શોધખોળ કરો

નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત અગ્રેસરઃ રાજ્યનું જાહેર દેવું GSDPના ૨૩.૮૬ ટકાથી ઘટીને 15.34 ટકા થયું

Gujarat fiscal deficit 2024-25: મહેસૂલી આવકની સાપેક્ષમાં જાહેર દેવા પરનું વ્યાજ વર્ષ ૨૦૦૧-૦૨માં ૨૫.૧૭ ટકાની સામે વર્ષ ૨૦૨૨ ૨૩માં માત્ર ૧૧.૭૬ ટકા થયું.

Gujarat fiscal deficit 2024-25: નાણાકીય વ્યવસ્થાપનમાં છેલ્લા બે દાયકાથી સમગ્ર દેશમાં ગુજરાત અગ્રેસર રહ્યું છે. ગુજરાત દેશનું રોલ મોડલ તેમજ આર્થિક એન્જિન રહ્યું છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને નાણા મંત્રી   કનુભાઈ દેસાઈના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા વિકાસલક્ષી સહિત ખર્ચ નિયત મર્યાદામાં રહીને જ કરવામાં આવી રહ્યો છે.

ગુજરાત સરકાર દ્વારા ઉંચો વૃદ્ધિદર હાંસલ કરવા માટે મૂડી ખર્ચમાં ઉત્તરોત્તર વધારો કરવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતું જાહેર દેવું રાજ્યના વિકાસને વધુ વેગવંત બનાવવા તેમજ મૂડી ખર્ચ કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. નાણાકીય વર્ષ ૨૦૨૨ ૨૩ની સરખામણીમાં, નાણાકીય વર્ષ ૨૦૨૩ ૨૪માં ૬૫ ટકાનો અને નાણાકીય વર્ષ ૨૦૨૪ ૨૫માં ૪૦ ટકાનો મૂડી ખર્ચમાં વધારો કરવામાં આવ્યો છે તેમ, નાણા વિભાગની યાદીમાં જણાવાયું છે.

વધુમાં, વર્ષ ર૦૦૫માં ગુજરાત નાણાકીય જવાબદારી અધિનિયમને રાજય સરકારે અમલી બનાવ્યો છે. જે અન્વયે રાજયના ઘરગથ્થુ ઉત્પાદનના પ્રમાણમાં જાહેર દેવું ૨૭.૧૦ ટકાથી નીચે રહેવું જોઇએ. વર્ષ ૨૦૦૦ ૦૧માં તે સમયનું જાહેર દેવું GSDP ના ૨૩.૮૬ ટકા હતું. જેમાં ઉત્તરોત્તર ઘટાડો લાવીને નાણાકીય વર્ષ:૨૦૨૩ ૨૪ના સુધારેલા અંદાજોમાં ૧૫.૩૪ ટકા તેમજ નાણાકીય વર્ષ: ૨૦૨૪ ૨૫ના અંદાજોમાં ૧૫.૨૭ ટકા સૂચવવામાં આવ્યું  છે. રાજ્યના અસરકારક નાણાકીય સંચાલનના પરિણામે, COVID 19ના વર્ષને બાદ કરતા, આ પ્રમાણ સતત ઘટતું રહ્યું છે. GSDPના પ્રમાણમાં જાહેરદેવાના ગુણોત્તર મુજબ ગુજરાત સમગ્ર દેશમાં બીજા સૌથી નીચા સ્થાને છે જે રાજ્ય સરકારનું યોગ્ય નાણાકીય વ્યવસ્થાપન દર્શાવે છે. 

ગુજરાત નાણાકીય જવાબદારી અધિનિયમ, ૨૦૦૫ અનુસાર રાજ્યવિત્તીય ખાદ્યનું પ્રમાણ રાજ્યના એકંદર ઘરગથ્થુ ઉત્પાદનના ૩ ટકાની મર્યાદામાં રાખવાનું હોય છે. ગુજરાતે અસરકારક રાજવિત્તીય વ્યવસ્થાપન દ્વારા રાજ્યવિત્તીય ખાદ્યને નિયંત્રિત રાખવામાં સફળતા મેળવી છે અને નાણાકીય વર્ષ ૨૦૨૪ ૨૫માં રાજ્યવિત્તીય ખાદ્ય માત્ર ૧.૮૬ ટકા અંદાજવામાં આવી છે. 

મહેસૂલી આવકની સાપેક્ષે જાહેર દેવાં પરનું વ્યાજ જે નાણાકીય વર્ષ ૨૦૦૦ ૦૧ માં ૨૫.૧૭ ટકા જેટલું ઊચું હતું તે ઘટીને નાણાકીય વર્ષ ૨૦૨૨ ૨૩માં ૧૧.૭૬ ટકા જેટલું થયું છે અને નાણાકીય વર્ષ ૨૦૨૩ ૨૪ના સુધારેલ અંદાજ મુજબ આ પ્રમાણ ૧૧.૬૮ ટકા જેટલું અંદાજવામાં આવ્યું છે.

