક્રમ આદિવાસી વિસ્તારમાં રાખ્યો છે તે બાબતનો મને ગર્વ છે. આ વખતે મારે મારા જ બધા રેકોર્ડ તોડવા છે.