શોધખોળ કરો
Advertisement
સ્થાનિક સ્વરાજના પરિણામ બાદ કૉંગ્રેસનાં બે નેતાઓએ રાજીનામાં આપવા પડ્યા તેનું દુખ: CM રૂપાણી
હાઈકમાન્ડ દ્વારા આ નેતાઓના રાજીનામા સ્વીકારી લેવામાં આવ્યા હતા. હવે આ અંગે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ નિવેદન આપ્યું છે.
ગાંધીનગર: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગુજરાતમાં કૉંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા હતા, જ્યારે ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નબળા પ્રદર્શન બાદ કૉંગ્રેસના બે દિગ્ગજ નેતા પરેશ ધાનાણી અને અમિત ચાવડાએ રાજીનામાં આપ્યા હતા. હાઈકમાન્ડ દ્વારા આ નેતાઓના રાજીનામા સ્વીકારી લેવામાં આવ્યા હતા. હવે આ અંગે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ નિવેદન આપ્યું છે.
મુખ્યમંત્રી વિજયભાઈએ કહ્યું, સ્થાનિક સ્વરાજની ચૂંટણીનાં પરિણામો બાદ કૉંગ્રેસનાં બે નેતાઓએ રાજીનામાં આપવા પડ્યા તેનું દુખ છે. આ બંને નેતાઓ મારા મિત્રો છે, રાજકીય બાબત જે હોય તે તેમનાં રાજીનામાંથી દુખ થાય તે સ્વાભાવિક છે. મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે પરિણામો જ એવાં હતાં કે બીજો કોઈ વિકલ્પ ન હતો.
મહાનગરપાલિકા બાદ પંચાયતોમાં ભાજપે જીત મેળવી છે. 31 જિલ્લા પંચાયતો, 196 તાલુકા પંચાયતો, 75 નગર પાલિકાઓમાં ભાજપનો કેસરિયો લહેરાયો હતો. આ ચૂંટણીમાં કૉંગ્રેસનો સફાયો થયો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ગાંધીનગર
દેશ
Advertisement