(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતમાં 26 માર્ચથી લદાઈ જશે લોકડાઉન? જાણો ક્યા વિસ્તારોમાંથી લોકો ભાગી રહ્યા છે વતન તરફ?
રાજ્યમાં સુરત, રાજકોટ, ભાવનગર, અમદાવાદ અને રાજકોટમાં કોરોનાનુ સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે, આના કારણે 26 માર્ચથી લૉકડાઉન લાદવાની અફવાએ લોકોની ચિંતા વધારી દીધી છે. બતાવવામાં આવી રહ્યું છે. ગયા અઠવાડિયાથી મજૂરોનુ પોતાના વતન તરફ ભાગવાનો સિલસિલો કંઇક એવો છે કે દરરોજ લગભગ 500-1000 મજૂરો પોતાના ઘરે પાછા જઇ રહ્યાં છે.
નવી દિલ્હીઃ ગુજરાતમાં વધતા કોરોના સંક્રમણના કેસોના કારણે શહેરોની હાલત તો બગડી જ રહી છે. આની સાથે સાથે લોકોના મનમાં એકવાર ફરીથી લૉકડાઉન લાગવાની શંકા પણ ઘર કરી ગઇ છે. લાઇવ હિન્દુસ્તાન ડૉટ કૉમમાં છપાયેલી ખબર પ્રમાણે, આવામાં લોકો પોતાના પરિવાર તથા સામાન સહિત સ્થળાંતર કરી રહ્યાં છે. રાજ્યમાં સુરત, રાજકોટ, ભાવનગર, અમદાવાદ અને રાજકોટમાં કોરોનાનુ સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે, આના કારણે 26 માર્ચથી લૉકડાઉન લાદવાની અફવાએ લોકોની ચિંતા વધારી દીધી છે. બતાવવામાં આવી રહ્યું છે. ગયા અઠવાડિયાથી મજૂરોનુ પોતાના વતન તરફ ભાગવાનો સિલસિલો કંઇક એવો છે કે દરરોજ લગભગ 500-1000 મજૂરો પોતાના ઘરે પાછા જઇ રહ્યાં છે.
લાઇવ હિન્દુસ્તાન ડૉટ કૉમના અહેવાલ પ્રમાણે, ગયા વર્ષે લાગેલા લૉકડાઉનના કારણે પ્રવાસી મજૂરોને ખુબ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આવામાં ફરી એકવાર લોકો લૉકડાઉનની અફવાને લઇને ઘરે પરત જવાનો ફેંસલો કરી રહ્યાં છે. તેમને ડર લાગી રહ્યો છે કે ક્યાંક ગયા વર્ષની જેમ જ લૉકડાઉન લાગી જશે તો ખાવા માટે ફરીથી ફાંફાં મારવાનો વારો ના આવે. આ ચિંતામાં મજૂરો પોતાના પરિવાર તથા સામાનની સાથે પોતાના વતન તરફ ભાગી રહ્યાં છે. જોકે હોળીના કારણે ટ્રેનોમાં જગ્યા નથી, એટલા માટે હવે લોકો વતન જવા માટે બસોનો પણ સહારો લઇ રહ્યાં છે. વળી, બીજીબાજુ સુરતની પાંડેસરા પોલીસે અફવા ફેલાવવાના આરોપમાં ટ્રાવેલ્સ એજન્સી સાથે જોડાયેલા કેટલાક લોકોની પકડી પણ લીધા છે.
પોલીસે જણાવ્યુ કે, હોળીના તહેવારના કારણે ટ્રેનોની સંખ્યામાં કમી છે, જેના કારણે આ લોકો અફવા ફેલાવીને મોટી કમાણી કરવાના ચક્કરમાં છે. આવામાં લોકો અફવાને સાચી માનીને પોતાના વતન તરફ જવા માટે બસોનો સહારો લઇ રહ્યાં છે. લૉકડાઉનની અફવાને ના ફેંલાવવા દેવા માટે બીજેપી સાંસદ સીઆર પાટિલે પણ સ્પષ્ટતા કરી છે કે લૉકડાઉન લદાવવાની વાત બિલકુલ ખોટી છે. લોકોએ શહેર છોડીને જવાની જરૂર બિલકુલ નથી. વળી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ સ્પષ્ટતા કરી દીધી છે કે અફવાઓ પર ધ્યાન ના આપો. લૉકડાઉન બિલકુલ નહીં લગાવવામાં આવે. ખરેખરમાં પાંડેસરાના બડોદ ગામ ઉપરાંત લિંબાયત, ડિંડોલીથી દરરોજ 30થી વધુ બસો જઇ રહી છે, આમાં લોકો પોતાના વતનમાં જઇ રહ્યાં છે.