શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
કૉંગ્રેસે ગુજરાત વિધાનસભાની પાંચ બેઠકો માટે જાહેર કર્યા ઉમેદવાર? જાણો કોને કઇ બેઠક પરથી મળી ટિકિટ?
કોગ્રેસે ગુજરાત વિધાનસભાની પાંચ બેઠકો માટે જાહેર કર્યા ઉમેદવાર? જાણો કોને કઇ બેઠક પરથી મળી ટિકિટ?
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને કૉંગ્રેસે આઠ બેઠકો પૈકી પાંચ બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. મોરબી,ધારી, કરજણ,અબડાસા અને ગઢડા બેઠક પરથી કૉંગ્રેસે ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા.
મોરબી બેઠક પરથી જયંતિ જયરાજને ટિકિટ આપવામાં આવી છે. ધારી બેઠક પરથી કૉંગ્રેસે સુરેશ કોટડિયાને ટિકિટ આપી છે. ગઢડા બેઠક પરથી મોહન સોલંકીના નામની જાહેરાત કરી છે.
કરજણ બેઠક પરથી કિરિટસિંહ જાડેજા, અબડાસા બેઠક પરથી શાંતિલાલ સેંઘાણીના નામની જાહેરાત કરી છે.
ડાંગ, કપરાડા અને લીંબડી બેઠકો પર કૉંગ્રેસે હજુ સુઘી ઉમેદવારોના નામ જાહેર નથી કર્યા.
8 બેઠકો પર ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી 3 નવેમ્બરે યોજાશે. 9 ઓક્ટોબરથી ઉમેદવારી માટે ફોર્મ ભરી શકાશે. 16 ઓક્ટોબર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. તો 19 ઓક્ટોબર ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ છે. જ્યારે 3 નવેમ્બરે મતદાન થશે અને 10 નવેમ્બરે પરિણામ જાહેર થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
સમાચાર
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion