શોધખોળ કરો
Advertisement
કોરોના વાયરસના કારણે વધુ 11 હજાર કર્મચારીઓની છટણી કરશે વોલ્ટ ડિઝની વર્લ્ડ, જાણો વિગત
કંપનીના ફ્લોરિડા સ્થિત રિસોર્ટમાં મહામારીના કારણે નોકરી ગુમાવનારા કુલ કર્મચારીઓની સંખ્યા આશરે 18 હજાર થઈ જશે.
ફ્લોરિડાઃ કોરોના વાયરસ સંકટના કારણે વોલ્ટ ડિઝની વર્લ્ડ વધુ 11 હજાર કર્મચારીઓની છટણી કરશે. જે બાદ કંપનીના ફ્લોરિડા સ્થિત રિસોર્ટમાં મહામારીના કારણે નોકરી ગુમાવનારા કુલ કર્મચારીઓની સંખ્યા આશરે 18 હજાર થઈ જશે. ડિઝની વર્લ્ડના 11,350 કર્મચારીએ એક સંગઠન બનાવ્યું છે. જેમાં મોટાભાગના કામચલાઉ કર્મચારી છે. કંપનીએ આ કર્મચારીઓને સ્થાનિક તથા રાજ્ય સ્તરના નેતાઓને લખેલા પત્રમાં કહ્યું કે, આ કર્મચારીઓ ચાલુ વર્ષના અંત સુધી છટણી કરશે.
ચાલુ વર્ષની શરૂઆતમાં ડિઝની વર્લ્ડમાં કામ કરતા 720 કલાકાર અને ગાયકને નોકરીમાંથી પાણીચું પકડાવી દીધું હતું. આ કલાકારોનું પ્રતિનિધિત્વ કરતા શ્રમિક સંગઠન એક્ટર્સ ઇક્વિટી એસોસિએશન મુજબ, નોકરીથી છૂટ્ટા કરવાના કારણે કંપનીના ફ્લોરિડા રિસોર્ટમાં અનેક લાઇવ મનોરંજન શોને રદ્દ કરવામાં આવ્યા છે. કંપનીએ ગત મહિને ફ્લોરિડા અને કેલિફોર્નિયામાં 28 હજાર નોકરીઓ ખતમ કરવાનો નિર્ણય લીધો હતો. આ પૂરી કવાયત તેનો હિસ્સો છે.
વિશ્વમાં અત્યાર સુધીમાં 4.58 કરોડ લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે. 11 લાખ 93 હજારથી વધારે લોકોના મોત થયા છે. વર્લ્ડોમીટર મુજબ અત્યાર સુધીમાં ત્રણ કરોડ 32 લાખ 43 હજાર લોકો ઠીક થઈ ચુક્યા છે.
IPL 2020: જોફ્રા આર્ચરનું 7 વર્ષ જૂનું ટ્વિટ થયું વાયરલ, ક્રિસ ગેઈલને કરી હતી આ વાત
જામનગરમાં 15 વર્ષના છોકરાએ 9 વર્ષની સગા કાકાની દીકરીને બનાવી હવસનો શિકાર, પરિવારે શું કહીને વાત દબાવવા કોશિશ કરી ?
ગુજરાતના કયા 5 પોલીસ અધિકારીઓનું ગૃહ મંત્રાલય સ્પેશિયલ ઑપરેશન મેડલથી કરશે સન્માન ? જાણો વિગત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion