Gujarat Corona cases: રાજ્યમાં નોંધાયા કોરોનાના નવા 298 કેસ, 5 લોકોએ ગુમાવ્યો જીવ, જાણો વિગતે
રાજ્યમાં આજે કોરોના સંક્રમણના 298 કેસ નોંધાયા છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે 5 દર્દીના મૃત્યુ થયા છે. રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 10012 પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે.
ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેરની ગતિ ધીમી પડી છે. રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 500થી પણ ઓછા નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે કોરોના સંક્રમણના 298 કેસ નોંધાયા છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે 5 દર્દીના મૃત્યુ થયા છે. રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 10012 પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે 935 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં હાલ સાજા થવાનો દર 98.98 ટકા છે.
ગુજરાત આરોગ્ય વિભાગે આપેલા આંકડા પ્રમાણે આજે સાંજના પાંચ વાગ્યા સુધી કુલ 2,18,062 વ્યક્તિઓનું રસીકરણ (CoronaVaccine) કરવામાં આવ્યું છે. જ્યારે રાજ્યમાં આજે કુલ 935 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો દર 98.98 ટકા છે.
રાજ્યમાં અત્યાર સુધી 803122 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 8242 પર પહોંચ્યો છે. જેમાંથી 209 દર્દી વેન્ટિલેટર પર અને 8033 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 98.98 ટકા છે.
રાજ્યમાં ફરી એકવાર કોરોના વેક્સિનની પ્રક્રિયા સ્પીડથી શરૂ થઇ છે. આજના આંકડા પ્રમાણે જોઇએ તો 2,18,062 લોકોએ કોરોનાની વેક્સિન લીધી છે, આ રસીકરણમાં ખાસ વાત છે કે 1,62,941 લોકો 18-44એ પહેલો ડૉઝ લીધો છે.
કોરોનાની બીજી લહેરે 730 ડૉક્ટરોનો લીધો ભોગ, જાણો કયા રાજ્યમાં કેટલા ડૉક્ટરોએ જીવ ગુમાવ્યા......
ઇન્ડિયન મેડિકલ એસોસિએશને જાણકારી આપી છે કે કોરોના મહામારીની બીજી લહેરમાં 730 ડૉક્ટરોના મોત થઇ ચૂક્યા છે. એસોસિએશને બતાવ્યુ કે બિહારમાં સૌથી વધુ ડૉક્ટરોના મોત થયા છે. એસોસિએશન અનુસાર બિહારમાં 115 ડૉક્ટરોએ કોરોનામાં જીવ ગુમાવી દીધો છે. બીજા નંબર પર દિલ્હી છે. દિલ્હીમાં 109 ડૉક્ટરોના મોત કોરોનાના કારણે થયા છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશને જણાવ્યુ કે, ઉત્તરપ્રદેશમાં 79, આંધ્રપ્રદેશમાં 38 અને તેલંગાણામાં 37 ડૉક્ટરોના મોત થઇ ગયા છે. મહારાષ્ટ્રમાં 23 જ્યારે મધ્યપ્રદેશમાં 16 ડૉક્ટરોના મોત થયા છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના સંક્રમણના 62,224 નવા કેસો સામે આવ્યા છે. નવા દર્દીઓ આવ્યા બાદ દેશમાં સંક્રમિતોની સંખ્યા વધીને 2,96,33,105 થઇ ગઇ છે. છેલ્લા 24 કલાકમાં 2,542ના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ અનુસાર, કોરોનાથી મરનારાઓની સંખ્યા વધીને 3,79,573 થઇ ગઇ છે.