શોધખોળ કરો
Advertisement
Gujarat Corona Cases update: રાજ્યમાં કોરોના સંક્રમણ ઘટ્યું, છેલ્લા 24 કલાકમાં 535 નવા કેસ નોંધાયા
રાજ્યમાં હાલ 6850 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી કુલ 2,43,639 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.
ગાંધીનગર: રાજ્યમાં સતત ત્રીજા દિવસે 600થી ઓછા કોરોના વાયરસના નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 535 નવા કેસ સામે આવ્યા હતા. જ્યારે કોરોના સંક્રમણના કારણે વધુ 3 લોકોના મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક 4360 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 6850 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી કુલ 2,43,639 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 55 દર્દી વેન્ટીલેટર પર છે અને 6795 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધી 2,54,849 લોકો કોરોના વાયરસથી થઈ ચુક્યા છે.
ક્યાં કેટલા થયા મોત
રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 1, રાજકોટમાં 1 અને સુરત કોર્પોરેશનમાં 1નાં મોત સાથે કુલ 3 લોકોના કોરોનાથી મોત નીપજ્યા હતા.
ક્યાં કેટલા નોંધાયા કેસ
અમદાવાદ કોર્પોરેશનમાં 104, સુરત કોર્પોરેશનમાં 81, વડોદરા કોર્પોરેશનમાં 76, રાજકોટ કોર્પોરેશનમાં 70, વડોદરા 25, જુનાગઢ કોર્પોરેશન-13, સુરત-13, દાહોદ-12, કચ્છ-10, મોરબી-10, ખેડા-9, ગાંધીનગર-8, જામનગર કોર્પોરેશન-8, રાજકોટ-8 અને ગાંધીનગર કોર્પોરેશનમાં 7 કેસ નોંધાયા હતા.
આજે કેટલા દર્દી થયા સાજા
રાજ્યમાં આજે કુલ 738 દર્દી સાજા થયા હતા. રાજ્યમાં સાજા થવાનો દર 95.60 ટકા છે. રાજ્યના જુદા-જુદા જિલ્લામાં આજની તારીખે 4,74,410 વ્યકિતઓને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દેશ
દેશ
Advertisement