શોધખોળ કરો
Advertisement
Gujarat Corona Cases update: રાજ્યમાં કોરોનાના વળતા દિવસો, માત્ર 698 કેસ નોંધાયા, 3 લોકોનાં મોત
Gujarat Corona Cases update 4th January 2021: રાજ્યમાં આજે કુલ 898 દર્દી સાજા થયા હતા અને 47,995 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ ઘટી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 698 નવા કેસ સામે આવ્યા હતા. જ્યારે કોરોના સંક્રમણના કારણે વધુ 3 લોકોના મૃત્યુ સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4321 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 9047 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી કુલ 2,34,558 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 60 દર્દી વેન્ટીલેટર પર છે અને 8986 લોકો સ્ટેબલ છે.
ક્યાં કેટલા થયા મોત
રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 2, સુરતમાં 1 મળી કુલ 3 લોકોના કોરોનાથી મોત નીપજ્યા હતા.
ક્યાં કેટલા નોંધાયા કેસ
અમદાવાદ કોર્પોરેશનમાં 142, સુરત કોર્પોરેશનમાં 102, વડોદરા કોર્પોરેશનમાં 102, રાજકોટ કોર્પોરેશનમાં 49, કચ્છમાં 23, વડોદરામાં 28, દાહોદામા 26, સુરતમાં 22, નર્મદામાં 15, ગાંધીનગરમાં 13, ખેડામાં 13, ભરૂચમાં 12, મોરબીમાં 12, ભાવનગર કોર્પોરેશનમાં 11, ગાંધીનગર કોર્પોરેશનમાં 11 કેસ નોંધાયા હતા.
આજે કેટલા દર્દી થયા સાજા
રાજ્યમાં આજે કુલ 898 દર્દી સાજા થયા હતા અને 47,995 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 98,58,659 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 94.61 ટકા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement