Gujarat Ministers Corona Positive: રાજ્યના મંત્રીઓ કોરોનાની ઝપેટમાં, ગણપત વસાવા અને દિલીપજી ઠાકોર થયા સંક્રમિત
આજે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી ગણપત વસાવા અને તેમના પત્ની કોરોનાથી સંક્રમિત થયા છે. આ સિવાય પાટણના ચાણસ્માના ભાજપના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોરનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત પાટણના સાંસદ ભરતસિંહ ડાભી પણ કોરોનાગ્રસ્ત થયા છે.
ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ ગુજરાતમાં કોરોના વિસ્ફોટ થયો છે. કોરોનાના કાળચક્રમાં આજે વધુ બે મંત્રી અને એક સાંસદ સભ્ય આવ્યા ઝપેટમાં આવ્યા છે. આજે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી ગણપત વસાવા અને તેમના પત્ની કોરોનાથી સંક્રમિત થયા છે. આ સિવાય પાટણના ચાણસ્માના ભાજપના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોરનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત પાટણના સાંસદ ભરતસિંહ ડાભી પણ કોરોનાગ્રસ્ત થયા છે.
ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલા જ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ (Pradipsinh Jadeja)જાડેજા કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. આ અંગેની જાણકારી ખૂદ પ્રદીપસિંહ જાડેજા (Pradipsinh Jadeja)એ ટ્વિટ કરીને આપી હતી. આ પહેલા ઊર્જામંત્રી સૌરભ પટેલ(Saurabh patel)ને કોરોના સંક્રમિત થયા હતા. મંત્રી સૌરભ પટેલેનો કોરોના (Corona)રેપીડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.
રાજ્યમાં ફરી કોરોનાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. કોરોના સંક્રમણ કેસમાં દરરોજ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. દિવસેને દિવસે સતત રેકોર્ડબ્રેક કેસ નોંધાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના ( Coronavirus) 2875 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 14 લોકોના કોરોના (Corona) સંક્રમણથી મોત થયાં હતા. રાજ્યમાં આજે 2024 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 2,98,737 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.
રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 15 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 15135 પર પહોંચ્યો છે. જેમાંથી 163 લોકો વેન્ટિલેટર પર અને 14972 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 93.81 ટકા છે.
કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?
આજે સુરત કોર્પોરેશનમાં 8, અમદાવાદ કોર્પોરેશનમાં 4, અમરેલી 1 અને વડોદરા કોર્પોરેશનમાં 1 મોત સાથે કુલ 14 લોકોના મોત થયા હતા. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4566 લોકોના કોરોનાથી મોત થઈ ચુક્યા છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
અમદાવાદ કોર્પોરેશનમાં 646, સુરત કોર્પોરેશનમાં 545, વડોદરા કોર્પોરેશનમાં 309, રાજકોટ કોર્પોરેશનમાં 233, સુરત 179, પાટણ 61, ભાવનગર કોર્પોરેશન 58, વડોદરા 58, મહેસાણા-56, જામનગર કોર્પોરેશન-54, જામનગર 43, રાજકોટ 43, દાહોદ 38, પંચમહાલ 37, ગાંધીનગર 35, બનાસકાંઠા 30, ભરૂચ 30, ગાંધીનગર કોર્પોરેશન 30, ખેડા 29, મોરબી-27, કચ્છ 26, આણંદ 25, મહીસાગર 24, દેવભૂમિ દ્વારકા-21, સુરેન્દ્રનગર 20, ભાવનગર 19, અમરેલી 18, સાબરકાંઠા 18, તાપી 18, જુનાગઢ કોર્પોરેશન 17, છોટા ઉદેપુર 16, નર્મદા 16, વલસાડ 16 અને નવસારી-15 કેસ નોંધાયા હતા.