Gujarat Corona Cases: રાજ્યમાં કોરોનાનો હાહાકાર, આજે પ્રથમવાર 5 હજારથી વધુ નવા કેસ નોંધાયા, વધુ 49ના મોત
રાજ્યમાં આજે 2525 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 312151 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 2500ને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 25129 પર પહોંચ્યો છે. જેમાંથી 192 લોકો વેન્ટિલેટર પર અને 24937 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 91.27 ટકા છે.

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus) ની બીજી લહેર વધુ ઘાતક બની છે. કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. દરરોજ રેકોર્ડબ્રેક કોરોના પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ 5011 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 49નાં મૃત્યુ થયા છે. આજે નોંધાયેલા કેસ અત્યાર સુધીમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે.
રાજ્યમાં આજે 2525 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 312151 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 2500ને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 25129 પર પહોંચ્યો છે. જેમાંથી 192 લોકો વેન્ટિલેટર પર અને 24937 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 91.27 ટકા છે.
કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?
આજે સુરત કોર્પોરેશનમાં 15, અમદાવાદ કોર્પોરેશનમાં 14, રાજકોટ કોર્પોરેશન-8, વડોદરા કોર્પોરેશ-4, અમદાવાદ-2, સુરેન્દ્રનગર-2, છોટાઉદેપુર, ગાંધીનગર, સુરત અને ગાંધીનગર કોર્પોરેશનમાં 1-1 મોત સાથે કુલ 49 લોકોના મોત થયા હતા. રાજ્યમાં મૃત્યુઆંક વધીને 4746 પર પહોંચી ગયો છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
અમદાવાદ કોર્પોરેશનમાં 1409, સુરત કોર્પોરેશનમાં 913, રાજકોટ કોર્પોરેશનમાં 462, વડોદરા કોર્પોરેશનમાં 287, સુરત 239, વડોદરા 158, જામનગર કોર્પોરેશન 164, વડોદરા- 158, પાટણ 118, જામનગર-111, મહેસાણા-102, રાજકોટ-67, ભાવનગર કોર્પોરેશન-66, કચ્છ-52, મોરબી-52, ગાંધીનગર-48, જુનાગઢ કોર્પોરેશન-48, જુનાગઢ-45, સાબરકાંઠા-45, ગાંધીનગર કોર્પોરેશન-44, મહિસાગર-44, નવસારી-41, પંચમહાલ-41, દાહોદ-38, ખેડા-38, આણંદ-33, અમરેલી-32, ભરુચ-32, અમદાવાદ-31 અને સુરેન્દ્રનગરમાં 29 કેસ નોંધાયા હતા.
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 78,71,091 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 10,31,634 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ- 89, 027,25 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.
ગુજરાતમાં છેલ્લા 10 દિવસમાં નોંધાયેલા કેસ અને મોત
| તારીખ | નોંધાયેલા કેસ | મોત |
| 10 એપ્રિલ | 5011 | 49 |
| 9 એપ્રિલ | 4541 | 42 |
| 8 એપ્રિલ | 4021 | 35 |
| 7 એપ્રિલ | 3575 | 22 |
| 6 એપ્રિલ | 3280 | 17 |
| 5 એપ્રિલ | 3160 | 15 |
| 4 એપ્રિલ | 2875 | 14 |
| 3 એપ્રિલ | 2815 | 13 |
| 2 એપ્રિલ | 2640 | 11 |
| 1 એપ્રિલ | 2410 | 9 |
| કુલ કેસ અને મોત | 34,382 | 227 |





















