Gujarat Assembly Election Result: ભાજપ ધારાસભ્ય દળની બેઠક આવતીકાલે મળશે, રાજ્યપાલે મુખ્યમંત્રીનું રાજીનામું સ્વીકાર્યું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યપાલને રાજીનામું સોંપ્યું છે. ભૂપેન્દ્ર પટેલ કેરટેકર મુખ્યમંત્રી તરીકે યથાવત રહેશે.
ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યપાલને રાજીનામું સોંપ્યું છે. ભૂપેન્દ્ર પટેલ કેરટેકર મુખ્યમંત્રી તરીકે યથાવત રહેશે. પક્ષ તરફથી સરકાર રચવાનો દાવો કર્યો હતો. સ્પષ્ટ બહુમતી હોવાથી પક્ષ તરફથી સી.આર.પાટીલે સરકાર રચવાનો દાવો કર્યો હતો.
Chief Minister of Gujarat Bhupendra Patel submits the resignation of his government to Governor Acharya Devvrat. #GujaratElectionResult https://t.co/hcxor7YhyI pic.twitter.com/88e5lZnFRb
— ANI (@ANI) December 9, 2022
પંકજ દેસાઇએ કહ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું રાજીનામું રાજ્યપાલે સ્વીકારી લીધું છે. ભાજપ ધારાસભ્ય દળની બેઠક આવતીકાલે મળશે
BJP's Bhupendra Patel arrives at the Raj Bhavan in Gandhinagar to tender his resignation as the Chief Minister of Gujarat.
— ANI (@ANI) December 9, 2022
BJP swept the recently-held #GujaratElections2022 and won 156 of the total 182 seats. pic.twitter.com/yehpZJN9HT
શપથવિધીનો સમય નક્કી કરવા કાલે બપોરે બે વાગ્યે મળવાનો સમય માંગવામાં આવ્યો છે. મુખ્યમંત્રીની સાથે કેટલા મંત્રીઓ શપથ લેશે તે પણ કાલે નક્કી થઇ જશે.
ધારાસભ્ય દળના નેતા નક્કી થતા જ મુખ્યમંત્રીનું નામ રાજ્યપાલને કાલે બે વાગ્યે મોકલાશે. મુખ્યમંત્રીનું નામ નક્કી થયા બાદ મુખ્યમંત્રી તરફથી મંત્રીઓના નામની યાદી પણ રાજ્યપાલને મોકલાશે. સૂત્રોના મતે અગાઉની ભૂપેન્દ્ર પટેલ સરકારના 12થી વધુ મંત્રીઓને પડતા મુકવામાં આવ્યા છે.
પંકજ દેસાઇએ કહ્યું હતું કે આવતીકાલે ગાંધીનગર કમલમ કાર્યાલય ખાતે ધારાસભ્યદળની બેઠક મળશે. ધારાસભ્ય દળની બેઠકમાં મુખ્યમંત્રીના નામનો પ્રસ્તાવ રખાશે. ગાંધીનગરમાં નવી સરકાર બનાવવાની કવાયત તેજ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજીનામું આપશે. રાજ્યપાલને મળીને તેઓ રાજીનામું સોંપશે. ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળમાં જ્ઞાતિ-જાતિ નહી પરંતુ લાયકાતના આધારે પ્રાધાન્ય અપાશે. શપથવિધિ સમારોહ 12 ડિસેમ્બરે યોજાશે. ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ પર શપથવિધી કાર્યક્રમની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શપથવિધી કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે જ ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ શપથવિધી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ગુજરાત વિધાનસભાની 182 બેઠકોમાંથી ભાજપે 156, કોગ્રેસે 17, આમ આદમી પાર્ટીએ પાંચ અને અન્યએ ત્રણ અને સમાજવાદી પાર્ટીએ એક બેઠક જીતી હતી