આ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતી વગર વ્યાજની ૫૦ વર્ષના લાંબા સમયગાળાની લોન લેવામાં પણ ગુજરાત અગ્રેસર છે. ગત નાણાકીય વર્ષમાં ગુજરાત દ્વારા લેવામાં આવેલ કુલ જાહેર દેવામાંથી ૨૦ ટકા કરતાં પણ વધારે હિસ્સો આવી વગર વ્યાજની કે ઓછા દરની લોનનો છે. નાબાર્ડ દ્વારા ગ્રામિણ આંતરમાળખાકીય સુવિધાઓના નિર્માણ માટે કન્શેસનલ દરે લોન આપવામાં આવે છે. આ ઓછા દરની લોન લેવામાં ગુજરાત સમગ્ર દેશમાં સૌથી અગ્રેસર છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, જાહેર દેવું કોઇ પણ સરકાર કે સંસ્થા માટે નાણાકીય સંસાધનનું માન્ય અને સ્વીકાર્ય સ્ત્રોત બને છે. કોઇ પણ સરકાર નાગરિકોના લાભદાયી વિકાસના કામો હાથ પર લેવા માંગતી હોય અને વિકાસની ગતિને વધુ વેગવંતી બનાવવા માંગતી હોય તો સરકારે મહેસૂલી આવક ઉપરાંત દેવાની આવક પણ ઉભી કરવી જરૂરી બને છે. પરંતુ, દેવાકીય જવાબદારીઓ મર્યાદિત રહે અને વ્યાજનો ખર્ચ મહેસૂલી આવકના પ્રમાણમાં સિમિત રહે તે માટે ગુજરાત સરકારે સ્વયં શિસ્તના અનેક પગલાઓ ભૂતકાળમાં પણ લીધા છે અને ભવિષ્યને ધ્યાને રાખીને પણ લેવામાં આવી રહ્યા છે.

જાહેર દેવામાં જાહેર બજારની લોનનો ફાળો મુખ્ય રહેલ છે. સુદ્રઢ રાજ્યવિત્તીય વ્યવસ્થાપનના પરિણામે મુક્ત બજારમાંથી લેવામાં આવતા કરજની બાબતમાં રાજય કોઇ પણ પ્રકારની બાંહેધરીનો આશરો લીધા વગર ખૂબ જ સ્પર્ધાત્મક દરે કરજ લઇ શકયું છે જેના કારણે રાજયના વ્યાજમાં નોંધપાત્ર બચત થઇ છે તેમ, નાણા વિભાગ દ્વારા વધુમાં જણાવાયું છે.

આ પણ વાંચો....

Gold Rate Today: સોનામાં જબરદસ્ત ઘટાડો, અમેરિકામાં રેટ કટ બાદ ભાવમાં જંગી કડાકો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી

વિડિઓઝ

Kinjal Dave: સમાજમાંથી બહિષ્કાર કરાયા મુદ્દે ગાયક કિંજલ દવેએ તોડ્યું મૌન, લગ્નનો વિરોધ કરનારાને ગણાવ્યા અસામાજિક તત્ત્વો
Rajkot News: રાજકોટમાં 4.025 કિલો ગાંજા સાથે મહિલા, પુરુષની ધરપકડ
Surat Fire Incident: સુરતના બારડોલીમાં પ્લાસ્ટિકના ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી
Nitin Patel Statement: હિંદુઓની વસ્તી અંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું સનસનીખેજ નિવેદન
Ahmedabad news: અમદાવાદના ઘાટલોડિયાના આવેલી સ્નેહાંજલી સોસાયટીના રહીશો સંકટમાં મુકાયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
PF ખાતાધારકો માટે મોટા સમાચાર, હવે માર્ચથી ATM માંથી ઉપાડી શકશો પૈસા, જાણો તમામ ડિટેલ્સ 
PF ખાતાધારકો માટે મોટા સમાચાર, હવે માર્ચથી ATM માંથી ઉપાડી શકશો પૈસા, જાણો તમામ ડિટેલ્સ 
BJP સાંસદનો દાવો, કહ્યું,- 'નેહરુ અને ઈન્દિરા ગાંધીએ CIA ને નંદા દેવી પર ન્યૂક્લિયર ડિવાઈસ લગાવવાની આપી હતી મંજૂરી'
BJP સાંસદનો દાવો, કહ્યું,- 'નેહરુ અને ઈન્દિરા ગાંધીએ CIA ને નંદા દેવી પર ન્યૂક્લિયર ડિવાઈસ લગાવવાની આપી હતી મંજૂરી'
8th Pay Commission: કેંદ્ર સરકારના કર્મચારી-પેન્શનર્સના પગારમાં ધરખમ વધારો થશે, જાણો ડિટેલ્સ
8th Pay Commission: કેંદ્ર સરકારના કર્મચારી-પેન્શનર્સના પગારમાં ધરખમ વધારો થશે, જાણો ડિટેલ્સ
Gold Rate: સોના-ચાંદીમાં ફરી જોરદાર ચમક, જાણો મહાનગરોમાં શું છે લેટેસ્ટ કિંમત 
Gold Rate: સોના-ચાંદીમાં ફરી જોરદાર ચમક, જાણો મહાનગરોમાં શું છે લેટેસ્ટ કિંમત 
Embed widget