Gujarat assembly Budget Session 2021: ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું બજેટ, 2.27 લાખ કરોડનું બજેટ રજૂ
નાણાંમંત્રીના પટારામાંથી શું ખુલશે તેના પર સૌની નજર મંડાઈ છે. કોરોના કાળને લઈ આ વખતેનું બજેટ પેપરલેસ રહેશે.
LIVE
Background
રાજ્ય સરકાર આજે 2021-22ના નાણાંકીય વર્ષનું બજેટ વિધાનસભામાં રજૂ કરશે. નાણાં મંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આજે નવમી વાર બજેટ રજૂ કરશે. આ બજેટમાં આરોગ્ય સેવા પર વધુ ભાર મુકાઈ શકે છે.
આરોગ્યની માળખાકીય સુવિધાઓ પર ભાર મુકાશે. સાથે જ આ વખતના બજેટમાં નાના અને મધ્યમ ઉદ્યોગો પર ફોકસ કરવામાં આવે તેવી ધારણા રાખવામાં આવી રહી છે. ગુજરાતના અર્થતંત્રને વેગ આપવાની સાથે મહત્તમ રોજગારી નિર્માણ થાય તેના પર આ બજેટના માધ્યમથી ફોકસ કરવામાં આવે તેવી શક્યતા છે.
તેવી જ રીતે નાના નાના એકમો વધુ સારી રીતે ઔદ્યોગિક કામગીરી કરી શકે તે માટે તેમને જોઈતી સુવિધાઓ તત્કાળ મળી રહે તેવી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવે તેવી ધારણા રાખવામાં આવી રહી છે.
નાણાંમંત્રીના પટારામાંથી શું ખુલશે તેના પર સૌની નજર મંડાઈ છે. કોરોના કાળને લઈ આ વખતેનું બજેટ પેપરલેસ રહેશે. એપની મદદથી ઓનલાઈન બજેટ જોઈ શકાશે. બજેટ અને સંબંધિત અહેવાલોનું ડિજિટલ પ્રકાશન થવાથી કાગળના વપરાશમાં 80 ટકા જેટલો ઘટાડો થશે. નીતિન પટેલ આ વખતે 9મી વખત બજેટ રજૂ કરશે. સૌથી વધુ 18 વખત બજેટ રજૂ કરવાનો પૂર્વ નાણામંત્રી વજુભાઈ વાળાના નામે રેકોર્ડ છે. જે હાલ કર્ણાટકના રાજ્યપાલ છે.