શોધખોળ કરો

Rain Data: ઉતર ગુજરાતમાં સાંબેલાધાર વરસાદ પડતા જળબંબાકાર, રાજ્યમાં સરેરાશ 19.56 ટકા વરસાદ પડ્યો

Gujarat Weather: રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તા.૦૩/૦૭/૨૦૨૪ના રોજ સવારે ૬.૦૦ કલાક પુરા થતા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૮૮ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે.

Gujarat Rain Data: રાજ્યમાં વરસાદે ૨૬ જુનથી પધરામણી કરી છે ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં ઉતર ગુજરાતમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. ઉતર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના લખાણી તાલુકામા ૨૭૦ મિ.મી એટલે કે  ૧૦.૮ ઇંચ, મહેસાણામાં ૯૮ મિ.મી એટલે કે ૩.૯૨ ઇંચ અને બેચરાજીમાં ૯૬ મિ.મી એટલે કે ૩.૮૪ ઇંચ વરસાદ નોંધાયો છે.  ગુજરાત રાજ્યમાં ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ ૧૯.૫૬ ટકા વરસાદ નોંધાયો છે.         

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તા.૦૩/૦૭/૨૦૨૪ના રોજ સવારે ૬.૦૦ કલાક પુરા થતા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૮૮ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેમાં ૦૭ તાલુકાઓ એવા છે કે જેમાં ૦૩ ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.      

ઉતર ગુજરાતમાં સૌથી વધુ વરસાદ લખાણી તાલુકામાં ૨૭૦ મિ.મી એટલે કે ૧૦.૮ ઇંચ વરસાદ વરસ્યો છે. મહેસાણા તાલુકામાં ૯૮ મિ.મી એટલે કે ૩.૯૨ ઇંચ વરસાદ વરસ્યો છે જયારે બેચરાજી તાલુકામાં ૯૬ મિ.મી એટલે કે ૩.૮૪ ઇંચ, બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં ૯૨ મિ.મી એટલે કે ૩.૬૮ ઇંચ, વાવ તાલુકામાં ૭૯ મિ.મી  એટલે કે ૩.૧૬ ઇંચ, સુઈગામ તાલુકામાં ૭૭ મિ.મી એટલે કે ૩.૦૮ ઇંચ વરસાદ વરસ્યો છે.

આ ઉપરાંત મોડાસા તાલુકામાં ૭૨ મિ.મી, વઘઈ તાલુકામાં ૬૫ મિ.મી, વાંસદા તાલુકા ૬૨ મિ.મી, સિદ્ધપુર તાલુકામાં ૬૧ મિ.મી, બાલાસિનોર તાલુકામાં ૬૧ મિ.મી, થરાદ તાલુકામાં ૬૦ મિ.મી, ડોલવન તાલુકામાં ૫૬ મિ.મી, ફતેહપુરા તાલુકામાં ૫૨ મિ.મી, ઊંઝા તાલુકામાં ૪૯ મિ.મી મળીને કુલ ૯ તાલુકામાં બે ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે.        

આ ઉપરાંત ઓલપાડ, ચાણસમા, સરસ્વતી તાલુકામાં ૪૭ મિ.મી, નવસારી તાલુકામાં ૪૬ મિ.મી, અને ખેરગામ, જલાલપોર, ડાંગ આહવા તાલુકામાં ૪૫ મિ.મી, હિંમતનગર અને પાટણ તાલુકામાં ૪૩ મિ.મી, જોટાણા અને કપડવંજ તાલુકામાં ૪૨ મિ.મી, લુણાવાડા તાલુકામાં ૪૧ મિ.મી, દેત્રોજ  રામપુરા તાલુકામાં ૪૦ મિ.મી, સંજેલી તાલુકામાં ૪૦ મિ.મી અને તલોદ તાલુકામાં ૩૯ મિ.મી  મળીને કુલ ૧૫ તાલુકાઓમાં  દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે.           

અત્રે ઉલ્લેખનીય છે કે, ઝાલોદ, વાલોદ, વ્યારા, પાલનપુર, પ્રાંતિજ, વડનગર, સંતરામપુર, અમદાવાદ સીટી, કઠલાલ, મળીને કુલ ૯ તાલુકાઓમાં એક ઇંચથી વધુ જયારે સાણંદ, મેઘરાજ, દસાડા, વાપી, વિસનગર, કાંકરેજ, ખેડબ્રહ્મા, બારડોલી, વિજાપુર, માંડલ, ધરમપુર, પાલીતાણા, ભિલોડા, અંકલેશ્વર, કપરાડા, દાંતા, ધાનેરા, પારડી, કામરેજ, ધનસુરા, દહેગામ, વિરમગામ, વડગામ, હારીજ, માણસા, રાધનપુર, અંજાર, વાલીયા, વસો, અને મહુધા મળીને કુલ ૩૦ તાલુકાઓમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Rain updates: ગુજરાતમાં 24 કલાકમાં 119 તાલુકામાં વરસાદ, પંચમહાલના શહેરામાં 5.43 ઈંચ વરસાદ
Rain updates: ગુજરાતમાં 24 કલાકમાં 119 તાલુકામાં વરસાદ, પંચમહાલના શહેરામાં 5.43 ઈંચ વરસાદ
આગામી 2 દિવસ ભારે વરસાદ તૂટી પડશે! હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
આગામી 2 દિવસ ભારે વરસાદ તૂટી પડશે! હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
વોટ્સએપ પરથી ઘરે બેઠા જ બનાવી શકો છો આયુષ્યમાન કાર્ડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા?
વોટ્સએપ પરથી ઘરે બેઠા જ બનાવી શકો છો આયુષ્યમાન કાર્ડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા?
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Embed widget