ગુજરાત કોંગ્રેસના ક્યા નેતાના બેંક A/Cમાંથી બારોબાર ભાજપને આપી દેવાયું દાન ? પછી આવ્યો શું મેસેજ ?
રાત્રે 2 વાગે મળેલા મેસેજથી પરેશ ધાનાણી ચોંકી ઉઠ્યા હતા. રૂ. 5 કેવી રીતે પોતાના એકાઉન્ટમાથી ભાજપના ખાતામાં ગયા તે અંગે ધાનાણી મૂંઝાયા.
અમદાવાદઃ પૂર્વ વિપક્ષી નેતા પરેશ ધાનાણીના એકાઉન્ટમાથી ભાજપને દાન મળ્યું. રૂપિયા 5નું દાન ભાજપને મળ્યાનો મેસેજ ધાનાણીને મળ્યો હતો. રાત્રે 2 વાગે મળેલા મેસેજથી પરેશ ધાનાણી ચોંકી ઉઠ્યા હતા. રૂ. 5 કેવી રીતે પોતાના એકાઉન્ટમાથી ભાજપના ખાતામાં ગયા તે અંગે ધાનાણી મૂંઝાયા. અગાઉ પણ પેજપ્રમુખ બનવા માટે પરેશ ધાનાણીને ભાજપ તરફથી ફોન ગયો હતો.
નોંધનીય છે કે, પૂર્વ વિપક્ષી નેતા પરેશ ધાનાણીને 5 રૂપિયા ભાજપને દાનમાં આપ્યા તે બદલ આભાર વ્યક્ત કરતો મેસેજ આવ્યો હતો. જે વાંચીને ધાનાણી ચોંકી ઉઠ્યા હતા. નેતાની જાણ બહાર કઈ રીતે નાણા કપાયા તેવો સવાલ કોંગ્રેસ દ્વારા ઊભો કરવામાં આવ્યો હતો. સામાન્ય લોકોના ખાતમાંથી આ રીતે નાણાં કપાયા હોવાનો દાવો પણ કોંગ્રેસે કર્યો હતો.
Ahmedabad : વહેલી સવારથી શહેરમાં ધુમ્મસવાળું વાતાવરણ, વાહનચાલકોને પડી ભારે હાલાકી
અમદાવાદઃ આજે વહેલી સવારથી અમદાવાદમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. વહેલી સવારથી જ ધુમ્મસભર્યા વાતાવરણના કારણે વાહનચાલકોને હાલાકી પડી હતી. ૫૦૦ મીટરના અંતરે વિઝિબિલિટીમાં ઘટાડો થયો છે. વાહનચાલકો હેડ લાઇટ ચાલુ કરીને વાહન ચલાવી રહ્યા છે. પવનની દિશા બદલાતા અમદાવાદ શહેરમાં ધુમ્મસભર્યું વાતાવરણ છે. આગામી બે દિવસ બાદ ફરી અમદાવાદમાં ઠંડીનો ચમકારો થયો છે. ઉત્તર ભારતમાં પડેલા હિમવર્ષાના કારણે આગામી દિવસમાં ઠંડી વર્તાશે.
બનાસકાંઠાના લાખણી પંથકમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. વહેલી સવારથી જ ધુમ્મસ ભર્યું વાતાવરણ છે. વાદળછાયું વાતાવરણને લઇ ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. પાટણના રાધનપુર પંથકમાં વહેલી સવારથી ધૂમમ્સ ભર્યું વાતાવરણ સર્જાયું હુતં. ગ્રામણી પંથકમાં જોવા મળ્યું ધૂમમ્સ ભર્યું વાતાવરણ છે.
ધુમમ્સ વાળા વાતાવરણના કારણે વિજીબિલિટીમાં ઘટાડો થયો છે.
જામનગરમાં વહેલી સવારથી શહેર તેમજ હાઇવે પર ગાઢ ધુમ્મસ છે. આજે સતત બીજા દિવસે શહેર માં ગાઢ ધુમ્મસનો માહોલ છે. હાઇવે પર ઝાકળ છવાતા વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. વધારે ઝાકળના કારણે વીઝીબીલીટી થઈ ઓછી. જામનગરમાં વહેલી સવારથી ઝાકલભર્યા વાતાવરણથી રસ્તાઓ ભીના થયા. વાહનો લાઈટ ચાલુ રાખી ને વાહનો ચલાવવાની ફરજ પડી હતી.