શોધખોળ કરો

જૂનાગઢમાં ભડકાઉ ભાષણ મુદ્દે ATSએ મુંબઈથી મૌલાના મુફ્તી સલમાન અઝહરીની અટકાયત કરી 

ગુજરાત ATSએ મુસ્લિમ ધર્મગુરુ મૌલાના મુફ્તી સલમાન અઝહરીની અટકાયત કરી છે. તેમની સામે હેટ સ્પીચ ફેલાવવા મામલે કાર્યવાહી કરવામાં આવી છે.

અમદાવાદ: ગુજરાત ATSએ મુસ્લિમ ધર્મગુરુ મૌલાના મુફ્તી સલમાન અઝહરીની અટકાયત કરી છે. તેમની સામે હેટ સ્પીચ ફેલાવવા મામલે કાર્યવાહી કરવામાં આવી છે.  મુંબઈના ઘાટકોપર વિસ્તારમાંથી અટકાયત કરવામાં આવી છે.  જૂનાગઢની નરહરી સ્કૂલમાં સભા યોજાઈ હતી. સભામાં ભડકાઉ ભાષણ કરવા બદલ કાર્યવાહી કરવામાં આવી છે.  મુસ્લિમ ધર્મગુરુ મૌલાના મુફ્તી સલમાન અઝહરીએ બુધવારે જૂનાગઢમાં એક કાર્યક્રમમાં ભડકાઉ ભાષણ આપ્યું હતું. તેમના ભાષણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. તેમને મુંબઈના ઘાટકોપર વિસ્તારમાંથી અટકાયતમાં લેવામાં આવ્યા હતા અને ધરપકડની પ્રક્રિયા પણ ચાલી રહી છે.

પોલીસ પાસેથી માહિતી અનુસાર, મૌલાના મુફ્તીને હાલ ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું કે તેમની વિરુદ્ધ કલમ 153A, 505, 188 અને 114 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

મુસ્લિમ ધર્મગુરુ મૌલાના મુફ્તી સલમાન અઝહરીએ બુધવારે જૂનાગઢમાં એક કાર્યક્રમમાં ભડકાઉ ભાષણ આપ્યું હતું. તેમના ભાષણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ પછી, મૌલાના મુફ્તી અને કાર્યક્રમના સ્થાનિક આયોજકો મહમદ યુસુફ,અજીમ હબીબ તેમજ મૌલાના સલમાન સામે ફરિયાદ સામે એફઆઈઆર નોંધવામાં આવી હતી. ધાર્મિક ભાષણના બહાને કોમી એકતા ભંગ કરી જાહેર સુલેહ શાંતિનો ભંગ કરવાના ઇરાદે ભડકાઉ ભાષણ કર્યું હતું. ઉશ્કેરણીજનક ભાષણ કરી મંજુરી કરતા વધુ સમય સુધી સભા ચાલુ રાખી હતી.  પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.  

જૂનાગઢ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાએ જણાવ્યું હતું કે, “મૌલાના મુફ્તીએ બુધવારની રાત્રે જૂનાગઢમાં ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશન પાસેના ખુલ્લા મેદાનમાં આયોજિત એક કાર્યક્રમમાં આ ભાષણ આપ્યું હતું.” તેનો વીડિયો વાયરલ થયા બાદ, મુફ્તી સહિત બંને આયોજકો સામે ભારતીય દંડ સંહિતાની કલમ 153B (વિવિધ ધાર્મિક જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવી) અને 505 (2) હેઠળ FIR નોંધવામાં આવી હતી.”

બે વ્યક્તિઓની ધરપકડ કરાઈ 

આ કેસમાં મલિક અને હબીબની ધરપકડ થઈ ચૂકી છે. વ્યસન મુક્તિ અંગે જાગૃતિ ફેલાવાશે તેમ કહીને પોલીસ પાસેથી કાર્યક્રમનું આયોજન કરવાની પરવાનગી લેવામાં આવી હતી. પોલીસે કહ્યું કે, તેના બદલે  વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. હવે ગુજરાત ATSએ મૌલાના મુફ્તી સલમાન અઝહરીને મુંબઈથી કસ્ટડીમાં લીધા છે.  

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial
            
About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ
Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ
Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો

Embed widget