શોધખોળ કરો
Advertisement
સુરેન્દ્રનગરઃ લીંબડીમાં પેટાચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભંગાણ, કોણ કોણ જોડાયું ભાજપમાં? જાણો વિગત
કોંગ્રેસ દ્વારા ઉમેદવારની જાહેરાત પહેલા જ લીંબડી કોંગ્રેસનાં અમુક કાર્યકર્તાઓ અને સ્થાનિક આગેવાનો ભાજપમા જોડાયા છે. કિરીટસિંહ રાણા ફોર્મ ભરે તે પહેલા કોંગ્રેસના સ્થાનિક આગેવાનો ભાજપમાં જોડાયા છે.
સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં આગામી 3 નવેમ્બરે 8 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે. મોરબી બેઠક પર પણ પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે. સોમાભાઈ કોળી પટેલે ધારાસભ્યપદેથી રાજીનામું આપતા ખાલી પડેલી લીંબડી બેઠક પર પણ ચૂંટણી યોજાઇ રહી છે. આ બેઠક પર ભાજપમાંથી કિરીટસિંહ રાણાને ટિકિટ આપવામાં આવી છે. જોકે, હજુ સુધી કોંગ્રેસ દ્વારા આ સીટ પર ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા નથી.
કોંગ્રેસ દ્વારા ઉમેદવારની જાહેરાત પહેલા જ લીંબડી કોંગ્રેસનાં અમુક કાર્યકર્તાઓ અને સ્થાનિક આગેવાનો ભાજપમા જોડાયા છે. કિરીટસિંહ રાણા ફોર્મ ભરે તે પહેલા કોંગ્રેસના સ્થાનિક આગેવાનો ભાજપમાં જોડાયા છે. કોળી સમાજનાં સ્થાનિક આગેવાનો ભાજપમાં જોડાયા છે.
નોંધનીય છે કે, લીંબડી-61 વિધાનસભા પેટાચૂંટણી ચુંટણીને લઈ ભાજપના ઉમેદવાર કિરીટસિહ રાણા આજે વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભરશે. ફોર્મ ભરે એ પહેલાં ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખાતે કાર્યકરો સાથે બેઠક થઈ હતી. ફોર્મ ભરતી વખતે મંત્રી આર.સી.ફળદુ , ધારાસભ્ય અને ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
અમદાવાદ
ટેકનોલોજી
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion