શોધખોળ કરો
Advertisement
Gujarat Corona Cases Update: રાજ્યમાં આજે કોરોનાના નવા 935 કેસ નોંધાયા, 1014 દર્દીએ આપી મ્હાત, 5 લોકોના મોત
Gujarat Corona Cases 31 October 2020: રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 5,10,916 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે
ગાંધીનગરઃ કોરોના વાયરસના આજે રાજ્યમાં 935 નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 5 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3719 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 13,106 એક્ટિવ કેસ છે, જ્યારે 1,56,119 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 59 દર્દી વેન્ટીલેટર પર છે અને 13,047 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,72,944 પર પહોંચી છે.
ક્યાં કેટલા થયા મોત
રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 2, પાટણમાં 1, રાજકોટમાં 1, સુરત કોર્પોરેશનમાં 1 મળી 5 લોકોનાં કરૂણ મોત થયા હતા.
ક્યાં કેટલા નોંધાયા કેસ
સુરત કોર્પોરેશનમાં 168, અમદાવાદ કોર્પોરેશનમાં 166, વડોદરા કોર્પોરેશનમાં 82, સુરતમાં 59, રાજકોટ કોર્પોરેશનમાં 48, વડોદરામાં 37, મહેસાણામાં 29, ગાંધીનગર કોર્પોરેશનમાં 25, રાજકોટમાં 20, ભરૂચમાં 18, અમરેલી-જુનાગઢમાં 16-16, આણંદ-ગાંધીનગર-જામનગર કોર્પોરેશન-સુરેન્દ્રનગરમાં 15-15 કેસ નોંધાયા હતા.
આજે કેટલા દર્દી થયા સાજા
રાજ્યમાં આજે કુલ 1014 દર્દી સાજા થયા હતા અને 51,574 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 60,53,847 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 89.84 ટકા છે.
રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 5,10,916 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 5,10,809 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 107 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.
રવિવારથી રાંધણ ગેસની બોટલ નોંધાવવી હશે તો જૂનો નંબર નહીં ચાલે, હવે ક્યા નંબર પર ફોન કરીને નોંધાવશો બોટલ ?
કોરોના વાયરસના કારણે વધુ 11 હજાર કર્મચારીઓની છટણી કરશે વોલ્ટ ડિઝની વર્લ્ડ, જાણો વિગત
જામનગરમાં 15 વર્ષના છોકરાએ 9 વર્ષની સગા કાકાની દીકરીને બનાવી હવસનો શિકાર, પરિવારે શું કહીને વાત દબાવવા કોશિશ કરી ?
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement