શોધખોળ કરો

Pre-Vibrant Summit: સીએમ ભૂપેન્દ્ર પટેલ 5 ડિસેમ્બરે પ્રી-વાઇબ્રન્ટ સમિટ ‘એક્સપોર્ટર્સ કોન્ફરન્સ’ને સંબોધિત કરશે

રસના ઇન્ટરનેશનલના ગ્રુપ ચેરમેન પિરુઝ ખંભાતા દ્વારા સ્વાગત પ્રવચન સાથે આ કાર્યક્રમની શરૂઆત થશે.

ગાંધીનગર, 2 ડિસેમ્બર, 2023: 10મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના પૂર્વાર્ધરૂપે, 5 ડિસેમ્બર, 2023ના રોજ અમદાવાદ ખાતે ‘એક્સપોર્ટએક્સીલરેટ: વિકસિત ભારત @2047 માટે ભારતની નિકાસ ક્રાંતિ’ (ExportEXCELerate: India’s Export Revolution for Viksit Bharat @2047) ના થીમ પર એક્સપોર્ટર્સની કોન્ફરન્સ યોજાવા જઇ રહી છે.

આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત સરકારના ઉદ્યોગ, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન તેમજ શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂત, ઉદ્યોગ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશભાઈ પંચાલ, ભારત સરકારના વરિષ્ઠ અધિકારીઓ તેમજ એક્સપોર્ટ ઇકોસિસ્ટમની ગણમાન્ય વ્યક્તિઓ ઉપસ્થિત રહેશે અને આ કાર્યક્રમમાં સંબોધન પણ કરશે.

રસના ઇન્ટરનેશનલના ગ્રુપ ચેરમેન પિરુઝ ખંભાતા દ્વારા સ્વાગત પ્રવચન સાથે આ કાર્યક્રમની શરૂઆત થશે. ત્યારબાદ એક્સપોર્ટ્સ અંગે એક ઓડિયો-વિઝ્યુઅલ ફિલ્મ પ્રદર્શિત કરવામાં આવશે. ટાટા કેમિકલ્સ લિ.ના ગ્લોબલ બિઝનેસ કેમિકલ્સના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને પ્રેસિડેન્ટ ઝરીર લંગ્રાના અને ભારત સરકારના નીતિ આયોગના ટ્રેડ એન્ડ કોમર્સના સિનિયર એડવાઇઝર સંજીત સિંઘ, IRS કાર્યક્રમમાં ઉપસ્થિત લોકો સમક્ષ પોતાના મંતવ્યો રજૂ કરશે. સીઆઇઆઇ ગુજરાત સ્ટેટ કાઉન્સિલના ચેરમેન અને હિટાચી હાઇરીલ પાવર ઇલેક્ટ્રોનિક્સ પ્રા.લિ.ના મેનેજિંગ ડાયરેક્ટર દર્શન શાહ દ્વારા આભારવિધિ કરવામાં આવશે.

આ ઉપરાંત, કાર્યક્રમ દરમિયાન ‘ડિજિટલ ટ્રેડ: લીવરેજિંગ ટેક્નોલોજીસ ફોર સીમલેસ એન્ડ બાઉન્ડ્રી-ફ્રી ટ્રેડ’ વિષય ઉપર એક પ્લેનરી સેશન પણ આયોજિત થશે. આ સેશન દરમિયાન થનારી ચર્ચાઓમાં કેપીએમજી ઇન્ડિયાની ટેક્નોલોજી એડવાઇઝરીના ડાયરેક્ટર ચિંતન મેહતા, અનુપમ રસાયણ ઇન્ડિયા લિ.ના મેનેજિંગ ડાયરેક્ટર આનંદ દેસાઇ, NTT ગ્લોબલ ડેટા સેન્ટર્સના સિનિયર ડાયરેક્ટર સંદીપ દાંડેકર, ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશનના ડાયરેક્ટર જનરલ અને સીઇઓ અજય સહાય, ભારત સરકારના નીતિ આયોગના વેપાર અને વાણિજ્ય તેમજ ઇન્ટરનેશનલ કોઓપરેશન એન્ડ સ્ટ્રેટેજિક ઇકોનોમિક ડાયલોગના ફેલો અને ભૂતપૂર્વ પ્રમુખ સલાહકાર અને વડા ડૉ. બદ્રીનારાયણ (પીએચડી) અને અરવિંદ લિ.ના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર કુલીન લાલભાઈ હિસ્સો લેશે.

કાર્યક્રમના સમાપન વખતે ગુજરાતના એડિશનલ DGFT અને ફોરેન ટ્રેડના ડિરેક્ટોરેટ જનરલ વીરેન્દ્ર સિંઘ (ITS), IDBI બેંકના ડેપ્યુટી મેનેજિંગ ડાયરેક્ટર સુરેશ ખતનહાર અને SIDBI બેંકના ડેપ્યુટી મેનેજિંગ ડાયરેક્ટ સુદત્તા માંડલ દ્વારા ‘એક્સપોર્ટ ફાઇનાન્સિંગ ઓપ્શન્સ ફોર માઇક્રો, સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઇઝીસ: નેવિગેટિંગ ધ લેન્ડસ્કેપ્સ’ (સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે એક્સપોર્ટ ફાઇનાન્સના વિકલ્પો) વિષય પર પ્રેઝન્ટેશન આપવામાં આવશે.

આ કાર્યક્રમમાં ‘વિકસિત ભારત @2047’ માટે ગુજરાતના નિકાસ રોડમેપ અંગે ચર્ચા કરવા, તેની પરિકલ્પના કરવા અને ચાર્ટર બનાવવા માટે અનેક પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય અને વૈશ્વિક ઉદ્યોગ અગ્રણીઓ અને અન્ય સંબંધિત હિતધારકોની સહભાગિતા જોવા મળે તેવી અપેક્ષા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget