(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat Election 2022: તાલાલામાં પરંપરાગત વેશભૂષામાં સજ્જ સીદી મતદારોએ કર્યુ મતદાન, જુઓ તસવીરો
Gujarat Election 2022: તાલાલા વિધાનસભા મતવિસ્તારના માધુપુરમાં ઉભા કરાયેલા ‘વસુધૈવ કુટુમ્બકમ’ મતદાન મથક ખાતે પણ સીદી સમુદાયના મતદારોએ પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
Gujarat Elections: વિધાનસભાના મહાપર્વમાં ભાગીદારી નોંધાવવા માટે મતદારોની કતાર લાગી છે ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર રાજદેવસિંહ ગોહીલના માર્ગદર્શન હેઠળ ગીર સોમનાથ જિલ્લાના 91-તાલાલા વિધાનસભા મતવિસ્તારના માધુપુરમાં ઉભા કરાયેલા ‘વસુધૈવ કુટુમ્બકમ’ મતદાન મથક ખાતે પણ સીદી સમુદાયના મતદારોએ પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. લોકશાહીના મહાપર્વમાં સર્વ પોતાનું યોગદાન આપે એવા હેતુથી તૈયાર કરાયેલું આ વિશિષ્ટ મતદાન મથક આફ્રિકાથી આવીને વસેલા એવા સીદી સમુદાયની સંસ્કૃતિ દર્શાવતું ‘વસુધૈવ કુટુમ્બકમ’ મતદાન મથક માધુપુર ખાતે તૈયાર કરવામાં આવ્યું છે.
આ વિશિષ્ટ મતદાન મથકના એક મંડપમાં સીદી સમાજને લગતા વાદ્યો, તેમની સંસ્કૃતિ સાથે જોડાયેલા ચિહ્નો અને વસ્તુઓ સજાવવામાં આવી છે. અન્ય મતદારો પણ સીદી સમાજના સદીઓ જૂના ભવ્ય ભૂતકાળની ઝલક જોઈ શકે તે માટે આમ કરવામાં આવ્યું છે.
Proud Voters from the Siddi Community casting their #Vote at polling booths set up by #ECI in Madhupur Jambur in Gir Somnath district. #GujaratElections2022. #NoVoterToBeLeftBehind #GujaratAssemblyPolls#EveryVoteMatters pic.twitter.com/KK5WN3YcrJ
— Election Commission of India #SVEEP (@ECISVEEP) December 1, 2022
સુરતમાં પ્રથમ વખત મત આપવા ઘોડા પર સવાર થઈ પહોંચ્યા મતદાન મથક
સુરતમાં પ્રથમ વખત મતદાન કરવાના યુવાનો અલગ અંદાજમાં મતદાન કરવા પહોંચ્યા હતા. સુરતના બે નવા મતદાતાઓએ લોકોને આકર્ષિત કર્યા છે. પ્રથમ વખત મતદાન કરવા નવા મતદાતાઓ ઘોડા પર સવાર થઈ મતદાન મથક સુધી પહોંચ્યા હતા. પાર્થ ચોકસી અને દેવનાશી ચોકસી ઘોડા પર સવાર થઈ મતદાન કરવા પહોંચ્યા હતા. અન્ય મતદાતાઓને મતદાન કરવાનો સંદેશ આપ્યો હતો.
આ જગ્યાએ મતદાન જાગૃતિ માટે ખાસ ઓફર, ગાઠીયા-ભજીયા સાથે જલેબી ફ્રી
પોરબંદરમાં મતદાન જાગૃતિને લઈ વેપારી અને તબીબો પણ મેદાને આવ્યા છે. મતદાતાઓ માટે ખાસ ઓફર રાખવામા આવી હતી.પોરબંદરમાં આજે વિધાનસભાની ચુંટણી યોજાઈ હતી. પોરબંદર વિધાનસભા બેઠકમાં સૌથી વધારે મતદાન થાય તે માટે પોરબંદરના ખાણીપીણીના ધંધાર્થીઓએ ખાસ ઓફર રાખી હતી. જાણીતા કનુભાઈ ગાંઠીયા અને ભજીયાવાળા દ્વારા જે મતદાર મતદાન કરીને આવે તેમને ગાઠીયા અને ભજીયાની પ્લેટ સાથે જલેબીની પ્લેટ ફ્રી આપવામા આવી હતી. તો શિવા બેકર્સ દ્વારા જે મતદાતા મતદાન કરી અને તેમની શોપ ઉપર આવે તેમને પેસ્ટ્રી ખવડાવી અને મીઠુ મોઢુ કરાવવામા આવ્યુ હતુ. વેપારીઓ એવુ જણાવ્યું હતુ કે લોકશાહીના પર્વની ઉજવણી લોકો આનંદ અને ઉત્સાહ સાથે કરે તે માટે આ ખાસ ઓફર મુકવામા આવી હતી. તો બીજી તરફ પોરબંદરના મનન ટેસ્ટ ટયુબ બેબી અને ડેન્ટલ હોસ્પીટલ દ્વારા મતદાન જગૃતિ્ને ખાસ ઓફર આપવામાં આવી હતી. જે દર્દી મતદાન કર્યાનુ નિશાન દેખાડશે તેમને એક સપ્તાહ સુધી એકઅપ ફ્રી કરી આપવા માટેની ખાસ ઓફર આપી છે. તેમને સારો એવો પ્રતિસાદ મળ્યો હતો. પોરબંદરમાં આજે મતદાનના દીવસે લોકોમાં પણ એનરો ઉત્સાહ જોવા મળ્યો હતો. તો બીજી તરફ મતદાન જગૃતિના અભિાયાનમાં વેપરીઓ અને તબીબો પણ જોડાયા હતા.