Gujarat Corona Cases: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે આઠ લોકોના થયા મોત, જાણો કેટલા નોંધાયા નવા કેસ?
જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 63,610 કેસ છે. જે પૈકી 83 વેન્ટીલેટર પર છે, જ્યારે 63,527 નાગરિકો સ્ટેબલ છે
ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 10,150 કેસ નોંધાયા છે. બીજી તરફ 6096 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,52,471 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 92.04 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે 8 મોત થયા. આજે 1,38,536 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 3264, સુરત કોર્પોરેશનમાં 2464, વડોદરા કોર્પોરેશનમાં 1151, રાજકોટ કોર્પોરેશનમાં 378, સુરતમાં 293, ભાવનગર કોર્પોરેશનમાં 322, વલસાડમાં 283, ગાંધીનગર કોર્પોરેશનમાં 203, જામનગર કોર્પોરેશનમાં 202, કચ્છમાં 157, ભરૂચમાં 130, આણંદમાં 114, નવસારીમાં 97, વડોદરામાં 91, મોરબીમાં 90, રાજકોટમાં 89, મહેસાણામાં 85, પાટણમાં 84, ગીર સોમનાથમાં 83, ગાંધીનગરમાં 61, દેવભૂમિ દ્વારકા 55, બનાસકાંઠામાં 54, ભાવનગરમાં 54, ભાવનગરમાં 54, સુરેન્દ્રનગરમાં 54, અમદાવાદમાં 51, જૂનાગઢ કોર્પોરેશનમાં 44, ખેડામાં 35, અમરેલીમાં 34, જામનગરમાં 32, દાહોદમાં 17, સાબરકાંઠામાં 15, મહીસાગરમાં 11, પંચમહાલમાં 11, નર્મદામાં 10, તાપીમાં 9, જૂનાગઢમાં 8, અરવલ્લીમાં 6, ડાંગમાં 4, છોટા ઉદેપુરમાં 3, બોટાદમાં 1, પોરબંદરમાં 1 નવો કોરોનાનો કેસ નોંધાયો હતો
જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 63,610 કેસ છે. જે પૈકી 83 વેન્ટીલેટર પર છે, જ્યારે 63,527 નાગરિકો સ્ટેબલ છે. 8,52,471 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10,159 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે કોરોનાના કારણે આઠ લોકોના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં બે, વડોદરા કોર્પોરેશનમાં 1, રાજકોટ કોર્પોરેશનમાં બે, ભાવનગર કોર્પોરેશનમાં બે, તાપીમાં એક દર્દીનું મોત થયું છે.
બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 7 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 124 લોકોને બીજો ડોઝ અપાયો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 2079 લોકોને પ્રથમ અને 9108 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 21,235 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 24,619 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ જ રીતે 15-18 વર્ષ સુધીની ઉંમરના 66,648 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. પ્રીકોશન ડોઝ 14,716 લોકોને અપાયો છે. આજે કુલ 1,38,536 લોકોનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં કુલ 9,47,98,818 લોકોને રસી અપાઈ છે.