Gujarat Corona Cases: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 16 કેસ નોંધાયા, જાણો કેટલા લોકોને અપાઇ રસી
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 16 નવા કેસ સામે આવ્યા છે. રાજ્યમાં હાલ 162 એક્ટિવ કેસ છે અને 4 દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે.
ગાંધીનગરઃ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 16 નવા કેસ સામે આવ્યા છે. રાજ્યમાં હાલ 162 એક્ટિવ કેસ છે અને 4 દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 12 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના કારણે અત્યાર સુધી 8,15,356 દર્દીઓએ કોરોનાને હાર આપી હતી. આ સાથે રાજ્યનો રિકવરી રેટ 98.76 ટકા જેટલો છે. રાજ્યમાં આજે કોરોનાની ત્રણ લાખથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં આજે 12 દર્દીઓએ કોરોનાને હાર આપી હતી.
રાજ્યમાં અત્યાર સુધી કોરોનાની સારવાર લઇને 8,15,356 નાગરિકો સાજા થઇ ચુક્યા છે. 10082 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યા છે. વડોદરા કોર્પોરેશનમાં 6, સુરત કોર્પોરેશન 5, અમદાવાદ કોર્પોરેશનમાં 2, ગીર સોમનાથ 1, મહેસાણા 1, રાજકોટ કોર્પોરેશન 1 કોરોનાનો નવો કેસ નોંધાયો છે.
રાજ્યમાં આજે હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 14 લોકોને પ્રથમ ડોઝ અને 4529 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 50679 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ જ્યારે 44543 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. આ ઉપરાંત 18-45 વર્ષનાં 147720 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 125866 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યા છે. આ પ્રકારે 3,73,351 ડોઝ આજના દિવસમાં અપાયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 5,22,53,771 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.
અમદાવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, જામનગર, જામનગર કોર્પોરેશન, જુનાગઢ,જુનાગઢ કોર્પોરેશન, ખેડા, કચ્છ, મહીસાગર, મોરબી, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર, તાપી, વડોદરા અને વલસાડમાં એક પણ કોરોના વાયરસનો નવો કેસ નથી નોંધાયો.