Corona News Live Update: સુરતના પલસાણામાં એક વર્ષ ની બાળકીનું કોરોનામાં મૃત્યુ, માતા પિતા બાદ બાળક થયું હતું સંક્રમિત
રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં આજે ઘટાડો થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 16,617 કેસ નોંધાયા છે. બીજી તરફ 11,636 દર્દીઓ રિકવર પણ થયા છે.
LIVE
Background
રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં આજે ઘટાડો થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 16,617 કેસ નોંધાયા છે. બીજી તરફ 11,636 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 9,17,469 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
સુરતના પલસાણામાં એક વર્ષની બાળકીનું કોરોનાના કારણે નિધન થયું છે. પલસાણાના તાતિથૈયમાં માતા પિતા સંક્રમિત થયા બાદ બાળકી સંક્રમિત થઇ હતી. સંક્રમણ વધી જતાં બાળકીએ જીવ ગુમાવ્યો.
કોરોના કેર યથાવત, વધુ એક ધારાસભ્યનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ, ટ્વીટ કરીને આપી જાણાકરી
અમરેલી જિલ્લાના વધુ એક ધારાસભ્ય કોરોના સંક્રમિત થયા છે. ધારી બગસરા ખાંભાના ધારાસભ્ય જે.વી.કાકડીયા કોરોના સંક્રમિત થયા છે. કોરોના ના સામાન્ય લક્ષણો જણાતા કોરોના ટેસ્ટ કરાવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ હોમ ક્વોરોન્ટાઇન થયા છે. જે.વી.કાકડીયાએ ટ્વીટ કરીને આ મુદે જાણકારી આપી છે.
અમદાાવાદમાં કોરોનાના નવા 6191 કેસ નોંધાયા છે. , 6 દર્દીઓ સંક્રમિત થયા. ચાર દિવસમાં કોરોનાના 32 હજારથી વધુ કેસ, 26 લોકોના મોત,એસ.વી.પી.હોસ્પિટલમાં 171 દર્દી દર્દી સારવાર હેઠળ છે. એક દિવસમાં ૨હજારથી વધુ કેસ ઘટયાં છે.
વડોદરામાં કોવિડનો કેર યથાવત, જાન્યુઆરી મહિનામા 2,6945 લોકો થયા સંક્રમિત
વડોદરામાં જાન્યુઆરી મહિના મા 26945 લોકો કોરોના સંક્રમિત થયા. વડોદરા મા આજે કોરોના ના કેસ નો આંકડો 1 લાખ ને પાર થશે.વડોદરા નો કુલ આક 99745 પર પહોંચ્યો છે. સાજા થયેલા કુલ દર્દી ની સંખ્યા 81045 થઈ.જાન્યુઆરી મા મૃત્યુ નો આક બિનસત્તાવાર રીતે 32નો આંકડો સામે આવી રહ્યો છે.
વડોદરાકોરોનાના કેસોમાં સતત ઉછાળો રહેતાં કરફ્યૂનાે કડક અમલવારી કરવામાં આવી રહી છે. જાહેરનામાના ભંગ કરતા 70 લોકો સામે કાર્યવાહી
નવસારીમાં રેકોર્ડ બ્રેક કેસો પણ હોસ્પિટલના 91 ટકા બેડ વેડ ખાલી છે. નવસારી જિલ્લામાં કોવિડ દર્દીઓ માટે હોસ્પિટલમાં કુલ 1716 બેડ તૈયાર કરાયા છે જેની સામે હાલ 144 બેડ પર દર્દીઓ છે. કોરોના કેસો વધતા નવસારીમાં રાત્રી કર્ફ્યુ શરૂ કરાયો છે. 38 લોકો સામે જાહેરનામા ભંગની કાર્યવાહી કરાઇ છે
સાબરકાંઠાના તલોદ પોલીસ મથકમાં કોરોનાનો વિસ્ફોટ, અહીં PSI સહિત 6 પોલીસ જવાનો કોરાના પોઝિટિવ
સાબરકાંઠાના તલોદ પોલીસ મથકમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. અહીં PSI સહિત 6 પોલીસ જવાનો કોરાના પોઝિટિવ થયા છે.તમામ પોલીસ જવાનો હોમ આઇસોલેટ થયા છે. પોલીસ સ્ટાફમાં છ પોલીસ કમીઓ પ્રોઝિટિવ રીપૉટ આવતા અન્ય પોલીસ કર્મીના પણ રિપોર્ટ કરવામાં આવ્યાં છે.
મહીસાગરમાં કોરોનાના 9 નવાકેસ સાથે એક્ટિવ કેસનો આંક 147 પર પહોંચ્યો.
મલવણ ગામે યોજાયેલ લગ્ન પ્રસંગમાં જાહેરનામાનો ભંગ કરી 150થી વધુ માણસોને એકત્રિત કરનાર આયોજક વિરુદ્ધ જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ છે.
ત્રીજી લહેરમાં ચોથા દિવસે પોઝિટિવ કેસ કરતા ડિસ્ચાર્જ કેસ ની સંખ્યા ડબલ થઈ, જાણો વિગત
સુરતના પલસાણામાં એક વર્ષની બાળકીનું કોરોનાના કારણે નિધન થયું છે. પલસાણાના તાતિથૈયમાં માતા પિતા સંક્રમિત થયા બાદ બાળકી સંક્રમિત થઇ હતી. સંક્રમણ વધી જતાં બાળકીએ જીવ ગુમાવ્યો.
સુરતમાં કોરોના ની અપડેટ:
ત્રીજી લહેરમાં ચોથા દિવસે પોઝિટિવ કેસ કરતા ડિસ્ચાર્જ કેસ ની સંખ્યા ડબલ થઈ
સીટી 1512
જિલ્લો 639
4 ના મોત
ડિસ્ચાર્જ 3696
પોઝિટિવ કેસ
રાદેર 420
અઠવા 229
કતારગામ 209