Gujarat board 10th result 2023 live updates: અમદાવાદમાં પિતા અને પુત્રએ એક સાથે પાસ કરી ધોરણ 10ની પરીક્ષા
ગુજરાત બોર્ડ SSC ધોરણ 10નું પરિણામ આજે જાહેર કરાશે
LIVE

Background
રાજકોટની દીકરીએ પેપર અધૂરું રહી ગયું હતું છતાં મેદાન માર્યું
રાજકોટની દીકરીએ પેપર અધૂરું રહી ગયું હતું છતાં મેદાન માર્યું હતું. ગણિતના પેપરમાં સપલી ખૂટી ગઈ હતી ત્યારે અનેક વિદ્યાર્થીઓને પેપર લખવાનું બાકી રહી ગયું હતું. જિલ્લા શિક્ષણ અધિકારી અને સરકારને પણ જાણ કરી હતી પરંતુ વિદ્યાર્થીઓને ન્યાય મળ્યો ન હતો. રાજકોટની મોદી સ્કૂલમાં અભ્યાસ કરનાર રિયા શાહને 93 પીઆર આવ્યા હતા.
રાજકોટની ભરાડ સ્કૂલમાં ગણિતના પેપરમાં સપલી ખૂટી ગઈ હતી અને 15 માર્કસનું પેપર બાકી રહી ગયું હતું.
અમદાવાદમાં પિતા અને પુત્રની જોડીએ ધોરણ 10 બોર્ડની પરીક્ષા પાસ કરી હતી
ધોરણ 10 ગુજરાત બોર્ડનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદમાં પિતા અને પુત્રની જોડીએ ધોરણ 10 બોર્ડની પરીક્ષા પાસ કરી હતી. પુત્ર યુવરાજ સિસોદિયાએ 79 ટકા તો પિતા વીરભદ્ર સિસોદિયાએ 45 ટકા હાંસલ કર્યા હતા. દીકરાને પરીક્ષાની તૈયારીઓ કરતા પિતાને પરીક્ષા આપવાની પ્રેરણા મળી હતી.
બીજી તરફ જૂડવા બહેનોએ પણ એક સાથે ધોરણ 10 ની પરીક્ષા પાસ કરી હતી. ભાવસાર આર્ચીએ 68 ટકા તો આરવીએ 84 ટકા મેળવ્યા હતા. પિતા- પુત્ર અને જૂડવા બહેનો નિર્ણયનગરની નેસ્ટ સ્કૂલમાં અભ્યાસ કરે છે.
અમદાવાદમાં વિદ્યાર્થીઓએ ઉજવણી કરી
ધોરણ 10 નું પરિણામ જાહેર થતા અમદાવાદમાં વિદ્યાર્થીઓએ ઉજવણી કરી હતી. ગુરુકુલ વિસ્તારની HB કાપડિયા સ્કૂલના વિદ્યાર્થીઓ ઢોલના તાલે ગરબા રમી ઉજવણી કરી હતી. વિદ્યાર્થીઓની સાથે વાલીઓ પણ વિદ્યાર્થીઓની ખુશીમાં જોડાયા હતા. શાળા તરફથી વિદ્યાર્થીઓનું મોં મીઠું કરાવવામાં આવ્યું હતું.
ધોરણ 10ના પરિણામમાં ચોંકાવનારા આંકડા આવ્યા સામે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે સવારે 8 વાગ્યે બોર્ડની વેબસાઈટ પર ધો. 10નું પરિણામ (SSC Result) જાહેર કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ વોટ્સએપ પર પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પણ પરિણામ જાણી શકશે. ગુણ ચકાસણીની અરજી ઓનલાઇન કરવાની રહેશે.
ધોરણ 10નું બોર્ડની પરીક્ષાનું 64.62 ટકા પરિણામ જાહેર. વર્ષ 2022માં 65.18 ટકા પરિણામ આવ્યું હતું. વર્ષ 2022ની સરખામણીએ 0.56 ટકા પરિણામ ઘટયું છે.
ક્યા વિષયમાં કેટલા વિદ્યાર્થીઓ થયા નાપાસ
- ધોરણ 10માં વિજ્ઞાન વિષયમાં સૌથી વધુ 237221 વિદ્યાર્થીઓ નાપાસ થયા
- ધોરણ 10માં બેઝિક મેથ્સમાં 193624 વિદ્યાર્થીઓ નાપાસ થયા
- ધોરણ 10માં સામાજિક વિજ્ઞાનમાં 97227 વિદ્યાર્થીઓ નાપાસ થયા
- ધોરણ 10માં ગુજરાતી FL વિષયમાં 96286 વિદ્યાર્થીઓ નાપાસ થયા
- ધોરણ 10માં ઈંગ્લીશ SL વિષયમા 95544 વિદ્યાર્થીઓ નાપાસ થયા
- ધોરણ 10માં હિન્દી SL વિષયમાં 40906 વિદ્યાર્થીઓ નાપાસ થયા
- ધોરણ 10માં સંસ્કૃત SL વિષયમા 34183 વિદ્યાર્થીઓ નાપાસ થયા
- ધોરણ 10માં ગુજરાતી SL વિષયમાં 11258 વિદ્યાર્થીઓ નાપાસ થયા
- ધોરણ 10માં ઇંગ્લિશ FL વિષયમાં 4396 વિદ્યાર્થીઓ નાપાસ થયા
- ધોરણ 10માં સ્ટાન્ડર્ડ મેથ્સ વિષયમાં 3930 વિદ્યાર્થીઓ નાપાસ થયા
- ધોરણ 10માં હિન્દી FL વિષયમાં 1666 વિદ્યાર્થીઓ નાપાસ થયા
રાજકોટ જિલ્લાનું ધોરણ 10 નું પરિણામ 72.74 ટકા
રાજકોટ જિલ્લામાં ધોરણ 10નું પરિણામ 72.74 ટકા રહ્યું હતું. જિલ્લાના કુલ વિદ્યાર્થીઓ 38700 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. 843 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યો છે જ્યારે 4329 વિદ્યાર્થીઓને A2 ગ્રેડ મળ્યો છે. રાજકોટની અલગ અલગ સ્કૂલમાં સેલિબ્રેશન કરાયું હતું. વિદ્યાર્થીઓ અને શિક્ષકો ગરબે રમ્યા હતા.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
