શોધખોળ કરો
Advertisement
Coronavirus: રાજ્યમાં આજે 1338 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત, રિકવરી રેટ 92.21 ટકા
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના નવા 1204 કેસ નોંધાયા હતા, તેની સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2,26,508 પર પહોંચી છે.
ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના સંક્રમણ અટકવાનું નામ નથી લઈ રહ્યો. જો કે રાહતની વાત એ છે કે, કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આજે વધુ 1338 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી કુલ 2,08,867 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
આ સાથે રાજ્યમાં કોરોના રિકવરી રેટ પણ સતત વધી રહ્યો છે. રાજ્યમાં હાલ સાજા થવાનો દર 92.21 ટકા છે. રાજ્યમાં કોરોના ટેસ્ટીંગની ક્ષમતા પણ વધારવામાં આવી રહી છે. આજે 60,423 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે અત્યાર સુધીમાં 86,13,587 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.
આજે કેટલા કેસ નોંધાયા
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના નવા 1204 કેસ નોંધાયા હતા, તેની સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2,26,508 પર પહોંચી છે.
જ્યારે વધુ 12 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 4160 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 13481 એક્ટિવ કેસ છે અને 13413 લોકો સ્ટેબલ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement