શોધખોળ કરો
Advertisement
Gujarat Corona cases Updates: રાજ્યમાં કોરોનાના રેકોર્ડ નવા 1540 કેસ, વધુ 14 લોકોના મોત
છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 1540 નવા કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણના કારણે વધુ 14 લોકોના મોત થયા છે.
ગાંધીનગરઃ દિવાળી બાદ રાજ્યમાં કોરોના સંક્રમણમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 1540 નવા કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણના કારણે વધુ 14 લોકોના મોત થયા છે. આ સાથે જ કોરોનાથી કુલ મૃત્યુઆંક 3906 પર પહોંચ્યો છે.
રાજ્યમાં હાલ 14287 એક્ટિવ કેસ છે, જ્યારે કુલ 183756 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 96 દર્દી વેન્ટીલેટર પર છે અને 14191 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 201949 પર પહોંચી છે.
ક્યાં કેટલા થયા મોત
રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 9, સુરત કોર્પોરેશનમાં 2, અમદાવાદ 1, બોટાદમાં 1 અને વડોદરા કોર્પોરેશનમાં 1 મળી કુલ 14 લોકોનું મૃત્યુ થયા હતા.
ક્યાં કેટલા નોંધાયા કેસ
અમદાવાદ કોર્પોરેશનમાં 326, સુરત કોર્પોરેશનમાં 221, વડોદરા કોર્પોરેશનમાં 128, રાજકોટ કોર્પોરેશનમાં 69, રાજકોટ 58, બનાસકાંઠા 57, સુરતમાં 56, પાટણ 49, મહેસાણા 45, ગાંધીનગર કોર્પોરેશનમાં 42, વડોદરા 41, ગાંધીનગર 39, ખેડા 30, જામનગર કોર્પોરેશન 29, પંચમહાલ 27, અમરેલી 26, ભરૂચ 26, મોરબી 24, અમદાવાદ 23 કેસ નોંધાયા હતા.
આજે કેટલા દર્દી થયા સાજા
રાજ્યમાં આજે કુલ 1283 દર્દી સાજા થયા હતા અને 91459 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 7480789 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 90.99 ટકા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement