શોધખોળ કરો

Gujarat : કોંગ્રેસે ગુજરાતના 91 તાલુકામાં લીલો દુષ્કાળ જાહેર કરી દિવાળી પહેલા વળતર ચૂકવવા માંગ

ગુજરાત કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાએ મુખ્યમંત્રીને પત્ર લખી ગુજરાતમાં 91 તાલુકામાં લીલો દુષ્કાળ જાહેર કરવા માંગ કરી છે. દિવાળી પહેલા પાક નુકસાનીનું વળતર ચૂકવવાની પણ માંગ કરવામાં આવી છે.

અમદાવાદઃ ગુજરાત કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાએ મુખ્યમંત્રીને પત્ર લખી ગુજરાતમાં 91 તાલુકામાં લીલો દુષ્કાળ જાહેર કરવા માંગ કરી છે. એટલું જ નહીં, દિવાળી પહેલા પાક નુકસાનીનું વળતર ચૂકવવાની પણ માંગ કરવામાં આવી છે. સર્વે અને સહાયના નાટક બંધ કરી ખેડૂતોને કાયદા મુજબ હક્ક આપવા માંગ કરી છે. 

2016ના કેન્દ્ર સરકારના અછતગ્રસ્ત મેન્યુઅલનું પાલન કરવા પત્રમાં માંગ કરવામાં આવી છે. 2016ના અછતગ્રસ્ત મેન્યુઅલ મુજબ પ્લસ માઇન્સ 20% વરસાદ સામાન્ય સ્થિતિ ગણાય છે. 2016ના અછતગ્રસ્ત મેન્યુઅલ મુજબ પ્લસ માઇન્સ 40% વરસાદ ગંભીર સ્થિતિ ગણાય છે. 2016ના અછતગ્રસ્ત મેન્યુઅલ મુજબ પ્લસ માઇન્સ 60% વરસાદ અતિ ગંભીર સ્થિતિ ગણાય છે. 160% થી વધારે વરસાદ નોંધાય તો તો સર્વે કર્યા વગર જ લીલો દુષ્કાળ જાહેર કરવો જોઈએ.

160% થી 291% વરસાદ નોંધાયો હોય એવા 21 તાલુકાઓ છે જે અતિ ગંભીર સ્થિતિથી પણ ઉપર છે. 120% થી 139% સુધી વરસાદ નોંધાયો હોય, ગંભીર સ્થિતિમાં આવતા હોય એવા 32 તાલુકાઓ છે. 140% થી 159% સુધી વરસાદ નોંધાયો હોય, અતિ ગંભીર સ્થિતિમાં આવતા હોય એવા 38 તાલુકાઓ છે. સરકારે જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં વધારે વરસાદ સબબ સર્વે કરાવ્યો પણ રાતી પાઇ પણ આપી નથી. સરકાર તાત્કાલિક લિલો દુષ્કાળ જાહેર કરે તેવી ગુજરાત કિસાન કોંગ્રેસની માંગ છે. પાક નુકશાની વળતર દિવાળી પહેલા તાત્કાલિક ચૂકવવમાં આવે તેવી પણ પત્રમાં માંગ કરવામાં આવી.

Gujarat Election 2022 : કોંગ્રેસના ઉમેદવારોના નામ ક્યારે થશે જાહેર? જાણો મોટા સમાચાર

અમદાવાદઃ મિશન 2022 માટે દિલ્હીમાં કોંગ્રેસના મંથનનો આજે અંતિમ દિવસ છે. વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારો નક્કી કરવા આજે ફરી સ્ક્રીનીંગ કમિટીની બેઠક શરૂ થઈ છે. આજે સાંજે સ્ક્રીનીંગ કમિટીની બેઠક પૂર્ણ થશે. બેઠક મુજબ નક્કી કરાયેલી પેનલનું ડોકેટ CEC માટે તૈયાર કરાશે. 26મી ઓકટોબરે દિલ્હીમાં કોંગ્રેસની સેન્ટ્રલ ઇલેક્શન કમિટીની બેઠક મળશે.

CECની બેઠકમાં નવનિયુક્ત પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે પણ હાજર રહેશે. 26મીએ મળનારી CECની બેઠકમાં ઉમેદવારો પર આખરી મોહર લાગશે. આ પછી ગમે ત્યારે ઉમેદવારોના નામની જાહેરાત થઈ શકે છે. આજે રાત્રે ગુજરાત કોંગ્રેસના નેતાઓ દિલ્હીથી પરત ફરશે.

Vipul Chaudhary Support : ગાંધીનગરમાં અર્બુદા સેનાનો જેલભરો કાર્યક્રમ, કાર્યકરોની અટકાયત 

Vipul Chaudhary Support : ગાંધીનગર ખાતે અર્બુદા સેનાએ વિરોધ નોંધાવ્યો હતો. વિપુલ ચૌધરીના સમર્થનમાં ધરણા જેલભરો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ગઈ કાલે મહેસાણા બાદ આજે ગાંધીનગરમા કાર્યક્રમ યોજાયો હતો. વિપુલ ચૌધરી ભ્રષ્ટાચારના કેસમાં જેલમાં છે. વિપુલ ચૌધરી સામેના ખોટા કેસો પાછા ખેંચવાની અર્બુદા સેનાની માંગ છે. 100 જેટલા કાર્યકરો હાજર રહ્યા હતા. જોકે, પોલીસની મંજુરી ન હોવાને કારણે અર્બુદા સેનાની  કાર્યકરોની અટકાયત કરાઈ.

100થી વધુ અર્બુદા સેનાના સભ્યો ગાંધીનગર સત્યાગ્રહ છાવણી પહોંચ્યા હતા. તેમજ સરકાર વિરોધી નારા લગાવી વિપુલભાઈને ન્યાય આપવા માંગ કરી હતી. મજૂરી વિના વિરોધ કરવા આવેલ અર્બુદા સેનાના સભ્યોની પોલીસે કરી અટકાયત. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ
CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ
ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ
ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ

વિડિઓઝ

Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
CM Bhupendra Patel US Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના
Gujarat Rain Forecast : ચાર જિલ્લામાં વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Embed widget