ગુજરાતની કઈ RTOમાં એક વર્ષ પછી ફરી કોરોના સંક્રમણ ફેલાયું? મહિલા ઇન્સ્પેક્ટર સહિત બે અધિકારીને ચેપ લાગતાં ચિંતા
ભુજ RTOમાં એક વર્ષ બાદ ફરી કોરોનાનું સંક્રમણ ફેલાયું છે. મહિલા ઇન્સ્પેક્ટર સહિત બે અધકારીના રિપોર્ટર પોઝિટિવ આવ્યા છે. RTO મહિલા ઈસ્પેક્ટર કે. આર.મકવાણા અને ઇન્સ્પેક્ટર બી.પી. ઠાકોર કોરોનાની ઝપેટમાં આવી ગયા છે.
ભુજઃ જિલ્લાની ભુજ RTO (Bhuj RTO) માં એક વર્ષ બાદ ફરી કોરોનાનું સંક્રમણ ફેલાયું છે. મહિલા ઇન્સ્પેક્ટર સહિત બે અધકારીના રિપોર્ટર પોઝિટિવ (Corona Positive) આવ્યા છે. RTO મહિલા ઈસ્પેક્ટર કે. આર.મકવાણા (KR Makwana) અને ઇન્સ્પેક્ટર બી.પી. ઠાકોર (BP Thakor) કોરોનાની ઝપેટમાં આવી ગયા છે.
મોટા ભાગના અધિકારીઓ કચ્છ બહારના હોવાથી સંક્રમણ વધે તેવી શકયતા છે. બેદરકારી અને કોરોના ગાઈડ લાઈનની અમલવારી ચુસ્તપણે ન હોવાથી સંક્રમણ ફેલાયું છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલની અધ્યક્ષતામાં કોર કમિટીની બેઠક મળી હતી. જેમાં રાજ્યમાં વધતા કોરોના સંક્રમણ નિયંત્રણ સંદર્ભે 7 મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે.
1 કોરોના સંક્રમિતોની સારવાર માટે ઓકસીજન સપ્લાય પુરતા પ્રમાણમાં મળી રહે તે માટે રાજ્યના ઓકસીજન ઉત્પાદકોએ પોતાના ઉત્પાદનના ૬૦ ટકા સપ્લાય આરોગ્ય ક્ષેત્ર માટે આપવાનો રહેશે.
2 રાજ્યના ૮ મોટા મહાનગરોમાં ૫૦૦-૫૦૦ બેડના કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવશે
3 8 IAS-IFS અધિકારીઓને વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે.
4 પ્રાયવેટ નર્સિંગ હોમ-કલીનીકસ ICU કે વેન્ટીલેટર સુવિધા સિવાય ડેડીકેટેડ કોવિડ હેલ્થ સેન્ટર અને ડેડીકેટેડ કોવિડ કેર સેન્ટર શરૂ કરી શકશે.
5 કોવિડ હેલ્થ સેન્ટર માટે રોજના મહત્તમ રૂ. બે હજાર – અને કોવિડ કેર સેન્ટર માટે દૈનિક મહત્તમ ૧પ૦૦ ચાર્જ લઇ શકાશે – આ ચાર્જમાં રેમડીસીવીર ઇન્જેકશનની કિંમતોનો સમાવેશ થશે નહી.
6 સિવીલ હોસ્પિટલ સોલા-એસ.વી.પી. હોસ્પિટલ અમદાવાદ તેમજ ગુજરાત કેન્સર સોસાયટી અને નગરી તથા એલ.જી. હોસ્પિટલોમાં આગામી ત્રણથી પાંચ દિવસમાં રેમડીસીવીર ઇન્જેકશન કોરોના સંક્રમિતો માટે નહિ-નફો નહિ નુકશાનના ધોરણે ઉપલબ્ધ કરાવાશે.
7 આગામી દિવસોમાં રાજ્યની બધી જ APMC અને અમૂલ પાર્લર પરથી ટ્રિપલ લેયર માસ્ક રૂપિયા એકની કિંમતે નાગરિકોને મળતા થશે.
રાજ્યમાં ફરી કોરોનાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. કોરોના સંક્રમણ કેસમાં દરરોજ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. દિવસેને દિવસે સતત રેકોર્ડબ્રેક કેસ નોંધાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના ( Coronavirus) 3160 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 15 લોકોના કોરોના (Corona) સંક્રમણથી મોત થયાં હતા. રાજ્યમાં આજે 2028 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 3,00,765 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.
રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 16 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 16252 પર પહોંચ્યો છે. જેમાંથી 167 લોકો વેન્ટિલેટર પર અને 16085 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 93.52 ટકા છે.
કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?
આજે સુરત કોર્પોરેશનમાં 7 અમદાવાદ કોર્પોરેશનમાં 6, ભાવનગર કોર્પોરેશનમાં 1 અને વડોદરા કોર્પોરેશનમાં 1 મોત સાથે કુલ 15 લોકોના મોત થયા હતા. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4581 લોકોના કોરોનાથી મોત થઈ ચુક્યા છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
અમદાવાદ કોર્પોરેશનમાં 773, સુરત કોર્પોરેશનમાં 603, રાજકોટ કોર્પોરેશનમાં 283, વડોદરા કોર્પોરેશનમાં 216, સુરત 185, વડોદરા 114, મહેસાણા 88, જામનગર કોર્પોરેશન 70, પાટણ 65, ભાવનગર કોર્પોરેશન-60, જામનગર 54, મહીસાગર 39, પંચમહાલ 39, ગાંધીનગર 33, ગાંધીનગર કોર્પોરેશન 33, મોરબી 33, ભરૂચ 32, ખેડા 32, દાહોદ 31, કચ્છ 30, નર્મદા 30, રાજકોટ 28, આણંદ 25, દેવભૂમિ દ્વારકા 23, સુરેન્દ્રનગર 22, અમરેલી 20, બનાસકાંઠા 20, ભાવનગર 19, સાબરકાંઠા 19, ડાંગ 18, જૂનાગઢ કોર્પોરેશન 18, છોટા ઉદેપુર 17, વલસાડ 15, અમદાવાદ 14, જૂનાગઢ 14, નવસારી 14, બોટાદ અને ગીર સોમનાથ 10 કેસ નોંધાયા હતા.